Feeds:
Posts
Comments

Archive for July, 2011

-મહેશ ચૌધરી
તાઃ ૨૭/૦૭/૨૦૧૧ (બુધવાર)

—>ગુજરાતમાં કોનો વિકાસ થઈ રહ્યો છે. ગુજરાતનો કે ગુજરાતીઓનો કે પછી ઉધોગ પતિઓનો?

—>ગુજરાતમાં વિકાસનો પવન ફુંકાઈ રહ્યો હોવાના હવા ફેલાવવામાં આવી રહી છે. અને વાઈબ્રેન્ટ ગુજરાતનાં નામે કરોડઓ રૂપિયાના એમ.ઓ.યુ. થતા હોવાના દાવાથઈ રહ્યા છે. ત્યારે તમે આ વાત જાણીને આચ્ચર્ય ચકીત થઈ જશૉ કે આપણાજ ગુજરાતમાંજ એક એવુ પણ ગામ છે કે જેને વિકાશ તો વળિ કઈ બલાનું નામ છે તેજ ખબર નથી. તેમનાં માટે તો ૧૮મી સદીનું જીવન નવુ ભવિષ્ય બની રહ્યું છે

                    આઝાદીના સાત દાયકા વિતવા છતાં દાંતા તાલુકાનું ઘુંણીયાફળી ગામ આજે પણ જાણે અઢારમી સદીમાં જીવી રહ્યું છે. દાંતાથી અંબાજી હાઇવે માર્ગ નજીક દુર્ગમ ડુંગરોની ગોદમાં પ૦૦ થી વધુ અબાલ-વૃદ્ધો જાણે અંધારીયા ખંડમાં જીવન વ્યતિત કરી રહ્યા હોય તેવી હકીકત પ્રકાશમાં આવી છે. પીપળાવાળી વાવ નજીક દુર્ગમ જંગલ વિસ્તારમાં આવેલા ઘુંણીયાફળી કે જ્યાં જવા માટે કાચો કે પાકો માર્ગ પણ નથી. મુખ્ય હાઇવે માર્ગથી જંગલ વિસ્તારમાં વસેલું ગામ ત્રણથી ચાર કિ.મી. દૂર આવેલું છે. જ્યાં કાળી માટી ધરાવતા વિસ્તારમાં પગદંડી દ્વારા પહોંચવું પણ અઘરૂ છે. વીજળીની સુવિધા જેને લઇ ગામમાં વસતા પાંચસોથી પણ વધુ રહેવાસીઓ ભારે યાતના ભોગવી રહ્યા છે.

                    ત્રણ શિક્ષકો પણ દુર્ગમ માર્ગ પસાર કરી ૧ થી પ માં અભ્યાસ કરતા ૧૦૦ થી પણ વધુ ભૂલકાંઓનું ભાવી ઉજજવળ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. પણ ભૂલકાંઓની કમનસીબી પણ એજ રહી છે કે આ તમામ ભૂલકાંઓને એક છત નીચે બેસવા પાકું મકાન કે ઓરડો પણ નથી. જેથી હાલમાં ગામના જ એક પરોપકારી વિરમાભાઇના કાચા ખોરડામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

                   પ્રજાજનોની વેદના આટલેથી નથી અટકતી પણ ગામના ૬પ વર્ષિય ભારમાભાઇ ભીખાભાઇ ખોખરીયાએ ભારે નિરાશા વદને ઉમેર્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે કોઇક માણસ અહિ દેખા દે છે પછી તો… ? ગામમાં પીવાના પાણી માટે હેન્ડપંપ કે રાત્રે ઉજાસ માટે વીજળી પણ નથી. તો વળી મુખ્યમાર્ગ સુધી પહોંચવા રસ્તો પણ ન હોવાને કારણે માંદગીના ટાણે દર્દીને કપડાંની ઝોળીમાં ઉપાડી દવાખાના સુધી જવું પડે છે. કેટલાક સંજોગોમાં તો માર્ગ વચ્ચે જ બિમાર વ્યક્તિ ભગવાનને શરણ થઇ જાય તેવી આપત્તિ સર્જાય છે.

