Feeds:
Posts
Comments

Archive for August, 2011

 

 

– મહેશ ચૌધરી ,પાટણ

પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રી વિષ્ણુના  આઠમા અવતાર ગણાતા લોકનાયક ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ આજે શ્રાવણ વદ આઠમની મઘ્ય રાત્રિએ માતા દેવકીની કુખે તથા કંસના કારાગારમાં થયો. લોકનાયક શ્રી કૃષ્ણનું ચરિત્ર અપૂર્વ છે. જન્મથી નિર્વાણ સુધીની પ્રત્યેક અવસ્થામાં તેમણે પોતાની અસામાન્યતાને પ્રગટ કરી છે. કંસના કારાગૃહમાં જન્મ લીધો ગોકુળમાં ગોપ- ગોપીઓ સાથે ગોવાળનું કાર્ય કરી મુરલીધર અને રાધાકૃષ્ણ નામ પ્રાપ્ત કર્યું. કંસ અને જરાસંઘ જેવા દુષ્ટોને પરાજિત કર્યા. મહાભારત યુદ્ધમાં અર્જુનના સારથિની તથા ઉત્તમ સંયોજકની ભૂમિકા તેમણે  નિભાવી અર્જુન યુદ્ધવિમુખ બન્યો ત્યારે ગીતાનો ઉપદેશ  સંભળાવી તેને યુદ્ધ પ્રવૃત્ત કર્યો. જ્ઞાન, ભક્તિ અને  લોકાચારનો અતૂટ સંબંધ દર્શાવતો શ્રીકૃષ્ણનો આ બોધ અમર થઈ ગયો. શ્રી કૃષ્ણ સતત તિરસ્કૃત પ્રજાના પક્ષમાં રહ્યા. અસહાય અને દલિતદીનોને સંગઠિત કર્યા. પાંડવો, યાદવો એ સૌ ઉપેક્ષિતોના બેલી બન્યા.ક્યારેય સત્તા પર ન બેઠા. ગોકુળના ગોવાળિયાથી ભારતવર્ષમાં લોકનાયક યુગપુરુષ બની રહ્યા. ૧૨૫ વર્ષની વયેસોમનાથ- પ્રભાસમાં એક પારધિના બાણથી તેઓ નિર્વાણ પામ્યા. આશરે પાંચ હજાર વર્ષ પૂર્વે, જીવન કઈ રીતે જીવવું તે અંગે ‘ગીતાજી’ દ્વારા સમગ્ર માનવજાતને માર્ગદર્શન આપનાર શ્રીકૃષ્ણ, ભારતીય પ્રજાના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ રહ્યા છે.ભારતીય પ્રજાએ ,  હંમેશા પ્રેમ અને શ્રદ્ધાથી, આશાભરી મીટ માંડી છે ! શત શત વંદન સાથે શ્રીકૃષ્ણ ના આ જન્મદિનના પવિત્ર પર્વે, સ…હુને જય શ્રીકૃષ્ણ…

Advertisements

Read Full Post »

આઝાદી હજુ અધૂરી છે, સપના પૂરા થવા બાકી છે
શહીદોની શપથ પણ ક્યા પૂરી થઈ છે

જેમની લાશો પર પગ ઘરીને આઝાદી ભારતમાં આવી છે.
તેઓ છે આજ સુધી રઝળતા દુ:ખના કાળા વાદળો છવાયા છે.

ભારતીયના નાતે આઝાદીની હાલત જોઈ આજે શરમ આવે છે
સીમાની બીજી બાજુ જુઓ જ્યા સભ્યતાને કચડવામાં આવે છે

આજ કૌભાંડોના કારનામાં મહી , દેશના નાણાંની ખુવારી છે
પૂછી જુઓ એ નેતાઓને દેશને લુંટવાનો હજી કેતલો બાકી છે.

ભૂખ્યા અને ઉધાડાઓને હથિયાર પહેરાવવામાં આવે છે
સૂખા ગળામાંથી કટ્ટરતાના નારા લગાવવામાં આવે છે

તેથી જ તો કહુ છુ હું ભારતની આઝાદી હજુ અધૂરી છે
કેવી રીતે હું ખુશી મનાવુ થોડા દિવસની મજબૂરી છે

એ દિવસ દૂર નથી જ્યારે પુન: ભારતને અખંડ બનાવીશુ.
ગિલગિટથી ગારો પર્વત સુધી આઝાદીનો ઉત્સવ પછીજ ઉજવીશુ.

-મહેશ ચૌધરી, પાટણ

 

 આઝાદી હજુ અધૂરી છે, સપના પૂરા થવા બાકી છે
શહીદોની શપથ પણ ક્યા પૂરી થઈ છે

જેમની લાશો પર પગ ઘરીને આઝાદી ભારતમાં આવી છે.
તેઓ છે આજ સુધી રઝળતા દુ:ખના કાળા વાદળો છવાયા છે.

ભારતીયના નાતે આઝાદીની હાલત જોઈ આજે શરમ આવે છે
સીમાની બીજી બાજુ જુઓ જ્યા સભ્યતાને કચડવામાં આવે છે

આજ કૌભાંડોના કારનામાં મહી , દેશના નાણાંની ખુવારી છે
પૂછી જુઓ એ નેતાઓને દેશને લુંટવાનો હજી કેતલો બાકી છે.

ભૂખ્યા અને ઉધાડાઓને હથિયાર પહેરાવવામાં આવે છે
સૂખા ગળામાંથી કટ્ટરતાના નારા લગાવવામાં આવે છે

તેથી જ તો કહુ છુ હું ભારતની આઝાદી હજુ અધૂરી છે
કેવી રીતે હું ખુશી મનાવુ થોડા દિવસની મજબૂરી છે

એ દિવસ દૂર નથી જ્યારે પુન: ભારતને અખંડ બનાવીશુ.
ગિલગિટથી ગારો પર્વત સુધી આઝાદીનો ઉત્સવ પછીજ ઉજવીશુ.

                                                         -મહેશ ચૌધરી, પાટણ

Read Full Post »

-મહેશ ચૌધરી, પાટણ
તા;૧૧/૦૮/૨૦૧૧

—–> કેટલીક યાદો ક્યારે જુની થતી નથી, કારણ કે તે ધટનાતો ઘટી કાળનાં અતિતમાં ખોવાઈ જાય છે. પરંતુ તેનાં લીસોટા હમેસા માટે લોકોનાં માનસપટ પર રહી જાય છે. તે યાદો કડવી હોય છે છતાં અનાયાસે પણ તે સ્મુતિ પટ પર આવીજ જાય છે અને ત્યારે આંખનાં કોઈ ખુણામાં આસું દેખાય છે.”

          તારીખ ૧૧ ઓગષ્ટ ૧૯૭૯ શ્રાવણ માસને બાળ ચોથનો એ ગોઝારો દિવસ મોરબી વાસીઓ ક્યારેય નહી ભુલે. ઘટનાંજ એવી કરુણ હતી કે કલ્પનાં કરતા નયનમાં હજી નીર આવે છે. આ તારીખવાર મોરબી વાસીઓની રૂહ કંપાવે છે. વારંવાર દિલમાંથિ ઉઠે છે કરુણ પોકાર જ્યારે સાતમને શ્રાવણ માસનો આ દિવસ આવે છે. કારણ કે આ એજ દિવસ છે જ્યારે મોરબીની જીવાદોરી કહેવાતો મચ્છૂ- ૨ ડેમ ટૂ…ટી ગયો. અને મચ્છૂનાં ધસમસતા પાણી મોરબીનાં બજારો અને શેરીઓમાં ફરી વળ્યા.

          સૌ કોઈ લાચાર હતા. જીવાદોરીએજ મન મુકી અનેક જીવોની સમાધી ખોદી હતી. અને તેનામ ધસમસતા પાણીમાં કોઈનો સેથીનો સીંદુર, કોઈનો મનનો લાડલો, કોઈની જુવાન દિકરી ક્યામ છે તેની કોઈને ખબર ન હતી. હજારો અબોલા જીવ મોતને ઘાત ઉતર્યા. હજારો મકાનો, દુકાનો ધરાસાઈ થયા, પળ વારમાં ઔધોગીક કોલાહલથી ધમધમતા આ શહેરમાં ખામોસી છવાઈ ગઈ હતી. શહેર હતું ન હતુમ થઈ ગયું હતુ. ઘટનાની જાણ દેશ-વિસેશમાં થઈ. સહાયનો ધોધ વર્ષો. અને મોરબીની પ્રજાએ પોતાની તાકાતનો પરચો બતાવ્યો. થોડા વર્ષોમાં શહેર ફરી બેઠૂ થયું, નળિયા, ઘડીયાળ ટાઈલ્સ ઉધોગ ફરી ધમધમવા લાગ્યા. ફરી મોરબીનું નામ દેશ વિદેશમાં ગુંજતું થયું.

          છતાં કેલેન્ડરમાં ૧૧ ઓગષ્ટ આવે છે ત્યારે ફરી મોરબીવસીઓનીં આંખો ભીની થઈ જાય છે. યાદ આવે છે મધરાત્રે કાળ બનીને ધ્રુજાવનારી મચ્છુનું વરવું સ્વરુપ. આ રાતને કોઈ મોરબીવાસી ક્યારેય ભુલછે નહી. ત્યારે આવો આપણે સર્વમળિને આ ગોઝારી ઘટનાંની ૩૨મી વરસીએ તેમાં જીવ ગુમાવનારા દિવ્ય આત્માઓને શ્રધાંજલી અર્પીએ….

Read Full Post »

%d bloggers like this: