Feeds:
Posts
Comments

long-queue-at-banks_650x400_51479193952

– મહેશ ચૌધરી, અણહીંલપુર

નોટબંધીને લઈ રોડથી શરૂ થયેલ લડાઈ હવે સંસદ સુધી પહોચી ચુકી છે. સાથે જે તેમાં રાજનૈતિક નફા-નુકશાનનુ ગણીત પણ જોડવામાં આવી રહ્યુ છે. નિર્ણયના કેટલાક સકારાત્મક પાસાઓ છે તો સામે કેટલાક નકારાત્મક પાસાઓ પણ. વિપક્ષ પ્રયત્ન કરી રહ્યુ છે કે આ નિર્ણથી લોકોને પડી રહેલ હાલાકીને એટલો મોટો મુદ્દો બનાવી દેવામાં આવે કે ઉત્તર પ્રદેશ અને પંજાબ જ્યારે લોકો વોટ આપવા માટે જાય ત્યારે માત્ર આ તકલીફોને જ યાદ રાખે. તેમજ આ નિર્ણયના ફાયદા ગણાવવાના ભાજપના કોઈ પ્રયત્ન સફળ થઈ શકે નહી. બીજી બાજુ ભાજપ કમર કસી ચુક્યુ છે કે કોઈ પણ ભોગે લોકોને એ યાદ અપાવતા રહેવુ કે કાળાનાણાની સમસ્યાના કાયમી ઉકેલ માટે આ નિર્ણય ખુબ જ જરૂરી હતો. તેમજ સરકાર લોકોને પડતી તકલીફો દુર કરવા માટે દિવસ-રાત પ્રયત્ન કરી રહી છે. જો કે આ વચ્ચે ભાજપના નેતાઓનુ એ પણ માનવુ છે કે હજારો તકલીફો પડવા છતા મોટા ભાગના લોકો આ નિર્ણયને લઈને સરકારની સાથે છે. જેનુ એકમાત્ર કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા છે. ભાજપના નેતાઓનુ કહેવુ છે કે લોકો એવાતને લઈને ખુબ જ પ્રભાવીત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્ણય લે છે અને ત્વરીત લે છે.

ચુંટણીને લઈને ચાલી રહેલ ગરમા-ગરમી વચ્ચે ભાજપને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર તેમની નાવ પાર લાગી શકે છે. જાપાનથી પરત ફરીને ૧૪ નવેમ્બરે ગાજીપુરની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલ ભાષણને ઉત્તર પ્રદેશમાં ભાજપના ચુંટણી અભિયાન માટે દિશાસુચક માનવામાં આવી રહ્યુ છે. આ ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે નોટબંધીના નિર્ણય પાછળ તેમનો ઉદેશ્ય ઈમાનદાર લોકોને નહી, પરંતુ બેઈમાન લોકોને ભીસમાં લેવાનો છે. એટલે કે સમગ્ર મુદ્દો ઈમાનદાર વિરુદ્ધ બેઈમાન લોકોની લડાઈ સમાન બની ચુક્યો છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ આજ બાબતને મુદ્દો બનાવીને આગળ વધ છે તે નક્કી છે. જો કે ભાજપ માટે આ કામ માને છે તેટલુ સરળ પણ નથી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી જે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે તે મુજબ નોટબંધીના કારણે ખેડુતોની તકલીફો દિવસેને દિવસે વધી રહી છે. વાવણી માટે બિયારણ અને ખાતર સહીતની અત્યંત જરૂરી વસ્તુઓ ખરીદવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કંઈક આવીજ સમસ્યા ઘરમાં લગ્નપ્રસંગ આદરીને બેઠેલ લોકોની છે. લગ્નની સિઝન શરૂ થઈ ચુકી છે. ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર લગ્નઆદરીને બેઠેલ લોકોએ નાણાની વ્યવસ્થા કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભાજપ પાસે તેની પણ જવાબી દલીલ છે. પાર્ટીનુ કહેવુ છે કે ખેડુતોને બિયારણ અને ખાતરની વ્યવસ્થા સહકારી બેંકો મારફતે કરવામાં આવશે, આમ પણ વાવેતર માટેની કોઈ નક્કી તારીખ હોતી નથી. એક સમયગાળો હોય છે જેમાં વાવણીની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. તેમાં એકાદ સપ્તાહ આઘો-પાછો થાય તેનાથી કંઈ ફરક પડતો નથી. મોટા ભાગના ખેડુતો દિવાળીની આજુબાજુના સમયમાં પોતાના ચોમાસુ પાક વેચીને તેની આવકમાંથી શિયાળુ પાકનુ વાવતેર કરતા હોય છે. ભાજપનુ કહેવુ છે કે ખેડુતોને એ વાતનો આનંદ છે કે મોદી સરકારે કાળા નાણાને અંકુશમાં લેવા માટે મોટો નિર્ણય કર્યો છે. અહીં વાત એ પણ છે કે સહકારી બેંકોમાં કાળાનાણાની તપાસની કોઈ સુવિધા નથી. જેથી આ બેંકોમાં નોટ બદલવાની અને જુની નોટ જમા કરાવવાની કામગીરી બંધ કરી દેવામાં આવેલી છે. જેનાથી કેટલીક સમસ્યાઓ સર્જાઈ રહી છે. ભાજપના નેતાઓનુ એ પણ કહેવુ છે કે લોકોને પડતી ત્કલીફો દુર થવામાં કેટલોક સમય લાગી શકે છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી ચુક્યા છે કે તકલીફો દુર થવામાં ૫૦ દિવસનો સમય લાગશે. સરકારે લોકોને પડતી તકલીફો દુર કરવા માટે અનેક પગલા લીધા છે. જેની અસર ધીમે ધીમે દેખાવા લાગશે. ખાસ કરીને એવા અંતરીયાળ વિસ્તારો કે જ્યાં બેંકોની સુવિધા નથી ત્યાં નવી નોટોને પહોચાડવાનુ કામ થોડુ મુશ્કેલ છે. પરંતુ ત્યાં મોબાઈલ-વાન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભાજપનુ માનવુ છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચુંટણી નજીક આવે ત્યાં સુધીમાં તો સ્થિતી સાધારણ બની જશે. લોકોને પડતી મુશ્કેલીઓ દુર થઈ જશે.

ભારતીય આર્મીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મિરમાં કરેલ સર્જીકલ સ્ટ્રાઈકને ચુંટણી મુદ્દો બનાવી ચુકી છે. ત્યારે હવે ભાજપનો ઈરાદો કાળા નાણા સામે થયેલ આ સર્જીકલ સ્ટ્રાઈકને લોકો વચ્ચે લઈ જઈને તેને પણ ચુંટણી મુદ્દો બનાવવામાં આવે. માનવામાં આવી રહ્યુ છે કે ભાજપની પરિવર્તન યાત્રાઓ અને વડાપ્રધાનની આગામી સમયમાં યોજાનાર તમામ રેલીઓમાં આ મુદ્દો જોર-શોરથી ઉઠાવવામાં આવશે. ભાજપને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ. ચહેરો અને તેમની પ્રતિષ્ઠાના શહારે ઉત્તર પ્રદેશમાં લોકોને ભાજપના પક્ષમાં મતદાન કરવા માટે રાજી કરી શકાશે.

Advertisements

akhand-gram-panchayat-_tue-21-may-2013-17-50-40_jpg

– મહેશ ચૌધરી, અણહિલપુર

દેશના રાજકારણમાં ખેડુતો હમેંશા કેન્દ્ર બિંદુ સમાન રહ્યા છે. તેનુ કારણ કદાચ એ હશે કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે તેવી માન્યતા વર્ષોથી આપણે પળી બેઠા છીએ. એટલ જ તો વોટ મેળવવા માટે એક કે બીજી પાર્ટી અવનવી રીતે ખેડુતોને આકર્ષવ પ્રયત્ન કરે છે. તાજેતરમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ૨,૫૦૦ કિલોમીટર લાંબી ખેડુત યાત્રા કરી હતી. પાર્ટીનો દાવો છે કે, જો તેઓ સત્તા પર આવશે તો ખેડુતોની દુર્દશા દુર કરી દેશે. આ માટે પાર્ટીએ વિચત્ર કહી શકાય તેવો ત્રિ-સુત્રીય કાર્યક્રમ જાહેર કર્યો છે. ‘ખેડુતોની લોન માફ’, ‘વિજળી બિલ હાફ’ અને ‘ખેડુતોની આવક ડબલ’. ચુંટણી સંદર્ભે તો માની લઈએ કે કોંગ્રેસના આ ત્રણેય વચનો ખેડુતોને આકર્ષીત કરે. પરંતુ શું એનાથી ખેડુતોની સ્થિતીમાં કંઈ સુધાર આવશે? તો જવાબ છે ના..

ફેબ્રુઆરી ૨૦૦૮માં કેન્દ્રની યુપીએ સરકારે લોકસભાની ચુંટણી જીતવા માટે ખેડુતોની લોન માફ કરી દીધી હતી. તેનુ પરિણામ પણ ફળ્યુ. કોંગ્રેસ વધારે મજબુતાઈ સાથે સત્તામાં આવી. પરંતુ લગભર ૭૦,૦૦૦ કરોડની લોન માફ કરવા છતાં દેશમાં આજે ખેડુતોની સ્થિતી જ્યાં હતી ત્યાની ત્યાંજ છે. બીજુ તો ઠીક છે દેવાના કારણે ખેડુતોની આત્મહત્યાની સંખ્યામાં પણ ઘટાડો થયો નથી. એટલે કે ખેડુતોની આર્થિક સ્થિતીમાં કોઈ સુધારો થયો નથી. લોન માફ થવા છતા આવકના અભાવમાં ખેડુતો બીજા દેવામાં ફસાઈ ગયા. સવાલ એ પણ છે કે શું આ લોન માફીનો લાભ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચ્યો હતો, ના.. કારણ કે બેંકમાંથી પાક ધિરાણ સહીતની લોન લેનાર મોટા ભાગના જાગીરદારો હતો. વાસ્તવમાં નાના ખેડુતો અને ખેતમજુરોને તો બેંકો લોન આપતી જ નથી. એટલે આ લોન માફીનો લાભ પણ મોટા ખેડુતો અને જમીનદારોને મળ્યો. જ્યારે સાચા લાભાર્થી એવા નાના ખેડુતો અને ખેતમજુરોને આવી કોઈ સરકારી યોજનાનો લાભ મળતો જ નથી. તો પછી આવી યોજનાઓથી કે આવા પગલાથી ખેડુતોની આર્થિક સ્થિતી ક્યાંથી સુધરવાની? આત્મહત્યા કેવી રીતે અટકવાની?

વિચારવા જેવી વાત એ પણ છે કે દેશમાં ખેતીને છોડીને બાકી તમામ વ્યવસાયોમાં દૈનિક મજુરીના દર સરકારે નક્કી કરી રાખ્યા છે. તો પછી ખેતમજુરો માટે કેમ આવી કોઈ યોજના નથી? આજે પણ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતો ૧૦૦ રૂપિયા કરતા પણ ઓછી દૈનિક મજુરી પર કામ કરવા માટે મજબુર છે. એક રીતે જોઈએ તો મોટા ખેડુતો અને જમીનદારો દ્વારા ખેતમજુરોનુ શોષણ થઈ રહ્યુ છે. પરંતુ સરકાર ખેડુત વર્ગ નારાજ ન થઈ જાય એવા ડરથી મૌન બેઠી છે. સરકાર ગમે તેટલા દાવા કરે પણ એ સત્યને નકારી શકાય તેમ નથી કે શાહુકાર પ્રથા આજે પણ દેશમાં અસ્તિત્વ ધરાવે છે, ઉલ્ટાની સમયની સાથે સરકારની નબળી નિતીઓથી આ પ્રથા વદુ મજબુત બની છે. પરિણામે સરકાર જેને ખેડુતો ગણીને લોન માફી, સબસીડી સહીતના જે લાભો આપી રહી છે તે ખેડુતો સુધી નહી પરંતુ આવા શાહુકારોના ઘરોમાં પહોંચી રહ્યા છે.

એક વિચારવા જેવી બાબત એ પણ છે કે આજના નેતાઓ અને કહેવાતા સમાજસેવકો ખેડુતોના નામે અનેક ઘણી જમીન ખરીદીને બેઠા છે. આ જમીનો પર મળનાર સસ્તી લોન પોતે લે છે. તેમાં મળતા સબસીડી સહીતના લાભો ખાઈ જાય છે અને સામે પક્ષે સાચા ખેડુતોને ભાગીયા(ભાગીયા શબ્દ શહેરીવિસ્તારો માટે નવો હશે પણ ગ્રામ્ય વિસ્તારોમાં આજ પ્રથા ચાલે છે) રાખીને કે પછી ખેતમજુરના રૂપમાં સસ્તા ભાવે મજુરી કરાવીને તેમનુ શોષણ કરી રહ્યા છે. આવા નાના ખેડુતો અને ખેતમજુરોને નામે જમીન ન હોવાથી તે સાચા ખેડુત હોવા છતાં ન તો તેમને સરકારી યોજનાનો લાભ મળે છે કે ન રાહત.. તો પછી સરકાર ગમે તેટલી યોજનાઓ બહાર પાડે, ગમે તેટલી લોન માફ કરે આ લોકોની સ્થિતી કેવી રીતે સુધરવાની?

રાહુલ ગાંધી કે કોંગ્રેસ જો ખરે-ખર ખેડુતોનુ ભલુ ઇચ્છતા હોય તો ખેડુત યાત્રા અને ખેડુતોની લોન માફી જેવા તાયફા બંદ કરીને પોતાની દાદી ઈન્દિરા ગાંધીને અનુસરવાની જરૂર છે. રાજકીય રીતે ગમે તેટલો વિરોધ હોય પણ એક વાત સ્વિકારવી જ પડે તેમ છે કે ઈન્દીરા ગાંધી ભારતના એક માત્ર એવા વડાપ્રધાન હતા જેમણે રાજકારણની ઉપર ઉઠીને ખેડુતોના હીતમાં નિર્ણય લીધા હતા. ‘જમીન ટોચ મર્યાદા ધારો’, ‘વાવે તેની જમીન, ખેડે તેનુ ખેતર’ જેવી યોજનાઓ તેનુ ઉદાહરણ છે. આ એજ સમય હતો જ્યારે દેશમાં શાહુકાર પ્રથાને તોડી પાડવામાં આવી હતી. ગરીબ ખેડુતો અને ખેતમજુરોને જમીન માલીકીના હક આપવામાં આવ્યા હતા. પરંતુ દુઃખ સાથે કહેવુ પડી રહ્યુ છે કે આજે ફરી એક વાર શાહુકાર અને જાગીરદાર જેવી પ્રથાઓ સ્થાપિત થઈ ચુકી છે. માત્ર ફરક એટલો છે કે પહેલા આ પ્રથા નિચ્ચીત જ્ઞાતિઓ સાથે સંકળાયેલી હતી, જે હવે રાજકારણીઓની આજુબાજુ વણાઈ ગઈ છે. તેમજ તેની આડમાં ખેડુતો અને ખેત મજુરોનુ શોષણ થઈ રહ્યુ છે. તેમજ આ પ્રથા જ્યાં સુધી નાબુદ નહી થાય ત્યાં સુધી હું છાતી ઠોકીને કહી શકુ છુ કે ગમે તેટલી લોન માફ કરો.. ગમે તેટલી સબસીડી આપો.. ગમે તેવી યોજનાઓ લાવો.. ન તો આ દેશમાં ખેડુતોનુ ભલુ થશે કે ન તો ખેડુતોની આત્મહત્યા અટકશે…

diwali-celebrations-650_650x400_41476709995

– મહેશ ચૌધરી, અણહિલપુર

કસમ, સોગંદ, પ્રતિજ્ઞા જેવા શબ્દો ખુબ જ પ્રચલીત છે. વર્ષોથી આ શબ્દો બોલાતા આવા છે. વૈજ્ઞાનીક ભાષમાં આ શબ્દોનો અર્થે આપણે ‘દ્રઢ નિર્ધાર’ એવો કરી શકીએ, એવો દ્રઢ નિર્ધાર જે હિમાલયને ચીરીને તેમાંથી ગંગાની ધારાને નિકાળી શકે. આવો નિર્ધાર કરી ભગીરથ સફળતાની ગાથા લખી ચુક્યા છે. તો ભિષ્મ પણ પોતાની ‘પ્રતિજ્ઞા’થી માનવસભ્યતામાં અમર થઈ ગયા. આજે પણ ગામે ગામ, ગલીએ ગલીએ કે એમ કહો કે ઘરે ઘરે આવા ભગીરથ અને ભીષ્મ મળી આવશે, પણ સવાલ એ છે કે શું ભગીરથ કે ભીષ્મની જેમ આપણામાં પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની દ્રઢ ઈચ્છા શક્તિ છે?

અત્યારે ચાઈનીજ સામાનનો બહિષ્કાર કરીને ચીનને શબક શિખવાડવાની પ્રતિજ્ઞા લેવાઈ રહી છે. પણ પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટેનો દ્રઢ નિર્ધાર આપણામાં છે? શું એ વાતો જાણો છો કે આ પ્રતિજ્ઞાઓને પૂર્ણ કરવા માટે આખી Life Style બદલવી પડે. કારણ કે ચીન માત્ર એક દેશ નથી, તે અત્યારે દુનિયાના તમામ દેશોની Life Style બની ચુક્યો છે. ચીન લોકોના જીવનમાં એ હદે ઘુસી ચુક્યો છે કે તેનાથી પીછો છોડાવવો અશક્ય તો નથી પણ મુશ્કેલ ચોક્કસ છે. આ માટે ભારતને દુનિયાની સૌથી મોટી ફેક્ટરી બનાવવી પડશે. ૧૩૨ કરોડની વસ્તી ધરાવતુ ભારત અત્યારે દુનિયાનુ સૌથી મોટુ બજાર છે અને આ વાતનો જ ફાયદો ચીન ઉઠાવી રહ્યુ છે. ભારતની જેમ ચીન પણ દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. પરંતુ તે પોતાને Global Manufacturing Hub બનાવી ચુક્યો છે. દુનિયાભરની કંપનીઓ ચીનમાં પોતાનો સામાન બનાવડાવે છે અને પછી તે જ સામાન પોતાની બ્રાંડના નામે બજારમાં વેચે છે.

ભારત પણ ચીનની જેમ રોકાણકારો માટે સારુ વાતાવરણ સર્જીને, ટેક્સ સિસ્ટમ બદલી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરીને અને ભ્રષ્ટાચાર રોકીને Global Manufacturing Hub બની શકે છે. Make in India યોજના પણ આજ વાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે. યોજનાનો ઉદ્દેશ્ય છે કે દુનિયાભરની કંપનીઓ ભારતમાં આવીને મેન્યુફેક્ચરીંગ, ડીઝાઈન અને ઈનોવેશન કરે. પરંતુ અત્યારે ભારતમાં એવી કંપનીઓ કાર્યરત છે જે યોજનાનો ઉપયોગ પોતાનો વેપાર વધારવા માટે જ કરે છે. આ કંપનીઓ ચીનમાંથી સામાન મંગાવી પ્રોડક્ટનુ રીબ્રાંડીગ કરી ભારતમાં સ્વદેશી પ્રોડક્ટના નામે વેચે છે. આ એક પ્રકારે કપટ છે. Make in Indiaના નામ પર દેશના લોકો સાથે થઈ રહેલ છેતરપીંડી છે.

ભારત અત્યારે દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. દેશનો વિકાસદર ૭.૬ ટકા છે. ભારત આ મજબુત આર્થિક વાતાવરણનો ફાયદો ઉઠાવી શકે તેમ છે. પણ કામચોર નોકરશાહી અને ભ્રષ્ટાચારી તંત્ર અને આળસુ લોકોના કારણે ભારત આ તક ગુમાવી રહ્યુ છે. ભારત ઇચ્છે તો સમગ્ર દુનિયાનુ મેન્યુફેક્ચરીંગ હબ બની શકે છે. કારણ કે ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જે દુનિયામાં સૌથી મોટુ બજાર હોવા બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ ધરાવે છે. લોકોએ એક વાત સ્વિકારવી પડશે કે ચીને દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા ખુબ મહેનત કરી છે. જે મહેનત કરવા આપણે તૈયાર નથી. વાઈટ કલર જોબ જોઈએ, ઉપરી આવક જોઈએ, વિકેન્ડમાં રજા જોઈએે, વેકેશન જોઈએ.. આ એવી બાબતો છે જે ભારતને ચાઈનીજ પ્રોડક્ટ વાપરવા માટે મજબુર કરી રહી છે. નહી તો ૧૩૨ કરોડની વસ્તી ધરાવતો દેશ, યુવા ટેલેન્ટની ભરમાર, મજબુત અર્થવ્યવસ્થા હોવા છતાં કોઈ દેશ Global Manufacturing Hub કેમ ન બની શકે?

માત્ર લોકો જ નહી સરકાર પણ આ સ્થિતી માટે જવાબદાર છે. કોઈ પણ દેશને વિકાશમાં તે દેશમાં થતા રિસર્ચ અને સંશોધન મહત્વના છે. કારણ કે સંશોધનથી જ જાણી શકાય છે કે આપણી જરૂરીયાત શું છે? અને તે મુજબનુ આયોજન થઈ શકે છે. પરંતુ ભારતમાં સંશોધન માટે જીડીપીના માત્ર ૦.૮૨ ટકા રકમ ખર્ચવામાં આવે છે. જે સ્લોવાકિયા અને પોલેન્ડ જેવા દેશો કરતા પણ ઓછી છે. જ્યારે ચીન જેવા દેશો તો સંશોધન પાછ જીડીપીના ૨ ટકા રકમ ખર્ચે છે. ભારતમાં સંશોધનનુ મહત્વ સમજવવામાં આવતુ નથી. સરકાર એવુ વિચારે છે કે તૈયાર સાધનો અને ટેકનોલોજી મળી જાય એટલે બસ. સંશોધન પાછળનો ખર્ચ કોણ કરે. આવી સ્થિતીમાં ભારત જો Global Manufacturing Hub બની જાય તો પણ ટેક્નોલોજી માટે બીજા જ દેશો પર નિર્ભર રહેવુ પડશે. તો પછી ભારતને માત્ર સસ્તા મજુરોનો દેશ બનાવી ફાયદો છું?

14560119_10157671041180165_4971551496122055722_o

– મહેશ ચૌધરી, અણહિલપુર

તુલસીદાસજીએ રામચરિત માનસની રચના કરી છે, જેના લંકા કાંડમાં રાવણ વધનો ઉલ્લેખ આવે છે. તુલસીદાસ લખે છે કે રાવણના મોત બાદ તેની પત્ની મંદોદરી પતિના મૂતદેહને જોઈને રડતી આંખે બોલે છે કે “राम बिमुख अस हाल तुम्हारा…रहा न कोऊ कुल रोवन हारा.” એટલે કે રામથી દુર રહીને તમારી હાલત આવી થઈ છે.. કે હવે તમારા મોત પર રોવા માટે પણ ખાનદાનમાં કોઈ રહ્યુ નથી. મંદોદરીની આ વ્યથા સાંભાળવા માટે તે સમયે તો રાવણ તો હાજર ન હતો. પરંતુ આપણા નેતાઓએ મંદોદરીની આ વાત ગળે બાંધી લીધી છે. એટલે તો તેમણે સંકલ્પ કર્યો છે કે કોઈપણ ચુંટણી આવે તે રામને પોતાનાથી દુર નહી રહેવા દે.

છેલ્લા લગભગ બે દાયકાથી જ્યારે પણ ચુંટણી આવે છે નેતાઓને રામ યાદ આવે છે. પ્રાચીન સમયમાં રામના નામે પથ્થર તરી જતા હતા, એટલે એનો મતલબ એવો નથી કે નેતાઓ પણ તરી જશે, પણ નેતાઓ પાસે તેનો પણ વિકલ્પ ઉપલબદ્ધ છે. જ્યારે લાગે કે એકલા રામના નામથી નાવ તરે તેમ નથી, એટલે હિંદુત્વના અન્ય મુદ્દાઓ ઉપલબ્ધ જ હોય છે. ઉદારહણ જોઈએ તો ૨૦૦૨માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચુંટણી પહેલા અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદે ‘શિલા પુજન’ અભિયાન ચલાવ્યુ, ૨૦૦૪ની લોકસભાની ચુંટણી પહેલા ‘ચાલો અયોધ્યા’ અભિયાન ચાલ્યુ, વર્ષ ૨૦૦૭ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચુંટણી પહેલા ‘રામ પ્રતિમા પુજન’ અભિયાન, ૨૦૧૨માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચુંટણી પહેલા અયોધ્યામાં ‘રાષ્ટ્રીય સંત સમ્મેલન’નુ આયોજન, ૨૦૧૪ની લોકસભાની ચુંટણી પહેલા અયોધ્યામાં ૮૪ કોસી પરિક્રમા કરવામાં આવી, સપ્ટેમ્બર ૨૦૧૪માં ઉત્તર પ્રદેશ પેટાચુંટણી પહેલા ‘લવ જેહાદ’ અને ‘ઘર વાપસી’ જેવા મુદ્દઓ ગુંજતા સંભળાયા અને હવે ફરી રામ નામ ગુંજી રહ્યુ છે. કારણ સ્પષ્ટ છે, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચુંટણી નજીક છે.

આ વખતે કેન્દ્રીય પર્યટન મંત્રી મહેશ શર્મા અયોધ્યામાં રામાયણ મ્યુઝીયમ બનવાનુ અભિયાન લઈને નિકળ્યા છે. આ માટે જમીન પસંદ કરી લેવામાં આવી છે. જો કેે એ પહેલા અયોધ્યામાં જમીન શોધવા માટે કેન્દ્રીય મંત્રી શહેરમાં કાર લઈને ફરતા નજરે પડ્યા હતા. પહેલા જમીન જોવા માટે નવા ઘાટ ગયા, પણ અહીં જમીન ડુબવાનો ખતરો હતો. બીજી જમીન જોઈ તો જાણવા મળ્યુ કે આ જમીન પર તો મુખ્યમંત્રી અખિલેશ યાદવ પોતે ‘રામકથા થીમ પાર્ક’ બનાવી રહ્યા છે. જો કે અંતે રામકથા થીમ પાર્કની બાજુની જ જમીન પસંદ કરાઈ. મહેશ શર્મા કહે છે કે આ રામાયણ મ્યુઝીયમ અયોધ્યામાં પ્રવાશનને વેગ આપવા માટે બનાવવામાં આવી રહ્યુ છે. પણ ભાઈ, પ્રવાશનને વેગ આપવાતો ગુજરાતથી લઈને આસામ સુધી અને કાશ્મિરથી લઈને કન્યાકુમારી સુધી તમામ સરકારો પ્રયત્ન કરે છે. પરંતુ તેના માટે જમીન શોધવા કેન્દ્રીય મંત્રી શહેરમાં ફરતા તો નજરે પડતા નથી. તેમજ આ મ્યુઝીયમની જાહેરાત માટે વિહીપના કારસેવકપુરમાં કેન્દ્રીયમંત્રીએ ભવ્ય જાહેરસભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આવી જાહેરસભા પણ પ્રવાશનને પ્રોત્સાહન આપવા માટે પહેલા દુનિયામાં ક્યાંય યોજાઈ નથી અને આમ પણ પ્રવાશનને પ્રોત્સાહન માટે પ્રવાશીઓ સામે પ્રચાર કરવાનો હોય, શહેરના જ લોકો સામે નહી.

આમ તો, આ સમગ્ર ઘટનાક્રમ ૧૧ ઓક્ટોબરથી શરૂ થયો હતો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનૌમાં દશેરામાં જય શ્રી રામના જયઘોષ સાથે પોતાના ભાષણની શરૂઆત કરી, પછી ૧૬ ઓક્ટોબરે સુબ્રમણ્યમ સ્વામીએ અલ્હાબાદમાં જાહેરાત કરી કે ૨૦૧૯ની લોકસભાની ચુંટણી પહેલા રામ મંદિર બની જશે. ૧૭ ઓક્ટોબરે કેન્દ્રીય કેબીનેટે રામાયણ મ્યુઝીયમ બનાવવા માટે બજેટ મંજુર કર્યુ અને ૧૮ ઓક્ટોબરે તો કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા રામાયણ મ્યુઝીયમ બનાવવા અયોધ્યા પહોચી ગયા. બોલો આટલી ઝડપી આ પહેલા ભારતમાં કોઈ યોજના મંજુર અને શરૂ થઈ છે?

અયોધ્યામાં ભગવાન રામ તો ત્રેતા યુગમાં રહેતા હતા, પણ આજે કલયુગમાં અહીં એક લાખથી વધુ લોકો રહે છે. જેઓ આજ દિવસ સુધી માળખાગત સુવિધાઓથી વંચિત છે. અયોધ્યાની સૌથી મોટી સમમ્યા ત્યાંની ગંદકી છે. અયોધ્યાની ગલીઓ કચરાના ઢગલા ખડકાયેલા છે. રામના નામથી બનેલ આ શહેર આજે ગંદકીના કારણે ગંધાઈ રહ્યુ છે. પણ નેતાઓને આ બાબતની કોઈ પડી નથી, કારણ કે જ્યાં વોટ રામના નામથી મળતા હોય ત્યાં લોકોની સુવિધાઓની ચિંતા કોણ કરે?

538552-151016-gs-jgd-10

– મહેશ ચૌધરી, અણહિલપુર

ભારત એટલે ધાર્મિક આસ્થાઓના સમુદ્ર સમાન દેશ. અલગ-અલગ ધર્મ, સંપ્રદાય, સંસ્કૃતી ધરાવતા લોકો મેળાવડો. વળી આ જ વિવિધતા ભારતીય સંસ્કૃતીની શાન ગણાય, પરંતુ શાન ક્યારેક સમસ્યાઓનુ કારણ બની જતી હોય છે. દેશમાં દરવર્ષે અલગ અલગ સંપ્રદાયોના ધાર્મિક મેળાવડા યોજાય છે અને તેમાં સર્જાતી ભાગદોડ જેવી ઘટનાઓમાં અનેક લોકોના મોત થાય છે. સવાલ માત્ર એટલો નથી કે આ ઘટનાઓ કેમ બને છે? સવાલ એ પણ છે કે આટલી મોટી ભીડ એકઠી કરવાની મંજુરી કેમ આપવામાં આવે છે? ધર્મની આડમાં લોકોના જીવ સાથેની રમત વ્યાજબી ગણી શકાય? ધર્મની આવી આંધળી ભીડમાં મોત શિવાય બીજુ મળે છે શું?

ધાર્મિક મેળાવડાઓમાં લોકો જે ઉપદેશ મેળવા લોકો જતા હોય છે જે ટીવી જેવા માધ્યમોથી પણ સિદ્ધ કરી શકાય તેમ છે. તો પછી મેળાવડાઓ યોજીને લોકોના જીવ સાથે રમત શા માટે? દરવર્ષે દેશ અને દુનિયામાં લાખોની સંખ્યામાં ધાર્મિક મેળાવડાઓના આયોજન થાય છે. આવા આયોજનોમાં ભાગદોડ અને તેમાં થતા લોકોનાં મોત એટલી હદ્દે વધ્યા છે કે લોકો પણ તેને સામાન્ય ઘટનાઓ સમજવા લાગ્યા છે. દર વર્ષે આવી ઘટનાઓ સામે આવે છે. તેમ છતાં આપણે તેમાંથી કંઈ શીખી રહ્યા નથી. દરેક વખતે સરકાર તરફથી પિડીતોને વળતાર ચુકવી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવામાં આવે છે. પણ એ નક્કી નથી થતુ કે આખરે આરીતે માનવ જીવન સાથે રમાતી રમત પાછળ જવાબદાર કોણ છે? આજ લાપરવાહીની જમીન પર બીજી દુર્ઘટનાની પુષ્ઠભુમી રચતી હોય છે.

એક રિપોર્ટ મુજબ ૧૯૮૦થી લઈને ૨૦૦૭ સુધી દુનિયા ભરમાં ભાગદોડની આવી ૨૧૫ ઘટનાઓ સામે આવી હતી. જેમાં ૭,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે ૨૫,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. વર્ષ ૨૦૦૫માં બગદાદમાં એક ધાર્મિક જુલુસ દરમિયાન ૭૦૦ લોકોના મોત થયા હતા. જયારે ૨૦૦૬માં મીના ઘાટીમાં હજ દરમિયાન લગભગ ૪૦૦ લોકોના મોત થયા હતા. ૨૦૧૫માં આવી ઘટના બની હતી. જેમાં શૈતાનને પત્થર મારવા દરમિયાન મચેલ ભાગદોડમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા. ઈન્ટર નેશનલ જર્નલ ઓફ ડિજાસ્ટર રિસ્ક રિડક્શનમાં પ્રકાશિત સર્વે મુજબ આવી ૭૯ ટકા ઘટનાઓ અફવાઓના કારણે સર્જાતી હોય છે. ભારતમાં પણ આવી ૩૪ ઘટનાઓ સામે આવી છે. જેમા હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. નેશનલ ક્રાઈમ બ્યુરોના આંકડા મુજબ દેશમાં ૨૦૦૦થી ૨૦૧૨ દરમિયાન થયેલ ભાગદોડમાં કુલ ૧૮૨૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

ભારત અને દુનિયાના અન્ય દેશોમાં ધર્મ અને આસ્થાને લઈને લોકોમાં અતુટ વિશ્વાસ છે. ધર્મપ્રત્યેના આ વધારે પડતા વિશ્વાસના કારણે આપણે જરૂરીયાતમંદ લોકોને સહાય કરવાની જગ્યાએ આવા ધાર્મિક કાર્યક્રમોમાં બંન્ને હાથ ખોલીને દાન કરીએ છીએ. નવાઈની વાત તો એછે કે અનીતિ, અધર્મ અને અનૈતિક્તાનુ કામ કરીને પણ આપણે કુદરત પાસે એવી આશા રાખીએ છીએ કે તેઓ આપણા પાપોને ધોઈ નાખશે. અને પાપ ધોવાની લાલચ આપણને ધાર્મિક મેળાવડાઓ સુધી લઈ જાય છે. પરિણામે આવી ભાગદોડની ઘટનાઓ સામે આવે છે. હજારો લોકો કાળનો કોળીયો બની જાય છે. માન્યુ કે ધર્મ આપણી આસ્થા સાથે જોડાયેલ વિષય છે. પણ આસ્થાનો અર્થ એ નથી કે આપણે ધર્મની અંધશ્રદ્ધામાં પોતાની અને પરિવારની જિંદગી દાંવ પર લાગાવી દઈએ. આવી બાબાતોમાં લોકોએ જાગૃત થવુ પડશે. ત્યારે જ આવી ઘટનાઓને અટકાવી શકાશે. નહી તો આવી રીતે જ લોકો મરતા રહેશે અને મોતનુ આ તાંડવ ચાલ્યા કરશે. આવા આયોજનોને વોટબેંક સાથે જોડી શકાય નહી. કારણ કે આવી ઘટનાઓમાં જન અને ધન બન્નેનુ નુકશાન થાય છે. મારા-તમારા માટે આ ધાર્મિક મેળાવડો હશે પણ કેટલાક પરિવારો માટે તે જીવનભર ન ભુલી શકાય તેવા દુખનુ કારણ બની જતો હોય છે..

varun-gandi-houses-650_650x400_41476360881

– મહેશ ચૌધરી, અણહીલપુર

પીળો રંગ આમ તો કોઈનુ પણ ધ્યાન આકર્ષીત કરવા માટે સક્ષમ છે. અહીં દેખાતો પીળો રંગ પણ લોકોનુ ધ્યાન આકર્ષીત કરવા જઈ રહ્યો છે. જો કે તે લોકોનુ ધ્યાન આકર્ષીત કરવાની સાથે જ કેટલાક લોકોના જીવનમાં નવી આશા લઈને આવનાર છે. આ બધુ શક્ય બનવા જઈ રહ્યુ છે સાંસદ વરુણ ગાંધીના પ્રયત્નોથી. ઉત્તર પ્રદેશની સુલ્તાનપુર બેઠક પરથી સાંસદ એવા વરુણ ગાંધી ૧૮ ઓક્ટોબરે આવા જ પીળા રંગના બનેલા ૧૦૦ મકાનો પોતાના મતવિસ્તારના ગરીબ લોકોને આપવા જઈ રહ્યા છે.

વરુણે આ મકાન પોતાના મજબુત ઈરાદા અને સ્થાનીક લોકોની મદદથી તૈયાર કર્યા છે. કોઈ જ સરકારી યોજનાની મદદ લીધા વીના બનેલા આ મકાનો કેટલાક પરીવારોના જીવનમાં દિવાળી પહેલા દિવાળી લાવવાના છે. વરુણ આ થકી એ તપાસવા માંગે છે કે શું સરકારની મદદ વગર માત્ર લોકોના સહયોગથી ભગીરથી કામ શક્ય છે? ૧૦૦ ઘર બનાવ્યા બાદ આગામી વર્ષોમાં આવા ૫૦૦૦ ઘર બનાવવાની તેમની યોજના છે. સામન્ય રીતે કોઈ સાંસદની પ્રશંસામાં આ રીતે લેખ લખવો થોડુ વિચીત્ર લાગે છે. પોતાના વિસ્તારના લોકો માટે સેવાના કામ કરવી તે સાંસદોની બંધારણીય અને નૈતિક ફરજ છે. પણ આપણે અત્યારે સાંસદોના જે પ્રકારના કામ જોઈએ છીએ, અથવા કામ થતા જ નથી એટલે કોઈએ કામ ન પણ જોયા હોય તેવુ પણ બને. ત્યારે લાગ્યુ કે આવા સારા કામની ચર્ચા થવી જોઈએ. કદાચ આમાંથી પ્રેરણા લઈને અન્ય કોઈ સાંસદ આ માર્ગે ચાલવા લાગે!

ચુંટણી જીતવ માટે કરોડો રૂપિયા પાણીની જેમ વાપરી નાખતા નેતાઓ જો આવો નાનકો પ્રયત્ન પણ કરે તો ઘણી સમસ્યાઓ ઉકેલાઈ શકે તેમ છે. દર વર્ષે મકાનોમાં આગ લાગવાની પણ ઘટનાઓ સામે આવે છે. પોતાના મતવિસ્તારમાં જ્યારે આવી ઘટના સામે આવે છે ત્યારે સાંસદો જે તે વિસ્તારની મુલાકાત લેવા પહોંચતા હોય છે. કેટલાક સાંસદો પિડીતોને સહાય પણ આપતા હોય છે. પરંતુ વરુણ ગાંધીએ વિચાર્યુ કે લોકોના ઘરમાં આગ લાગે છે કેમ? આ સવાલનો તેને જવાબ સોધવા જતા જાણવા મળ્યુ કે મતવિસ્તારમાં ચાર ગામ એવા છે કે જ્યાં દર વર્ષે મોટાભાગના મકાનોમાં આગ લાગે છે. વરુણે પહેલા પોતાના સમર્થકોની મદદથી આ લોકોમાં એવી જાગૃતી લાવી કે ગરમીના દિવસોમાં ઘરમાં કે ઘરની આસપાસ બીડી ન પીવામાં આવે. ત્યાર બાદ વરુણને સમજાયુ કે મકાનો ઘાસમાંથી બનેલા કાચા હોવાથી તેમાં ઝડપથી આગ સરળતાથી લાગી જાય છે. જેથી આ મકાનો પાક બનાવવા અંગે વિચારવુ જોઈએ.

એનજીઓનુ માર્ગદર્શન લેવામાં આવ્યુ તો સમજાયુ કે પાંચ લાખ રૂપિયાના ખર્ચે એક મકાનને પાક્કુ બનાવી શકાય છે. વરુણને આ કિમત ઘણીં મોટી લાગી. એટલે આ કામ કોઈ એનજીઓ કે કોન્ટ્રક્ટરને સોપવાની જગ્યાએ પોતે જ માથે ઉપાડ્યુ. સ્થાનિક મિસ્ત્રોઓ, કડીયાઓ સાથે વાત કરી જે કમીશન સહિતના ખર્ચાઓ બચાવી શકાય તે બચાવવા પ્રયત્ન કર્યો. સ્થાનીકો એ પન સર દાખવ્યો. અંતે હિસાબ માંડતા એક મકાન અંદાજે દોઢ લાખ રૂપિયામાં પડતુ જણાયુ. આ માટે વરુણે કેટલોક ફંડ આપ્યો, બાકીનો મોટા ભાગનો ફંડ સ્થાનીક લોકોએ એકઠો કર્યો, સંસદીય વિસ્તારના વેપારીઓ અને અમીરો પણ મદદે આવ્યા અને જોત જોતામાં તૈયાર થઈને ઉભા છે એક, બે નહી પણ ૧૦૦ મકાન. મકાનોની બનાવટ એક દમ સરળ છે. એક મોટો રૂમ અને તેની સાથે જોડાયેલ શૌચાલય. બે-બેની જોડમાં મકાન બનાવાયા છે. તમામ મકાનોને એક સમાન પીળો કલર કરવામાં આવ્યો છે. જેથી તેને જોઈને લોકોમાં મદદની ભાવના જાગૃત કરી શકાય.

આ મકાનો દેશના તમામ સાંસદો માટે એક સંદેશ સમાન છે. સંદેશ એ છે કે ભલે તમે હજારો મકાનો બનાવીને તત્કાલીક સમસ્યાનુ સમાધાન લાવી શકો તેમ નથી, પણ એક પરિવર્તનની શરૂઆત તો ચોક્ક્સ કરી શકો છો. એક સાંસદે બનાવેલ આ ૧૦૦ મકાન સરકારની યોજનાઓને પણ પડકારશે. સાંસદો વચ્ચે પણ સ્પર્ધા થશે. પરીણામે ફાયદો તો દેશને જ થશે ને..

 

poverty_20130311

– મહેશ ચૌધરી, અણહીલપુર

આ આંકડાઓ વાંચીનેે આપણા વિકાસના દાવાને ધક્કો પહોંચ છે, પણ આ એવી વાસ્તવિક્તા છે જેનો સ્વિકાર કર્યે જ છુટકો છે. વોશિંગ્ટન સ્થિત ઈન્ટરનેશનલ ફુડ પોલીસી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ(આઈએસપીઆરઆઈ) દ્વાર ગ્લોબલ હંગર ઈન્ડેક્સ-૨૦૧૬નાં આંકઅડા જાહેર કરવામાં આવ્યા છે. ૧૧૮ દેશોની આ યાદીમાં ભારત છેક ૯૭માં ક્રમાંકે છે. નવાઈની વાત એ છે કે પોતાના દેશવાસીઓના પેટ ભરી શકવા મામલે આપણે પડોશી દેશ નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા કરતા પણ પાછળ છીએ.

એ વાત સાચી કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ભુખમરો, ગરીબી અને કુપોષણના આંકડાઓમાં કેટલીક હદે સુધારો થયો છે. પરંતુ હજી પણ દેશમાં ૧૫.૨ ટકા લોકોએ એક ટક ભુખ્યા સુવુ પડે છે. જયારે પાંચ વર્ષથી નાની ઉજર ધરાવતા ૩૮.૭ ટકા બાળકો કુપોષણનો ભોગ બનેલા છે. સરકાર ગરીબી રેખા માપવાના માપદંડો બદલીને સુધારો થયો હોય તેવુ ચિત્ર ઉપસાવવા પ્રયત્ન કરે છે. પણ આંકડાઓ સુધારવાથી ભુખ્યા લોકોના પેટમાં અન્નનો કોળી તો પહોંચી જવાનો નથી ને. માન્યુ કે આ આંકડાઓ વિદેશી એજન્સીઓએ રજુ કરેલા છે. તેમને ભારતની વાસ્તવિક સ્થિતી અંગે માહીતી પુરતી ન પણ હોય, પરંતુ ગરીબી, અશિક્ષા અને રોગચાળો આ એવી સમસ્યા છે કે જેના પ્રત્યે માત્ર એટલુ બહાનુ કાઢીને આંખ મીચોમણી કરી શકાય નહી કે વિદેશી એજન્સીઓને ભારત અંગે પુરતી માહીતી નથી!

સ્વિકારો કે ન સ્વિકારો ભુખમરો, કુપોષણ, અજ્ઞાનતા આ બધા શબ્દો આજ ભારતની ધરતીના છે. અનિચ્છાએ પણ એ સ્વિકારવુ પડશે કે દેશના તમામ લોકોને જ્યાં સુધી બે ટક ભરપેટ ભોજન નહી મળે, સ્વાસ્થ્ય અને શિક્ષણ સહીતની મુળભુત સુવિધાઓ નહી મળે ત્યાં સુધી ભારત વૈશ્વિક તાકાત પણ બની શકવાનુ નથી. સત્ય તો એ પણ છે કે આજે સરકારની તમામ નિતીઓ સમાજના એક બહુ નાન વર્ગના હીતોને ધ્યાનમાં આખીને બની રહી છે. આ વર્ગ ઉત્તરોત્તર પ્રગતી કરી રહ્યો છે. જેને જોઈને આપણે ભારત દેશ પ્રગતી કરી રહ્યો હોવાના ભ્રમમાં રાચી રહ્યા છીએ. સત્તાધારી પક્ષ સમાજના સમૃદ્ધ વર્ગનો ભભકો દેખાડીને દુનિયામાં ભારતના વિકાસનો ઢોલ વગાડતો ફરશે. પરંતુ જ્યાં ગરીબી અને અવિકાસનો અંધકાર પથરાયેલો છે તેનુ કોઈ નામ લેનાર પણ નથી.

સરકાર ગરીબી નાબુદી માટે અનેક કાર્યક્રમો ચલાવે છે. આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય ગરીબોને કોઈપણ રીતે જીવતા રાખવાનો હોય તેવુ લાગી રહ્યુ છે. અહીં એ કહેવુ થોડુ કઠોર પણ યથાર્થ છે કે આજ દિવસ સુધી એક પણ સરકારે ગરિબોના સર્વાંગી વિકાસ માટે યોજના બનાવી જ નથી. દેશના ગરીબોનો રોજગારી મળે, તેમનો સર્વાંગી વિકાસ થાય તેવો પ્રયત્ન થયા જ નથી, એટલુ ઓછુ હતુ તેમ હવે સરકાર ગરીબો જીવતા રાખવાના કાર્યક્રમોનુ બજેટ પણ ઘટાડી રહી છે. સાર્વજનીક સસ્તા અનાજની સિસ્ટમનુ જ ઉદાહરણ લઈ લો, કહેવા માટે તો આ સિસ્ટમ ગરીબોને રાહતદરે અનાજ આપવા માટે બનાવવામાં આવી છે. પરંતુ આજે દેશમાં લગભગ બે કરોડથી વધુ નકલી રાશન કાર્ડ કાર્યરત છે. જેની મદદથી રાહતદરનુ અનાજ ગરીબ જરૂરીયાતમંદ લોકો સુધી પહોચાડવાની જગ્યાએ બારોબાર બજારમાં બેચી દેવામાં આવે છે. આ અનાજની બેરોકટોક કાળાબજારી થાય છે. મનરેગા યોજનામાં પણ ભ્રષ્ટાચારના અહેવાલો સામે આવે છે. ત્યારે સરકારે પોતાની સફળતાના ઢોલ વગાડી ભારતને વૈશ્વિક શક્તિ બનાવવા કરતા પહેલા મુળભુત જરૂરીયાતો તરફ ધ્યાન આપવુ જોઈએ.

%d bloggers like this: