Feeds:
Posts
Comments

Archive for January, 2011

-મહેશ ચૌધરી, પાટણ

સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે ,
ઝંખતી કાવ્યને સત્યને, સૃષ્ટિ આ આપને નમે.

તેમનો મંત્ર હતો મૌન. એમની ભાષા હતી સત્ય. તેમનુ કાર્ય હતું અહીંસા. બ્રિટિશરો સાથેની મંત્રણા ચાલતી ત્યારે એમની મંત્ર શક્તિ કાર્ય કરતી હતી. મંત્રણાના ખંડમાં જ્યારે તેઓ દાખલ થતાં ત્યારે એક અજીબ શક્તિનું  વાતાવરણ સર્જાઈ રહેતું. બ્રિટિશરોને એમની અડગ શક્તિના દર્શન થતાં. મહાઆશ્ચર્ય પણ થતું. સ્તબ્ધ બની જતા. એક વિરાટ દેશનો નેતા માત્ર મુઠીભર હાડકાનો માનવી હતો. પણ તે એક સલ્તનતને પડકાર ફેંકવાની શક્તિ ધરાવતો. તેના શરીર પર સૂટ-બૂટ-કોટ હોય,તેના બદલે માત્ર એક ધોતિયું પહેરેલું જોવા મળતું. એમણે કદી હાર માની ન હતી. તે હતા સહસ્ત્રાબ્દિનો સૌથી મહાન ને એકમાત્ર અહિંસાના પુજારી મહાત્મા ગાંધી. મહાવીર ને બુદ્ધને કોઈની સામે લડવાનું ન હતું. પણ ગાંધીજી એક સત્તા સામે ઝઝૂમ્યા – લાઠીમાર ને ગોળીબારની પરવા ન કરનાર – ને છતાં મુંગે મોઢે અહિંસક બનીને તેનો સામનો કરતા. એક સૈનિક તો તેની પાસેના શસ્ત્રથી દુશ્મનનો સામનો કરી શકે છે. પણ ગાંધીજી નિઃશસ્ત્ર બનીને સામનો કરનાર એક મહાન યોધ્ધા હતા. એમના આમ યુધ્ધને કારણે જગતના કરોડો મનુષ્યોના અંતરમાં અહિંસાની જ્યોત ફેલાતી. લોકો વિચારમાં ડૂબી જતા. એ ગાંધીજી સાચે જ કોણ હતા? મોહન કે મહાત્મા? આ મહાત્માએ ૧૯૪૭ દેશને આઝાદી અપાવી. દેશના ભલા માટે અને સમગ્ર માનવજાત માટે પોતાના જીવન દ્વારા અમૂલ્ય પદાર્થપાઠ આપી ૧૯૪૮ના જાન્યુઆરી મહીનાની ૩૦મી તારીખે નથુરામ ગોડસેની ગોળીથી દિલ્હીમાં પ્રાર્થનાસભામાં ‘હે રામ…’ કહી દેહ છોડ્યો… ત્યારે કરૉડો ભારત વાસીઓના મુખમાંથી અનાયાસેજ શબ્દો નિકળી ગયા હતા કે ” પહેલી રે ગોળી ગાંધી બાપુને વાગતા, નિકળી ગયા બાપલા કેરા પ્રાણ રે.. ગાંધીજી બાપુ તમને રે મરણ ક્યાંથી આવીયા….

Advertisements

Read Full Post »

ક્યારેક સાસણના સિહં બની ગરજતું,
ક્યારેક પાટણની પ્રભુતા બની વરસતું,

ક્યારેક કચ્છની સંસ્કુતી બની ધબકતું,
ક્યારેક ડાંગના જંગલો બની ટહુકતું,

ક્યારેક અમદાવાદનો વિકાસ બની દોડતું,
ક્યારેક ગરવી ધરાનો ગૌરવ બની હસતું.

આ છે અમારુ ગુણવંતુ ગુજરાત
”જય જય ગરવી ગુજરાત”

Read Full Post »

– મહેશ ચૌધરી,પાટણ

થોડા દિવસથી દેશમાં બની રહેલ બનાવૉના કારણે હું આ વાત લખવા પ્રેરાયો છું. મારી આ વાત સાંભળીને ઘણા લોકોના પેટમાં ચુંક ઉપડવાની છે એય નક્કી છે.  પરંતુ અત્યારે દેશમાં ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે જે પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યુ છે, તે તમામ પ્રકારની મર્યાદાઓ વટાવી ગયુ છે.

કેટલાક લોકો માટે તમામ બાબતો ગૌણ છે. મોઘવારી,આતંકવાદ,નક્સલવાદ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ ગૌણ છે. અને ગુજરાતને ગાળો ભાંડવાનુ મહત્વનું છે. આ યાદીમાં કેન્દ્ર સરકારથી લઈ ભારતની નાની મોટી પાર્ટીઓના તમામ નેતાઓ સામેલ છે. કેટલીક વખત મને લાગે છે કે આ વાત માત્ર મોદી સરકાર પ્રત્યેના દ્રેશ પુરતી મર્યાદીત નથી, પરંતુ વાત દેસમાં વધી રહેલા  ગુજરાત પ્રત્યેના દ્રેશની છે.

આવા લોકોને માયાવતી યુ.પી.માં બિનસાંપ્ર્દાઈક્તાની વાતો કરે તો કોઈ વાંધો નથી. શિબુ સોરેન ઝારખંડમાં કાયદો અને વ્યવ્સ્થાની વાતો કરે તો કોઈ તકલીફ નહી થાય. પણ ગુજરાત પોતાની અસ્મિતાની વાત કઈ રીતે કરી શકે. બિનસાંપ્રદાઈક્તા કે કાયદો અને વ્યવસ્થાની વાત કઈ રીતે કરી શકે. આવી હિમ્મત ગુજરાતની. ખબર નથી ગુજરાતમાં માણસો નહી આઠ પગ વાળા એલીયન્સ વસે છે.

દેસમાં કોઈ વ્યક્તિ કાશ્મીરની મુલાકાત લઈ અલગતાવાદીઓ સાથે ફોટો ખેચાવે ત્યારે દેસના નેતાઓ તેને તાળીયોથી વધાવી લેશે, કોઈ વ્યક્તિ દેસ આખાને કનડગત કરનાર નક્સલવાદીઓની તરફેણ કરશે તો આજ નેતાઓ તેના પોખણા લેશે. પરંતુ એજ નેતાઓ ગુજરાતના મુખ્યમંત્રી સાથ્રે એક મંચ પર બેસતા કે ફોટો પડાવતા ખચકાટ અનુભવે છે, શું આ લોકોના મતે કાશ્મિરના અલગતાવાદી કે નક્સલવાદીઓ કરતા ગુજરાતના મુખ્યમંત્રી વધારે કોમવાદી છે.

આ દેસમાં ગુજરાત પ્રત્યે જે પ્રેકારનુ વલણ જોવા મળી રહ્યુ છે. તે જોતા તો એવુ લાગી રહ્યુ છે કે કાલે ઉઠીને દેસમાં એવી પણ ઝુંબેસ ચાલી શકે છે કે અમૂલનૂં માખણ ન ખાવુ,  યુવા પેઢીએ ડેનીમ ન પહેરવુ.  આ મુદ્દા પરથી યાદ આવ્યુ કે કાલે કોઈ કહેશે કે બાર જ્યોર્તિલીંગમાંથિ સોમનાથને બાદ કરીદો અને તેના બદલે આંધ્ર પ્રદેશ કે મહારાષ્ટ્રમાં નવુ જ્યોર્તિલીંગ બનાવો,  કારણ કે આ બધા રાજ્યો સેક્યુલર છે.

અડસઠ તિર્થની યાદીમાંથિ કારવણનુ નામ ચેકી નાખો,  ચાર ધામમાંથી દ્રારકાનુ નામ રદ કરો.  પંચ સરોવસમાંથી નારાયણ સરોવવરનુ નામ ઉડાવી દો.  નર્મદા અપવિત્ર નદી છે અને સરસ્વતીમાં સ્નાન કરવાથી મોક્ષ નથી મળતો કારણ કે તેમનુ વહેણ ગુજરાતમાંથી પસાર થાય છે.

ગિરનારનું કોઈ આધ્યાત્મીક મહત્વ નથી. દેવી સતીના રુદયનો ભાગ અંબાજીમાં નહોતૉ પડ્યો.  કાલ્પનીક અને ગપગોળા લાગતી આવી વાતો ભવિષ્યમાં સાચી ઠરી શકે છે. કારણ કે ગુજરાત પ્રત્યેના દ્રેષથી પ્રેરાઈને જે હરકતો રાષ્ટ્રીય સ્તરે થઈ રહી છે. એ તેની ચરમસીમા વટાવી ચુકી છે.  જો તેને અત્યારથી અટકાવામાં નહી આવે તો ગુજરાતે સ્વતંત્ર ભારતના એક ગુલામ રાજ્ય બનીને રહેવૂ પડશે. અને તે કમસે કમ મનેતો મંજુર નથીજ.

Read Full Post »

– મહેશ ચૌધરી,પાટણ

આજે દેસમાં એવુ વાતાવરણ ઊભુ કરવામાં આવી રહ્યુ છે કે ગુજરાત તરફી હોવુ એ મહાનગરના ઉચ્ચ વર્ગ અને પેજ-૩ પાર્ટીમાં લોકોને પછાત સાબીત કરે છે. એક જાણીતા અંગ્રેજી ભાષાના પત્રકારે ગુજરાતીઓને ઉદ્દેશીને કહ્યુ હતુ કે… ”ગુજરાતીઓ એવાતો કેટલા કોમવાદી છે, જે મોદીને આટલી બધી વખત ચુંટી શકે.”

કોઈને આવો બળાપો થાય તે સમજી સકાય છે. પરંતુ આજ લોકો એવા સમયે કેમ વેદના અનુભવતા નથી જ્યારે ઝારખંડમાં શિબુ સોરેન ચુંટાય છે. અને કાશ્મીરની પ્રજા અલગતાવાદી નેતા મહેબુબા મુફ્તીને ચુંટી કાઢે છે. ભ્રષ્ટાચારના અગણીત કેસો પછી જ્યલલીતા ચૂંટાઈ આવે છે. દેશના સૌથી મોટા રાજ્યમાં માયાવતી જેવા લોકો સત્તારૂઢ થાય છે. ત્યારે તેમના પેટનુ પાંણી પણ હાલતુ નથી. દેશના નાગરીકોનું આ વલણ એક સામાન્ય ગુજરાતી તરીકે મને બહું કઠે છે. અમારે કોને ચુંટવા, કોને નહી એ પણ આ લોકો નક્કી  કરશે. અમને દેશમાં કોઈ સ્વતંત્રતા નથી?

આવા દંભી લોકોને હવે ગુજરાતની વ્યાખ્યા સમજાવાનો સમય પાકી ગયો છે. આ લોકોને એ સમજાવુ પડસે કે કોમવાદ એટલે ગુજરાત નહીં, ગુજરાતમાં માત્ર કોમવાદ નથી. અહીં ઉત્તર ગુજરાતમાં સુર્યમંદિર અને રાણકી વાવ જેવા અદ્દભુત પ્રાચીન સ્થાપત્યો છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા અને સોમનાથ જેવા યાત્રા ધામો છે. સ્ફટીક જેવા મૂલ્યવાન બીચ, ગિરનાર જેવા રાષ્ટ્રીય અભ્યારણ, મેરીન નેશનલ પાર્ક અને તેની દુર્લભ મરિન લાઈફ છે.

મધ્ય ગુજરાત ડાયનાસોરના અવશેષો, હડપ્પીય સંસ્કૂતીના અવશેષો, સ્થાપત્યો, તિર્થો તથા સ્મારકોથી સર્મૂધ્ધ છે. કચ્છમાં સફેદ રણ, કાળો ડુંગર અને દુર્લભ કચ્છી સંસ્કૂતીની રેલમ-છેલ છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગનુ આંખ ઠારતુ સૌન્દર્ય છે. શુરપાણેશ્વરનાં જંગલો અને રતનમહાલનુ અભ્યારણ, કળાત્મક વાવ, પટોળા, અને ગરબા … અને કેટલુ બધું ગુજરાત એટલે આ બધું. શાસકો આવે અને જાય પણ ગુજરાતનો આ વૈભવ શાશ્વત છે. આ વારસો, આ અસ્મિતા એટલે ગુજરાત નહીં કે કોમવાદ એટલે ગુજરાત.. આ દેસના કહેવાતા બુધ્ધીજીવીઓ આ વાત સમજે તો સારુ નહીતો ગુજરાતીઓએ તેમને આ વાત સમજાવવી પડશે….

Read Full Post »

– મહેશ ચૌધરી, પાટણ

દેશમાં ગોધરા કાંડ અને ત્યાર બાદ થયેલા તોફાનોના આધારે ગુજરાત સાથે એવો વ્યવહાર થઈ રહ્યો છે કે જાણે કોઈ દુશ્મન દેશ હોય. તમે પાકિસ્તાન સાથે દોસ્તીની વાત કરૉતો તેની સામે દેશમાં કોઈને વાંધો નથી. પણ તમે ગુજરાતની તેની અસ્મિતાની વાત કરૉ તો દેશદ્રોહી બની જાવ છો. ત્યારે પ્રશ્ન એ થાય કે આ દેશનાં કહેવાતા મહાન બુધ્ધીજીવીઓના મતે ગુજરાત શું પાકિસ્તાન કરતા પણ બદતર છે? શું પાકિસ્તાનમાં ગુજરાતની સરખામણીએ માનવ અધીકારોની વધુ જાળવણી થાય છે? શું પાકિસ્તાન ગુજરાત કરત વધુ સેક્યુલર છે?

હદ થઈ ગઈ કોઈ પ્રજાની પ્રકૂતી માત્ર એક કોમી હુલ્લડ થકી માપી શકાતી નથી. અને જો માપી શકાતી હોય તો ૧૯૮૪ના શિખ વિરોધી રમખાણો બાદ દિલ્હીને અલગ રાષ્ટ્રનો દરજ્જૉ આપી દેવો જોતો હતો. અને આખા નહેરુ પરિવારને રાજકારણમાંથી દુર કરી દેવો જોઈએ. પછી ક્યારેય લાલ કિલ્લા પરથી ધ્વજવંદન ન થવુ જૉઈએ. પણ એવુ થયુ નથી. તો પછી ગુજરાત પાછળ હાથ ધોઈને આ લોકો કેમ પડ્યા છે.

ગોધરાકાંડ અને ત્યાર બાદ થયેલા હુલ્લડો કંઈ આ દેશના ઈતિહાસની આવી પ્રથમ ઘટના ન હતી. કોઈ એકલ દોકલ બનાવૉ પરથી આખી પ્રજાના માનસની ધારણા બાંધી લેવી એ દેશની એક્તા માટે જોખમી પ્રવૂતી છે. ગુજરાતને કોઈ પાસે બિનસાંપ્રદાઈક્તા શિખવાની જરૂર નથી. ગુજરાત તેનો અમલ સારી રીતે જાણે છે. બિનસાંપ્રદાઈક્તાજ ગુજરાતની લાઈફસ્ટાઈલ છે, કારણ કે શૂધ્ધ હિન્દુત્વની વ્યાખ્યા જ એ છે. એટલેજ મદ્રાસનું ચેન્નાઈ બની ગયુ, બોમ્બેનું મુંબઈ થઈ ગયુ. કલકતાનું કોલકતા થઈ ગયું, બેંગ્લોરનું મુંબઈ થઈ ગયુ, પણ અમદાવાદ હજુ કર્ણાવતી નથી બન્યું એ અમદાવાદ જ છે.

જે સોમનાથ પર મુસ્લીમ આક્રમણ ખોરોએ સાત-સાત વખત ધ્વંશ કર્યો એ જ વેરાવળમાં મુસ્લિમો આજે સુખચૈનથી રહે છે. સહસ્ત્રલિંગ તળાવના હજાર શિવલીંગનો અને રુદ્રમહાલના ૧૫૯૩ શિલ્પાકૂતિ સભર સ્તંભોના વિધ્વન્સ પછી પણ પાટણ અને સિધ્ધ્પુરમાં બેઉ કોમો શાંતિપીર્વક વસે છે. ગુજરાતમાં સરેરાસ મનુષ્ય શાંતિપ્રિય છે, અને પોતાના ધંધા-રોજગારમાં વધુ રસ છે. અને પિષ્ટાપોષણમાં એકદમ ઓછૉ.

આવા સ્વભાવના મિજાજની બાય પ્રોડક્ટ તરીકે તેને સમૂધ્ધી મળી છે. સુખ મળ્યુ છે, આ બધુ છે એટલે ગુજરાત સલામત છે. ગુજરાતનો માણસ નિર્ભક છે. નાના શહેરોથી લઈને મહાનગરૉમાં અર્ધી રાત્રે બહાર નિકળવામાં પણ જોખમ નથી. આ રાજ્ય ભારતનુ ગ્રોથ એન્જિન છે. પરતુ આ દુષ્ટો આ એન્જિનનેજ ગાળો ભાંડી રહ્યા છે. એમને એ ખ્યાક નથી કે તેવો જે ટ્રેનમાં સવાર છે, તેને ખેચે છે ગુજરાત. આ દેસના કહેવાતા બુધ્ધિજીવીઓ આ વાત સમજી ગુજરાત પ્રત્યેનો દ્રેસ બંધ કરે તે જરૂરી છે. નહીતો ગુજરાતને આવા લોકોની શાન ઠેકાણે લાવતા આવડે છે. પરંતુ ગુજરત નથી ઈચ્છતુ કે તેને એ માર્ગ અપનાવવા મજબુર કરવામાં આવે.

જય જય ગરવી ગુજરાત.

Read Full Post »

%d bloggers like this: