Feeds:
Posts
Comments

Archive for February, 2011

આજે વેલેન્ટાઈન ડે – પ્રેમને અભિવ્યક્ત કરવાનો દિવસ છે. પ્રેમમાં પડ્યા પછીની સૌથી મોટી મૂંઝવણ પ્રેમીની આગળ પ્રેમનો એકરાર કરવાની હોય છે. તેની મુક્તિ આજના દિવસે મળે. પરંતું દરિયાના મોજાં સનાતન કાળથી રેતીને પોતાના પ્રેમમાં નવડાવ્યા કરે છે. એણે કદી રેતીને એમ થોડું પૂછ્યું છે કે હું તને ભીંજવું કે કેમ ? પ્રેમ તો સહજ રીતે થઈ જાય છે. તેમ છતાં પ્રમનો આ દિવસ ઉજવાય છે. કારણ પ્રેમ એક એવુ રસાયણ છે જેના વગર માણસનું જીવન કબ્રસ્તાન જેવુ વેરાન બની જાય છે. અને આ વેરાન જીવનમાં ગુલાબ ઉગાડવાતો લોકો પ્રેમનો સહારો લે છે. આમ તો સ્નેહ ઓછો નથી કોઈનો પણ, છતાં એક જણ ખાસ લાગે છે. અને આ ખાસ લાગવાની લાગણી એટલે પ્રેમ.. આ ઉપરાંત ” પ્રેમ એટલે કે,સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પળાય એવો કાયદો…

પ્રેમ એટલે કે,કોઈના ગાલોના ખાડામાં ડૂબી જતા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો

પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો…

પ્રેમ એટલે કે…સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.

અને આ વાયદૉ પાળવાનો દિવસ એટલે વેલેન્ટાઈન ડે

Read Full Post »

Read Full Post »

એ માટીની મહેક, એ વતની ખુસબુ યાદ આવે છે.
એ મોરલીની ચા, એ જુના ગંજના પકૉડ યાદ આવે છે.
એ દોસીવટની ગલીઓ ફરવુ, એ બસ સ્ટેન્ડની ભીડ દોડવું,
સ્વપ્નમાં પણ દેવડાનો સ્વાદ, પટોળા ભાત યાદ આવે છે.
એ ઐતિયાસીક કિલ્લા પર ગઢની રક્ષા કરવા ની રમત રમતું
એ ધુળમાં ખોવાયેલ મારુ બાળપણ આજે મને આદ આવે છે.
મને યાદ આવે છે મારા વતનની એ દરેક વાત
કે લાગે છે આજ મને મારુ પાટણ બોલાવે છે.
-મહેશ ચૌધરી

Read Full Post »

%d bloggers like this: