Feeds:
Posts
Comments

Archive for October, 2011

 

 – મહેશ ચૌધરી, પાટણ
  તા ઃ ૩૧/૧૦/૨૦૧૧ (સોમવાર)

———> પૂર્વ વડાપ્રધાન અને આયર્ન લેડી તરીકે જાણિતા ઈન્દિરા ગાંધીની આજે ૨૭મી પૂણ્યતિથી છે. ઇન્દિરા ગાંધીને તેમના જ અંગરક્ષકોએ ૧૯૮૪ના દિવસે ગોળીઓથી વિંધી નાખ્યા અને માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ એક જાજરમાન સ્ત્રીનું નેતૃત્વ ગુમાવ્યું.તેઓ કુલ 15 વર્ષ સુધી પ્રજાસત્તાક ભારતના વડાપ્રધાન પદે રહ્યા.આને એતલુજ નહી તેઓ ભારતના પહેલા અને આજ દિન સુધીના એક માત્ર મહિલા વડાપ્રધાન હતાં.

                         રણચંડી સમાન ગણાતાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની આજે ૨૭મી પૂણ્યતિથી છે. ઈન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917નાં રોજ થયો હતો. જ્યારે 31 ઑકટોબર 1984નાં રોજ તેમના જ અંગરક્ષકોએ ગોળીઓથી વિંધી નાખ્યા. આ સાથેજ  માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ એક જાજરમાન સ્ત્રીનું નેતૃત્વ ગુમાવ્યું.

                       એ 1966થી 1977 એમ સળંગ ત્રણ સત્ર સુધી અને 1980થી શરૂ થયેલા ચોથા સત્રમાં 1984માં તેમની હત્યા થઈ ત્યાં સુધી, એમ કુલ 15 વર્ષ સુધી પ્રજાસત્તાક ભારતના વડાપ્રધાન હતાં. તેઓ ભારતના પહેલા અને આજ દિન સુધીના એક માત્ર મહિલા વડાપ્રધાન હતાં. રાજકીય રીતે અત્યંત પ્રભાવશાળી એવા નહેરુ કુટુંબમાં જન્મેલાં ઈન્દિરા રાજકીય રંગે રંગાયેલા વાતાવરણમાં ઉછર્યાં હતાં.1941માં ઑકસફર્ડથી ભારત પાછા ફર્યાં બાદ, ઈન્દિરા પણ ભારતની સ્વતંત્રતા ચળવળમાં સામેલ થઈ ગયાં હતાં.

                      ઓગણીસો પચાસના દાયકામાં પોતાના પિતાના ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકેના સત્ર દરમ્યાન તેમણે અનૌપચારિક ધોરણે તેમના અંગત મદદનીશની ભૂમિકા અદા કરી હતી. 1964માં તેમના પિતાના અવસાન બાદ, ભારતના રાષ્ટ્રપતિએ તેમને રાજયસભાના સદસ્ય તરીકે નિમણૂક આપી હતી અને તેઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન તરીકે લાલ બહાદુર શાસ્ત્રીની કેબિનેટના મંત્રી બન્યા હતા. શાસ્ત્રીજીના અચાનક અવસાન બાદ ઈન્દિરાને વડાપ્રધાન બનાવવામાં ત્યારની કૉંગેસ પાર્ટીના પ્રમુખ કે. કામરાજનો મુખ્ય હાથ હતો. ઈન્દિરાએ થોડા જ વખતમાં ચૂંટણી જીતવાની અને લોકપ્રિયતાવાદના બળે દાવપેચ-યુકિતથી સામેવાળાને હરાવવાની ક્ષમતા બતાવવા માંડી હતી.

                       તેમણે વધુ ડાબેરી આર્થિક નીતિઓ અમલમાં મૂકી હતી અને કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું હતું. 1971માં પાકિસ્તાન સાથેની લડાઈમાં નિર્ણાયક વિજય અને તે પછીના અસ્થિર સમયગાળાને લઈને તેમણે 1975માં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી; પણ આ સમયગાળામાં પોતાની સત્તાના વધુ પડતા ઉપયોગનું પરિણામ તેમણે ત્રણ વર્ષ વિપક્ષ તરીકે ગાળીને ભોગવવું પડ્યું હતું. 1980માં તેઓ ફરીથી વડાપ્રધાન બન્યાં, અને એ પછી તેઓ પંજાબના ભાગલા અંગે વધતા જતા સંઘર્ષમાં સતત ઊંડા ઊતરતાં ગયાં, જેનો અંત છેવટે 1984માં પોતાના જ અંગરક્ષકો દ્વારા તેમની હત્યામાં આવી.

Advertisements

Read Full Post »

 

 – મહેશ ચૌધરી, પાટણ
 તા ઃ ૩૧/૧૦/૨૦૧૧ (સોમવાર)

———> આજે છે ૩૧મી ઓક્ટૉબર.આજે છે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના લોહપુરૂષની ૧૩૭ જન્મજયંતિ. વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ ૩૧ ઓક્ટોબર ૧૮૭૫નાં રોજ  તેમના મામાના ઘરે નડીઆદમાં થયો હતો. તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાય ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લેખાવી હતી. જેથી આજનાં દિવસને સરદાર પટેલ જયંતિ તરીકે મનાવાય છે.

                      સરદાર વલ્લભભાઈ પટેલ નો જ્ન્મ ૩૧ ઓક્ટોબર ૧૮૭૫નાં રોજ  તેમના મામાના ઘરે નડીઆદમાં થયો હતો. તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાય ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લેખાવી હતી.

                    સરદાર ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમનો ઉછેર ગુજરાતના ગામ કરમસદમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી.

                    વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાતની પ્રેક્ટિસ દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થાય છે.

                     ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવા તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીની સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટેના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું હતું.

                 સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસના રચૈતાં હોવાથી ‘પેટ્રન સૈન્ટ’ તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. સરદાર, ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક હતા.

Read Full Post »

 – મહેશ ચૌધરી, પાટણ
 તા ઃ ૩૧/૧૦/૨૦૧૧ (સોમવાર)

——> આજ રોજ કારતક સુદ-૫, લાભપાંચમ છે. આજે દિવસે ગણેશ-લક્ષ્મી-સરસ્વતીજી-ઇષ્ટદેવનું પૂજન સહિત અનેક મોટી પેઢીઓ, અનેક વેપારીઓ લાભપાંચમના દિવસે પેઢી ખોલવાનું મુહૂર્ત કરવાની સાથે જ વેપારીઓનું પાંચ દિવસનું ‘વેકેશન’ પણ પૂર્ણ થશે.

                          બેસતા વર્ષથી રવિવાર સુધી સૂના રહેલા શહેરના રિલીફ રોડ, જોર્ડન રોડ, કાળુપુરના બજારો, આશ્રમ રોડ, સી.જી.રોડ, સેટેલાઇટના બજારો, એસ.જી.હાઇવે, ન્યૂ સી.જી.રોડ સહિતનાં વિસ્તારોમાં આવેલા બજારો અને વિવિધ માર્કેટો આજે લાભપાંચમથી ધમધમશે. લાભપાંચમ વેપારીઓ માટે ખૂબજ મહત્વ ધરાવે છે. કેમકે આ દિવસે ખરીદીનાં સોદા થતા હોય છે. આ દિવસે શુભ સમયમાં તિજોરી પૂજન, કાંટા પૂજન, પેઢી ખોલવામાં આવે છે. મહાલક્ષ્મીજીની કૃપા રહે તે માટે દાન-પુણ્ય પણ વેપારીઓ કરશે. સાથે જ ઇષ્ટદેવની ઉપાસના પણ થશે.

                     સૌરભ કામદાર, વેપારી આ દિવસે વેપારીઓ શુભ સમયે મુહૂર્ત કરીને નૂતન વર્ષનાં વેપારનો પ્રારંભ કરશે. આ દિવસ શુભ હોવાથી અનેક લોકો નૂતન વર્ષે લાભ પાંચમનાં ખરીદીનાં સોદા કરશે. સાથે જ નવા વાહનોની પણ ખરીદી કરવામાં આવશે. તો અનેક લોકો સોના-ચાંદીની ખરીદી પણ કરશે. સાથે જ શેર બજારનો સેન્સેક્સ પણ સવારે સારા સોદા બાદ ઊંચાઇએ પહોંચે તેવી આશા શેર બજાર સાથે સંકળાયેલા વેપારીઓ સેવી રહ્યાં છે. કારીગરો અને રોજમદારો પણ કે જેઓ આ બજાર ઉપર જ જીવન ગુજારતા હોય છે. તેઓ પણ આ દિવસની રાહત જોતા હોય છે. તો રાજસ્થાન ગયેલા અનેક કારીગરો પણ આ દિવાળી વેકેશનથી હાજર થઇ જશે. સાથે જ અમદાવાદના બજારો, માર્ગો વાહનો અને લોકોની અવર-જવરથી ધમધમી ઉઠશે. કારણ કે બજારો બંધ હોવાથી અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાંથી પણ લોકો અહીં આવવાનું બંધ થઇ ગયું હતું. તેઓ પણ મુહૂર્તના સોદામાં નવી ખરીદી કરશે.

Read Full Post »

– મહેશ ચૌધરી, પાટણ
 તા ઃ ૨૮/૧૦/૨૦૧૧ (શુક્રવાર)

——–>  “કોણ હલાવે લીંબડી ને કોણ         ઝુલાવે પીપળી
     ભાઇની બેની લાડકી ને ભઇલો ઝુલાવે
      બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી.”

                       આજે કાર્તિક સુદ બીજ એટલે કે દિવાળી પછીનો બીજો દિવસ ભાઈ-બહેનના પર્વ ભાઈબીજ તરીકે ઉજવવામાં આવે છે. તેને ભાતૃ દ્રિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધનની જેમ જ ભાઈબીજ પણ ભાઈ-બહેનના પવિત્ર સંબંધોનું પાવન પર્વ છે. તે બંનેમાં અંતર એટલું છે કે રક્ષાબંધને બહેન ભાઈની રક્ષાની કામના કરતા રાખડી બાંધે છે, જ્યારે ભાઈબીજ પર ભાઈના કલ્યાણ અને રક્ષા માટે બહેન ભાઈને ચાંદલો કરે છે.

                       આ દિવસે કેટલીક બહેનો પોતાના પ્રિય ભાઈના દિર્ધ આયુષ્ય અને સમૃદ્ધિ માટે વ્રત પણ રાખે છે. ભાઈબીજ પર દરેક ભાઈ પોતાની બહેનના ઘરે જાય છે, ત્યાં બહેન કુમકુમ અને અક્ષત દ્રારા ચાંદલો કરીને ભાઈનું સ્વાગત કરે છે અને તેના ઉજ્જવળ જીવન માટે આશીર્વાદ આપે છે. બહેન તેને પ્રેમભેર સ્વાદીષ્ટ પકવાનો ખવડાવે છે અને ભાઈ દક્ષિણા અથવા ઉપહાર આપીને પોતાની બહેનના શુભાશીષ ગ્રહણ કરે છે.

                       જે રીતે આપણા દેશમાં દરેક પર્વ પાછળ કોઈને કોઈ દંતકથા છુપાયેલી છે તે જ રીતે ભાઈબીજના સંદર્ભમાં પણ એક અતિપ્રાચીન કથા પ્રચલિત છે. કહેવાય છે કે પૌરાણિક કાળમાં આ જ દિવસે મૃત્યુના દેવતા યમદેવે તેમની બહેન યમીના દર્શન કર્યા હતા, જે ઘણા દિવસોથી તેમને મળવા માટે વ્યાકુળ હતી. તેથી આ પર્વને યમ દ્રિતીયા પણ કહેવાય છે.

                        ભાઈના આગમનથી ખુશ થયેલી યમીએ તેની આગતાસ્વાગતા કરી અને છપ્પન પ્રકારના ભોજન ખવડાવ્યા. તેનાથી પ્રસન્ન થઈને યમરાજે યમલોકમાં પ્રસ્થાન કરતા પહેલા પોતાની બહેનને મનોવાંચ્છીત વરદાન માંગવા કહ્યું. ત્યારે યમીએ એવું વરદાન માંગ્યું કે જે ભાઈ આજના દિવસે પોતાની બહેન સાથે મારો જળાભિષેક કરશે, અર્થાત યમુનામાં સ્નાન કરશે તે યમની જેમ દિર્ધજીવી અને સમૃદ્ધિશાળી બનશે. તે સિવાય આજના દિવસે જે રીતે મારા ભાઈ યમ પોતાની બહેનના ઘરે આવ્યા છે, તે જ રીતે દરેક ભાઈ આજના દિવસે પોતાની બહેનના ઘરે જાય. યમરાજે યમને બંને વરદાન આપ્યા. કહેવાય છે કે ત્યારથી જ ભાઈબીજની ઉજવણીની પરંપરા શરૂ થઈ.

                          ભારતના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં એ દિવસે ગોધન પર્વ પણ ઉજવાય છે. તેમાં ગોબરની માનવ મુર્તિ બનાવીને તેની છાતી પર ઈંટ મુકીને સુહાગણ સ્ત્રીઓ તેને તોડે છે. બપોર પછી બહેન-ભાઈ યમ-યમીની પૂજા કરીને આ પર્વની ઉજવણી કરે છે. ઉત્તર ભારતમાં કેટલાક સ્થાનોએ આ પર્વ ગોવર્ધન પૂજા નામે મનાવાય છે. જેમાં ખેડુતો ઘરના ગાય, બળદ વગેરે પશુઓની પૂજા અર્ચના કરે છે.

Read Full Post »

   –  મહેશ ચૌધરી, પાટણ
   તા ઃ ૨૭/૧૦/૨૦૧૧ (ગુરુવાર)

 ——> ” અંતર પટમાં ઝાંખી પરમ પ્યારને
  સોનેરી સ્વપ્નો સાથે આવ્યુ આજે નવુ પ્રભાત  આતશબાજીનાં અજવાળે થયા નવા વર્ષનાં     વધામણા.”

       

                મઘ્યરાત્રિના બરાબર ૧ર-૦૦ કલાકના ટકોરે અબાલ-વૃઘ્ધો આતશબાજીનાં અજવાળાની સાથે સાથે મોજ અને ધીંગામસ્તીમાં વિક્ર્મ સંવત ૨૦૬૭ને અલવિદા કહીને વિક્ર્મ સંવત ૨૦૬૮ના વર્ષને ઉમળકાભેર સ્વીકાર્યુ. નવા વર્ષને વધાવવાનવા વર્ષની શુભેચ્છાઓ પણ રાત્રિના જ પાઠવી દેવામાં આવી હતી તો કેટલાકે એસએમએસ દ્રારા નવા વર્ષની શુભકામનાઓ અંગત વ્યક્તિઓને પાઠવી હતી. સન ૨૦૬૭ એ વિદાય લીધી છે. અને નવા આનંદ ઉત્સાહ તેમજ નવા જોમ સાથે આજરોજ નવા વર્ષના વધામણા લીધા. ગત વર્ષના દુખ દર્દ ભુલી દિવાળીના દિવસે ફટાકડા ફોડી પ્રકાશ ફેલાવી અને ઘરના આંગણે રંગોળી કરી નવા જુસ્સામાં વધારો કરવામાં લાગી ગયા છે.

                       બેસતા વર્ષના દિવસે સવારે મંદિરોમાં દર્શન કરીને લોકો નવું વર્ષ સારૂ જાય અને ગત વર્ષના દુખ દર્દ દુર થાય તેવી અર્ચના કરશે. અને એક મેકને નવા વર્ષની શુભકામનાઓ પાઠવશે. બેસતા વર્ષના દિવસે ગલગોટાના ફુલોનું પણ ખુબ મહત્વ હોય છે. આ દિવસે હજારો રૂપિયાના ગલગોટાના ફુલોનું વેચાણ જોવા મળે છે. જિલ્લાવાસીઓ નવા વર્ષને વધાવવા માટે આતુર જોવા મળી રહયા છે. ખાસ કરીને નાના બાળકો નવા કપડામાં સજ્જ થઇને આનંદથી દિવસ પસાર કરશે. નવા વર્ષના દિવસે વિવિધ મંદિરોમાં અન્નકોટ પણ ધરાવવામાં આવશે. આજે નૂતન વર્ષે શહેરનાં અનેક મંદિરોમાં અન્નકૂટનું આયોજન કરાયું છે. જે અંતર્ગત જગન્નાથજી મંદિર ખાતે ભવ્ય અન્નકૂટનાં દર્શન થશે. આ અંગે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે, સવારે ૮ વાગ્યાથી અન્નકૂટનાં દર્શન થશે. અન્નકૂટની મહાઆરતી બપોરે ૧૧.૩૦થી ૧૨.૦૦ દરમિયાન થશે. સાથે જ સવારે ૪ વાગ્યાથી જ ભક્તો નૂતન વર્ષના દર્શનાર્થે ઊમટી પડશે.

                   આ દિવસે ગૌપૂજન, ગાયને ઘાસ પણ ખવરાવવામાં આવશે. જ્યારે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીને નૂતન વર્ષે વૃંદાવન-બરસાણાનાં ફૂલોનો શણગાર કરાશે. બીજી બાજુ પેઢી ખોલવી, કાંટા પૂજન, તિજોરી-ધનભંડાર પૂજન, ચોપડીમાં મિતિ દોરવાના શુભ દિવસ-સમય સવારે ૬.૪૩થી ૮.૦૮ દરમિયાન સ્વાતિ નક્ષત્ર, શુભ ચોઘડિયું તથા સવારે ૧૦.૫૮થી બપોરે ૩.૧૫ વાગ્યા સુધીનો સમય શુભ છે.

Read Full Post »

– મહેશ ચૈધરી , પાટણ

 તા ; 24-10-2011

 ——— > આજે ધનતેરસ છે. આસોમાસની વદ તેરસને ધનતેરસ કહે છે. આ દિવસે ભગવાન ધન્વન્તરિની વિશેષ પૂજન- અર્ચન કરવામાં આવે છે. આ દિવસે જ સમુદ્રમંથનમાંથી અમૃતના કળશ સાથે દેવતાઓના વૈદ્ય ધન્વંતરિ પ્રગટ થયા હતા તેથી આ દિવસને ધન્વંતરિ જયંતી તરીકે પણ મનાવવામાં આવે છે. સાથે લક્ષ્મી પૂજા પણ થાય છે.

કારતક માસની વદ તેરસને ધનતેરસ કહે છે તે સુખ, સંપદા, ઐશ્વર્યને પ્રાપ્ત કરાવતો શુભઅવસર છે. આ દિવસે જ સમુદ્રમંથનમાંથી અમૃતના કળશ સાથે દેવતાઓના વૈદ્ય ધન્વંતરિ પ્રગટ થયા હતા તેથી આ દિવસને ધન્વંતરિ જયંતી તરીકે પણ મનાવવામાં આવે છે.  સાથે લક્ષ્મી પૂજા પણ થાય છે. ધનતેરસનું આધ્યાત્મિક દૃષ્ટિએ પણ વિશિષ્ટ મહત્ત્વ છે. સુર અને અસુર જ્યારે સમુદ્ર મંથન કરી રહ્યા હતા ત્યારે કેટલીય મૂલ્યાવાન ચીજો મળી હતી. તેમાં બધાથી મૂલ્યવાન હતું અમૃત, આ અમૃતકળશ દેવતાઓના વૈદ્ય ધન્વંતરિના હાથમાં હતું, 

                             આજના દિવસે દેવોને ધન્વંતરિ દ્વારા જ અમૃત પ્રાપ્ત થયું હતું. ધન્વંતરિને આમ તો દેવતાનાવૈદ્ય કહેવામાં આવે છે પણ તેમાં ભગવાન વિષ્ણુનો અંશ પણ રહેલો છે. ધન્વંતરિની ઉત્પતિનાઉપલક્ષમાં પણ ધનતેરસ મનાવવામાં આવે છે. ધન્વંતરિ દેવોના વૈદ્ય હોવાથી ધનતેરસનોદિવસ ચિકિત્સકો માટે પણ મહત્ત્વનો છે. આજના દિવસે ચિકિત્સક પણ ધન્વંતરિ દેવતાનીપૂજા અર્ચના કરીને પોતાના વ્યવસાય અને જ્ઞાનમાં વૃદ્ધિ વિકાસ માટે કામના કરે છે.ધનતેરસ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી હોવાથી તે દૃષ્ટિએ પણ અલગ અલગ વરદાનની કામના સાથે ધનની પૂજા કરવામાં આવે છે. ધનતેરસની ઘડી સુખ, સમૃદ્ધિ સંપદાઆપનારી તો છે જ પરંતુ એક પ્રચલિત કથા પ્રમાણે ધનતેરસ અમરત્વ પણ આપનારી છે.દીપ પ્રાગટય એ દિવાળનીના પર્વ સાથે જોડાયેલ છે પરંતુ એક પુરાણકથા પ્રમાણે દીવાનીહારમાળા દીપાવલી સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધનતેરસ છે.લક્ષ્મીજીના સંદર્ભે પણ ધનતેરસ સાથે કથા જોડાયેલી છે.

                              કહેવાય છે કે લક્ષ્મીને વિષ્ણુનો શાપ હતો કે તેમને તેર વર્ષ ખેડૂતને ત્યાં રહેવાનું તેથી આ વર્ષો દરમિયાન ખેડૂતના ધનધાન્યમાંબહુ વૃદ્ધિ થાય છે, જ્યારે લક્ષ્મીજીના શાપનો સમય પૂર્ણ થયો ત્યારે વિષ્ણુજી તેમને લેવામાટે આવ્યા પરંતુ ખેડૂતને તેમને રોક્યા ત્યારે લક્ષ્મીજીએ ખેડૂતને વચન આપ્યું કે ધનતેરસનાદિવસે દીપ પ્રગટાવીને મને શ્રદ્ધાથી યાદ કરવામાં આવશે તો ફરી તારા ગૃહમાં નિવાસ કરીશ.તે દિવસથી ધનની પૂજાનું અને દીપ પ્રાગટયનું મહત્વ આજ સુધી જળવાઇ રહ્યું છે.

Read Full Post »

 

 

 

 

 

 

– મહેશ ચૈધરી , પાટણ

તા ; ૧૫-૧૦-૨૦૧૧ (શનિવાર)

 —–> આજે  કડવા ચોથનું વ્રત છે.  દરવર્ષે આસો કૃષ્ણ પક્ષની ચતુર્થીએ મહિલાઓ દ્વાર કરવા ચોથનું પર્વ મનાવવામાં આવે છે.  કડવા ચોથના પવિત્ર દિવસે પતિના લાંબા આયુષ્ય માટે મહિલાઓએ વ્રત રાખે છે.   

હિંદુ ધર્મમાં અનેક તહેવારો એવા આવે છે જે સંબંધોનું ઉંડાણ સમજવા માટે આપણને પ્રેરે છે.

તેમને વધારે મજબૂત બનાવે છે. કડવા ચોથ પણ એમાંનો જ એક તહેવાર છે.

આ તહેવાર પતિ પત્નીના અમર પ્રેમની તથા પતિ પ્રતિ પત્નીના સમર્પણનું પ્રતિક છે.

વાસ્તવમાં કડવા ચોથનો તહેવાર સંસ્કૃતિના પવિત્ર બંધનનું પ્રતિક છે જે પતિ પત્ની બંને 

વચ્ચે રહે છે. ભારતીય સંસ્કૃતિમાં પતિને પરમેશ્વરની સંજ્ઞા આપવામાં આવી છે.

કડવા ચોથનું વ્રત રાખનારી પત્ની પોતાના પતિ પ્રતિ એ જ ભાવ પ્રદર્શિત કરે છે.

સ્ત્રીઓ શણગાર સજીને ઈશ્વર સમક્ષ દિવસ દરમ્યાન વ્રત રાખીને એ જ વચન લે છે

તે પૂર્ણ નિષ્ઠાથી પોતાના પતિ પ્રત્યે સમર્પણની ભાવના રાખશે. હિંદુ ધર્મમાં પુરાતન

કાળથી કડવા ચોથની પરંપરા ચાલી આવે છે. આ વ્રતમાં પરિણીત સ્ત્રીઓએ દિવસ

દરમ્યાન પાણી અને અન્ન વગર રહેવું પડે છે. તેમ છતાં મહિલાઓને આ વ્રતનો

ઈંતજાર રહે છે. આ જ પત્નીનો પોતાના પતિ પ્રત્યેનો સમર્પણ ભાવ છે.

આ પર્વ બધી વિવાહિત મહિલાઓ માટે ખાસ હોય છે. પરંતુ આ વર્ષે આ વ્રત વધુ ખાસ છે.

કારણ કે આ વર્ષે કરવા ચોથ ઉપર સિદ્ધિ શુભ યોગ બની રહ્યા છે. 

જ્યોતિષ પ્રમાણે ચોથ ઉપર વૃષભનો ચંદ્રોદય થશે. જેનો સ્વામી શુક્ર છે 

અને શુક્ર સૌંદર્ય તથા આભૂષણનો અધિપતિ ગ્રહ માનવામાં આવે છે,

જે મહિલાઓના જીવનમાં સમૃદ્ધિની વર્ષા કરશે તથા શુભતા લાવશે.

સિદ્ધિ યોગ સૂર્યોદયથી શરૂ કરી બપોરે 3 વાગ્યા સુધી રહેશે. 

આ યોગમાં વ્રતની શરૂઆત કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

Read Full Post »

%d bloggers like this: