Feeds:
Posts
Comments

Archive for July, 2010

મુલાકાત શક્ય થઈ શકી જ નહી ક્યારેય.

જેને ચાહ્યું એ મળી શક્યું જ નહી ક્યારેય.


એને પણ કંઈક સંવેદના હતી પહેલાં,

પછી શું થયું કહી શકી જ નહી ક્યરેય.


જેને ભરોસે હું મંજિલ શોધવા નીકળ્યો,

રસ્તામાં એ મને મળ્યા જ નહી ક્યારેય.


હું એને સમજતો રહ્યો પળે પળ પણ,

એ મને સમજી જ શકી નહી ક્યારેય.


મોતની જે ઈચ્છા  હવે સતાવે છે મને,

જિંદગી પર ભરોસો રાખુ જ ન્હી ક્યારેય.

– મહેશ ચૌધરી

Advertisements

Read Full Post »

કેટલુ બોલીએ આપણે માણસો.
ભેદ ના ખોલીએ આપણે માણસો.

એ જુનાં ને કટાયેલ એ કાટલે,
ફૂલડા તોદીએ આપણે માણસો.

જ્યાં લગી પગતળે રેલો આવે નહી,
બેખબર ડોલીએ આપને માણસો.

ક્યાંક સંબધને ભાળીને બાજુમાં,
કાગ થૈ ડોલીએ આપને માણસો.

હાથ દાણોય નાઆવે છતાં ઠાઠથી,
ફોતરા ફોલીએ આપણે માણસો.

આપણા હોઠ જે જળ ન પામી શકે,
ધૂળમાં ઢોળીએ આપણે માણસો.
– મહેશ ચૌધરી.

Read Full Post »

કદી માર્ગમાં આંતરે જિંદગી છે.
અને માનવી થરથરે જિંદગી છે.

પદાવી પદાવીને દમ કાઢી નાખે,
અને પાછી અંચઈ કરે; જિંદગી છે.

કરે સ્મિતની ક્યાંક ખેરાત થોડી,
પછી ચેન સઘળુ હરે; જિંદગી છે.

ગને ત્યારે ‘તલાક’ દઈદે તમને,
કરો શુ? આખરે જિંદગી છે.

મનસ્વી તો ઍવી કે વાતજ ન પૂછો,
ડુબાડી દો તળિયે તોય તરે જિંદગી છે.

બને, જિંદગી પર ચડે ચીડ ઝાઝી,
રખે ફેકી દેતા, અરે જિંદગી છે.
– મહેશ ચૌધરી

Read Full Post »

વર્ષામાં ભીજેલા નીતરતા દેહમાં જોબન તો કોરુ ને કોરુ.
અંધારી રાતડીમાં મિલનન કાંઠડે અજવાળુ તો ઓરુ ને ઓરુ.

પ્રિતડીના પ્યાલામાં બોળેલી ચાંચ તોય પંખીડુ તો તરસ્યુ ને તરસ્યુ.
બંધનમાં બાંધેલા હેત તણા પોટલામાં હૈયુ તો હરખ્યુ ને હરખ્યુ.

પૂનમની રાતડી ને મારી નીંદરડીમાં શમણુ તો તારુ ને તારુ.
યોગ કે વિયોગમાં નીતરતાં નયનોમાં આસુ તો ખારુ ને ખારુ.

વણ ર્સ્પસ્યા તારા આ લીલુડા વિસ્તારમાં જોબનતો ગોરુ ને ગોરુ.
વર્ષામાં ભીજેલા નીતરતા તરુવરમાં ફુલડું તો કોરુ ને કોરુ.
– મહેશ ચૌધરી

Read Full Post »

વરસ્યા ગગનમાંથી જળ ખારાંને ખારાં.

છુટ્યા સંગાથો ને ખૂટ્યા દિલના સહારા.


મઝથારે કરી બંધ છળની રમત પણ,

ડુબેલાને આસરો દેતા નથી આ કિનારા.


વેચાય છે હજુ એના ઘરની સામે વફાઓ,

ભરય છે, આંખોને છલકાય છે, મદિરા.


આ મહેકતુ સ્મિત, લાચાર નયન અને નિર્દય જિંદગી,

આવે છે એની યાદ ને સંભળાય છે ભણકારા.


વાટજોવુ છુ, હજીયે એની ને વગોળ્યા કરુ શુ શબ્દ,

ચાહત હતી જિંદગીની ને પડ્યા છે મોતથી પનારા.

– મહેશ ચૌધરી

Read Full Post »

– મહેશ ચૌધરી,પાટણ

મગજમાં ઈડ, ઈગો અને સુપર ઈગો નો અબોધ સંઘર્ષ થયા કરે છે. આ સંઘર્ષનુ સૌથી મોટુ ઉદાહરણ એ સ્વપ્નની પ્રકિયા છે. સ્વપ્ન એ ઊંઘનોજ એક પ્રકાર છે. પરંતુ તેમાં વાસ્તવિક જગતનો અસ્વિકાર કરવામાં આવે છે. વ્યક્તિ આડી પડીને જેમ જેમ વાસ્તવિક જગતના ઉદ્દિપકોથી વિમુખ બનતી જાય છે. તેમ તેમ તેના ઉપર ઊંઘનો પ્રભાવ વથતો જાય છે. જાગ્રત મનનુ નિયંત્રણ અને કાબુ ધિમે ધિમે ઘટતો જાય છે. જાગ્રત મનનુ મુળભુત પ્રવૂતિઓ તરફથી વ્યક્તિની પીછેહઠ થાય છે. અને સ્વપ્ન રૂપે અબોધ સ્તના વિચારોને સપાટી ઉપર પ્રભાવ વધારવા માટે ખુલ્લુ મેદાન મળે છે.


સ્વપ્નએ ઊંઘ દરમ્યાન અસર કરતાં બાહ્ય કે આંતરિક પરિબળો પ્રત્યેની પ્રતિક્રિયા છે. સામાન્ય રૈતે કહીએ તો સ્વપ્ન એ બીજી મનોવિક્રુતીઓની જેમ વિચિત્રતાઓ, મતિભ્રમોથી ભરપુર વિકૂતિ છે. ફ્રોઈડ જણાવે છે કે.. ” સ્વપ્ન એ વાસનાપૂર્તિ છે. અબોધ મન તરફ જવા, સમજવા માટેનો રાજમાર્ગ છે.” સ્વપ્નની આંતરિક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાને સમજાવતા ફ્રોઈડ નોધે છે કે.. ”દમન થય્ર્લ વાસનાઓ, અબોધ અહમની વુતિઓ જાગ્રત સ્તર ઉપર આવવા માટે ફાફા મારે છે. તેની સામે જાગ્રત અવસ્થાનો ચોકીદાર અહમ(ઈગો) તેનો પ્રતિકાર કરે છે. તેથી તે જાગ્રત માનશ ઉપર આવી શક્તી નથી. પરંતુ ઊંઘની અવસ્થામાં અહમતો ઊંઘને જાળવવાનુ કામ કરે છે. ત્યારે બોધ સ્તરમાં પ્રવેશ મેળવવા માગતી કામનાઓ સ્વપ્નના રૂપમાં પ્રગટ થાય છે.

ફ્રોઈડ જણાવે છે કે.. ” દમન કરેલ વૂતીઓનુ સ્વરુપ મોટાભાગે જાતીય પ્રકારનુ હોય છે. જાગ્રત જીવનમાં મનની પ્રકીયા પ્રત્યક્ષીકરણથી વર્તન કરવાની હોય છે. પરંતુ ઊંઘમાં આ પ્રકીયા જુદી હોય છે. ઊંઘમાં જે કંઈ આંતરીક કે બાહ્ય સંવેદનો થાય છે. તે ચોકીદાર ઉપરી અહમ(સુપર ઈગો) ને છેતરીને છુપાવેશે રજુ થાય છે. અથવા મતિભ્રમોના રૂપમાં પ્રગટ થાય છે. તેથી માનસિક વિકૂતીઓને સમજવા સ્વપ્નનુ અર્થઘટન કરવુ જોઈએ.” બીજી બાજુ અબોધ તત્વને વાસ્તવિક જગત સાથે સંબધ નથી. તે અબોધ હોવાથી તેને ક્રમનુ ભાન હોતુ નથી. તેથી ભવિષ્ય વિશે કરેલ કલ્પનાઓ કે ભુતકાળમાં થયેલ અનુભવો બંને સ્વપ્નમાં વર્તમાનમાં બનતી ઘટનાના સ્વરૂપમાંજ પ્રગટ થાય છે. અબોધ મન પરસ્પર વિરોધી વિચારો વચ્ચએની અસંગતતાને પણ પારખી શકતુ નથી. પરીણામે એકજ પ્રતિક કેટલીકવાઋઅ એક વિચાર અને વિરોધી બંનેને રજુ કરતુ હોય છે.

સામાન્ય રીતે સ્વપ્નો એ ઈચ્છાપુર્તિનુ માધ્યમ હોય છે. પરંતુ બધાજ સ્વપ્નો ઈચ્છાપૂર્તિ હોતા નથી. કેટલાક સ્વપ્નો અસુખજનક, ભયજનક કે ડરામણાં હોય છે. કેટલાક સ્વપ્નોમાં તીવ્ર સંઘર્ષ પણ પ્રગટ થાય છે. જે સ્વપ્નોમાં અજ્ઞાત વાસનાઓનો સંતોષ મળે છે. એ પરિસ્થિતી જાગ્રત અહમને પડકારરૂપ લાગે છે. પરંતુ આ સ્વપ્નોની અબોધ માગણીઓ એટલી બધી આક્રમક હોય છે કે તેને હડસીલી કાઢવાનુ પરવડે તેમ હોતુ નથી. પરિણામે આવાં સ્વપ્ન આવે ત્યારે અહમ ડરી જાય છે. અને વ્યક્તિની ઊંઘ ચાલી જાય છે.

ફ્રોઈડ જણાવે છે કે… ” અન્ય મનોવ્યપારોની જેમ સ્વપ્ન પણ કારણકાર્યની નિયતીને અનુસરે છે. સ્વપ્ન ગમેતેટલું અર્થહીન, અબૌધિક લાગે, છતાં તેની પાછળ અબોધ પ્રેરકો, હેતુઓ રહેલા છે. અબોધ મન તેના ડુચાઓ અને ટુકડાઓ વડે સ્વપ્નને અર્થહિનતાને પુરી દે છે. પરિણામે સ્વપ્ન તેની અસંગતતા અને અર્થ્હિનતાનો દેખાવ ગુમાવે છે. અને અર્થમય અનુભવનું સ્વરૂપ ધારણ કરે છે.”

સ્વપ્નને સમજવા માટે તેના પ્રતિકોને પહેલા સમજવા પડે. આ પ્રતિકો સામાન્ય રીતે ચિત્ર સ્વરૂપે હોય છે. કારણ કે અબોધ વાસનાઓ તેમના નગ્ન અને સત્ય સ્વરૂપે પ્રગટ થાયતો અહમને આઘાત લાગે છે. તેથી આ અબોધ વૂતિઓ પ્રતિકો સ્વરૂપે પ્રગટ થાય છે. આ પ્રતિકોનો અર્થ વ્યક્તિગત કરતા સામાજિક અને સાંસ્કૂતિક વધુ હોય છે. સ્ત્રી, પુરુષ, માતા- પિતા, ભાંડુઓ, સ્ત્રી-પુરુષના જાતિય અવયવો, સંભોગ, જન્મ-મૂત્યુ, સર્જન-વિનાશ વગેરે ક્રિયાઓ જુદાં જુદાં પ્રતિકો સ્વરૂપે સ્વપ્નમાં કેવી રીતે રજૂ થાય છે. તે ફ્રોઈડે વિગતવાર સમજાવ્યુ છે. સ્વપ્નના અર્થઘટન માટે આ પ્રતિકોને સમજવા જરૂરી છે.

સંર્દભ- મનોવિજ્ઞાનના સંપ્રદાયો અને સિધ્ધાંતો.

Read Full Post »

બની વિહંગ આકાશમાંઊડવાની એક આશા હતી.
બની પતંગીયુ બાગને ચુમવાની એક આશા હતી.

દઃખી વ્યક્તિઓના બની આસુ લાગણી સુધી જવુ,
બની ચકોર ચાંદને પામવાની એક આશા હતી.

બની મૂગ કસ્તૂરી શોધવા નીકળી જવુ,
બની રણ ઝાંઝવુ સ્પર્શવાની એક આશા હતી.

આ જગતની સર્વ વાસ્તવિક્તાઓને જીરવી જવુ.
અંતે પરમાત્મા સુધી પહોચવાની એક આશા હતી.
– મહેશ ચૌધરી

Read Full Post »

Older Posts »

%d bloggers like this: