મન મારુ કે સાવકુ? કેવી રમત રમે છે.
અન્ધારપટ રુદયનો અન્તર થી પણ રડે છે.
ભેકર ખન્ડેરોમા થોડા દિપક જળેછે.
આ વાટ રૂની છે કે મારી આન્તરડી બળે છે.
ઊડતી ડમરીઓ ધૂળની ગગનમા જઈ ઝૂરે છે.
શમણા પલકના ભારથી આસુમા જઈ ડુબે છે.
હૈયામા હામ રાખતા ધબકારા પણ ડરે છે.
આ આશા છે કે ઝન્ખના, સુખના બીબે ઢળે છે.
હરખ ભરેલી યાદ તો તસ્વીર થઈ નડે છે.
આળસ વિનાના શૂળ દલડે ખૂપતા જડૅ છે.
હાશ હોઠે આવતા આન્ટી જીભે વળે છે.
આ રોગ ઝામરનો કે અન્ખે વેદના ઝરે છે.
– મહેશ ચૌધરી
Advertisements
Leave a Reply