તુંજ છો, હા તુંજ બસ આધાર તું.
મુજ હઠીલી વ્યાધિનો ઉપચાર તું.
ગડમથલમાં ગૂંચવાતી ગઈ કથા,
લે, હવે સમજાવ એનો સાર તું.
શ્લેથ પડેલા અધમઆ અસ્તિત્વમાં,
આવ, ફુંકી જા નવો સંચાર તું.
કેટલા અણમોલ દીધા શ્વાસ તે,
તેમને તારી રીતે શણગાર તું.
તું ચાહે તો થઈ શકે તુંબર એ,
તાર બાંધીને તુંબડાને તાર તું.
ગાઢ ધુમ્મસ, ને દિશાઓ ધુંધળી,
નાખ ખોલી તેજના તવ દ્વાર તું.
– મહેશ ચૌધરી
Advertisements
Leave a Reply