                    આ વાસ્તવિક્તા જોઈને મનમાં સવાલ થાય છે કે ગુજરાતમાં કોનો વિકાસ થઈ રહ્યો છે. ગુજરાતનો કે ગુજરાતીઓનો કે પછી ઉધોગ પતિઓનો? અને આ વિકાશ કોનાં ભોગે છે? જો ગુજરાતને પ્રેમ કરતા હોયતો જવાબ જરૂર આપજો

Advertisements

Read Full Post »

   -મહેશ ચૌધરી
  તાઃ ૨૬/૦૭/૨૦૧૧ (મંગળવાર)

—>કરમની કઠીણાઈ, ૯૦ વિર્ષની જેફ વયે ત્રણ પુત્રોની માતા વુધ્ધાશ્રમમાં

                  પોતે ભીનામા સૂઇને બાળકને સૂકામાં સુવાડીને પ્રેમ અને હૂંફથી સંસ્કારોનુ સિંચન કરનારી મા જ્યારે બાળકોથી તરછોડાય ત્યારે તેના જીવન અને હદયમાં થતી ઉથલપાથલ ભારે દુ:ખદાયી હોય છે. આવી જ હાલતમાં એક દુ:ખિયારી માને ત્રણ પુત્રોએ તરછોડતાં આજે તેને મહેસાણાના સ્નેહકુટિર વૃધ્ધાશ્રમમાં જીવનનો અંતિમ પડાવ વિતાવવાનો વારો આવ્યો છે.

             એકતરફ જીવનની ઢળતી સાંજે પુત્રોએ તરછોડ્યાની વેદના કોરી ખાતી હતી તો બીજીતરફ એ જ દિકરા શું કરતા હશે તેની ચિંતા મનમાં ચિતાની જેમ સળગતી હતી… મમતાની વ્યાખ્યા કેમ કોઇ બાંધી શક્યું નથી તેનું જ્ઞાન મને આ વૃદ્ધાના મૌનમાં છલકાતા હેત અને એ હેતમાં છેક ક્યાંય દબાઇ ગયેલી પુત્રોએ તરછોડ્યાની વેદનાએ આપ્યું… ધન્ય છે ગરવી ભુમીની આ જાજરમાન જનેતાને..

            ‘કુખમાં ત્રણ પુત્રોનો ભાર ખમી શકી પરંતુ આજે ૯૦ વર્ષની વૃધ્ધાવસ્થામાં ત્રણ બાળકો ભેગા મળીને મારો ભાર ખમવામા અશકત છે…’’ ચહેરા પર પડેલી કરચલીઓમાં અને ઉંડી ઉતરી ગયેલી આંખોમાં દર્દ છુપાવવા મથતાં એ વૃદ્ધાને આટલું બોલતાં બોલતાં ગળે ડૂમો બાઝી ગયો. ડૂમો ખાળવામાં માંડ સફળ થયાં ત્યાં પાતાળકૂવાની જેમ ઉંડી ઉતરી ગયેલી આંખોમાંથી છલકાયેલાં આંસુએ છેવટે જાણે સાગર પર બાંધેલો બંધ તોડ્યો…

             બાવીસ વર્ષ અગાઉ દરજી કામ કરતા પતિના મૃત્યુ બાદ તેમના વ્યવસાયને આગળ ધપાવીને રાત-દિવસ કામ કરીને ચાર પુત્રો અને પુત્રીને આર્થિક સંકડામણ સમયે પણ તમામ જરુરીયાતો પુરી કરનાર પાટણના રણુંજ ગામના કાંતાબા દરજીએ સમાજના રીતરિવાજ મુજબ તમામ બાળકોને પરણાવવા સહિતના પ્રસંગો પૂર્ણ કરીને પાછળનું જીવન બાળકો સાથે શાંતિથી વિતાવવાનો નિર્ણય કર્યો હતો.

જો કે, વિધિના વિધાનમાં કંઇક જુદું જ લખાયેલું હતું. મુંબઇમાં પુત્ર સાથે રહેતાં ૯૦ વર્ષનાં કાંતાબાના પુત્રનું અવસાન થતાં તેઓની પુત્રવધૂએ તેમના પર ઘરકામ સહિતના મામલે ઝઘડા કરીને માર મારવાનુ શરૂ કર્યું હતું. પુત્રવધૂનો ત્રાસ મુંગા મોંઢે સહન કરનારા આ વૃધ્ધાને બે દિવસ અગાઉ તેમની પુત્રવધુએ ઘરેથી કાઢી મુક્તાં તેમની હાલત દયનીય બની જવા પામી હતી.

                 મહેસાણા આવી પહોંચેલાં વૃદ્ધા હાલમાં સ્નેહકુટિર વૃધ્ધાશ્રમને પોતાનો આખરી પડાવ બનાવી ચુક્યા છે. કાંતાબાના શબ્દોમાં કહીએ તો માંડ અશકત શરીરનો બોજ ઉઠાવું છું ત્યાં જ પુત્રોએ તરછોડાતાં જીવન હવે નકૉગાર થઇ ગયું છે.

Read Full Post »

તાઃ ૨૨-૦૭-૨૦૧૧ (શુક્ર્વાર)

-મહેશ ચૌધરી

–> ભોજન કેન્દ્રો પાસે મકાનો નહીં હોવાથી ખૂલ્લામાં પતરાંનાં શેડ નીચે બનાવાતું ભોજન

–> આપણા દેશમાં મોટા ઉપાડે ગરીબ બાળકો માટે મધ્યાહન ભોજન યોજનાં અમલમાં મુકવામાં આવી છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આ મધ્યાહન ભોજન કેન્દ્રો પર ભોજન મેળવતા નાનાં ભુલકાઓ ખોરાક કરતાં વધુ ધુળ પણ ફાંકતા હોય છે. પાટણ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ચાલતાં ૧૦૪ મધ્યાહન ભોજન કેન્દ્રો પાસે મકાનો નથી. આ કેન્દ્રોમાં માત્ર પતરાનાં જૂના શેડ નીચે બાળકોને જમવા માટેનું ભોજન બનાવવામાં આવે છે. જ્યારે વરસાદમાં અને ધૂળની ડમરીઓ ઉડતી હોય ત્યારે બાળકોના ખોરાકમાં સ્વચ્છતા જાળવવી સંચાલકો માટે ખૂબ કઠીન બને છે. બાળકોને અન્ન સાથે ધૂળ પણ ફાકવી પડે તેવી સ્થિતિ હોઇ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઇ રહ્યાં છે.

Read Full Post »

તાઃ ૨૧/૭/૨૦૧૧(ગુરુવાર)

-મહેશ ચૌધરી

—>  સામાન્ય રીતે પેરાલિસિસનો અટેક આવે એટલે દર્દીને સીધુ આઇસીયુમાં એડમીટ કરી દેવાય છે ત્યારે ઊંઝાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલની ટીમે પેરાલિસિસના ગંભિર એટેકનો ભોગ બનેલ ૭૫ વર્ષીય મહિલાની સફળ સારવાર કરીને આયુર્વેદનું મહત્વ સાબિત કર્યું છે. સ્નેહપાન અને શિરોધારા સહિતની આયુર્વેદિક સારવાર દ્વારા આ મહિલાના પેરાલિસિસમાં ૬૦ ટકા રિકવરી જોવા મળી છે. ત્યારે ફરીએક વાર જ્યાં મેડીકલ સાયન્સની હાર થઈ છે. ત્યાં જીવનનો તારણ હાર બની આર્યુવેદે જીવનને ઉગાર્યુ છે.

Read Full Post »

જામી મોસમની રંગત...મોરલીયાને હૈયે મેહુલીયો ટહુક્યો..  લાંબી રાહ જોવરાવ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં મેઘરાજાએ ધીમી ધાંગે મીઠી ધારાનાં અમી વરસાવ્યા છે. ખેડુતોની સાથે સાથે રાજયનો દરેક નાગરીકનાં હૈયામાં હરખ હમાતો નથી. તેમાંય યુવા હૈયાઓમાં તો જાણે મોરલીયો ટહુકી રહ્યો છે. તો વિરહીયો માટે તો આ સમય જાન લેવા વસમો યોગ બની રહ્યો છે. રાજ્ય ભરમાં અષાઢી ચોમાસુ જામ્યુ છે. ત્યારે આ માદક વાતાવરણથી મનુષ્યતો ઠીક પશુ પક્ષીઓ પણ બચી શક્યા નથી. તેમાંય  ખાસ કરીને આપણા રાષ્ટ્રીય પક્ષી મોરની કળાતો સોળે કળાએ ખીલી ઉઠી છે. અને તે પોતાની સર્વોત્તમ કલાનાં કામણ પાથરી મોસમની મજા માણી રહ્યો છે. ત્યારે મોરલીયાનાં હૈયે મેહુલીયો કળા બનીને ટહુકી રહ્યો હોય તેવી અનુભુતી થઈ રહી છે.

Read Full Post »

%d bloggers like this: