Feeds:
Posts
Comments

Archive for November, 2011

      – મહેશ ચૌધરી, પાટણ
     તા ઃ ૨૬-૧૧-૨૦૧૧ (શનિવાર)

    ——–> મુંબઈ પર ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ       પાકિસ્તાની આતંકવાદી દ્વારા થયેલા લોહિયાળ હુમલાની આજે ત્રીજી વરસી છે. આ પ્રસંગે મુંબઇમાં સઘન સલામતીવ્યવસ્થા હેઠળ વિવિધ સ્થળોએ શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણના કાર્યક્રમ આયોજિત થયા છે.૨૬ નવેમ્બરના ગોઝારા હુમલામાં એક એનએસજી કમાન્ડો, ૧૪ પોલીસ જવાનો સહિત ૧૬૪ નિર્દોષ દેશ-વિદેશના નાગરિકોનો ભોગ લેવાયો હતો તેમજ ૩૦૦થી વધુ જણ ઘાયલ થયા હતા.

– વિશ્વના સૌથી મોટા આતંકવાદી હુમલાની ત્રીજી વરસી…

– શું કર્યું…???

– કોણે કર્યું…???

– કેમ કર્યું…???

– કોના કહેવાથી કર્યું…???

– બધાજ પ્રશ્નોના જવાબ હજીય….”….” મૌન…..

અને આ બધા મૌન વચ્ચે આજે મુંબઈ પર ૨૬/૧૧નાં રોજ થયેલા આતંકવાદી હુમલાની ત્રીજી વરસી આવી છે. હુમલાને આજે ત્રણ વર્ષનાં વાણા વાઈ ગયા છતાં કેટલાય પ્રશ્નો અનુત્તરજ રહ્યા માત્ર

– થોડા હરખાઈ ગ્યા સ્પેશિયલ કોર્ટના ચુકાદાથી…..

– ફટાકડા ફોડ્યા…. જુલુસ કાઢ્યા….

– બધાજ રાજકારણીઓએ સભાઓ ગજવી….

– આતંકવાદ સામેનો ચુકાદો ગણાવ્યો…..

પણ એ ચુકાદા પછી તરત એ વખતના તત્કાલીન ગ્રુહ પ્રધાન શ્રી શ્રી શ્રી પી. ચીદમ્બરમ સાહેબે એને સમજાવી દીધું કે આપણા કાયદા કેટલા પોલા છે અને એ હજી ક્યાં ક્યાંથી નિર્દોષ છુટી શકે છે….

શું ફાયદો થયો એ ચુકાદાનો….????

હજી સુધી તો શહીદોએ પહેરવા પડેલા તકલાદી બખ્તર—કે જેના લીધે એમણે શહીદ થવું પડ્યું— એની તપાસ પણ પુરી નથી થઈ….. મુંબઈમાં આ ત્રીજા મુખ્યમંત્રી આવ્યા અને દેશનું સુકાન ફરી વખત દેશનાસૌથી શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી શ્રી મનમોહન સિંહના ખોળામાં આપવામાં આવ્યું…. પણ આ કસાબનું શું ? મુંબઈમાં હુમલો કરવા માટેનું માર્ગદર્શન પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબાના નેતા હાફીઝ સઈદે આપ્યું હોવાનું સ્વીકારી ચૂકેલ અજમલ કસાબને ફાંસીના માચડા સુધી પહોંચાડવા માટે તેની પાછળ કરોડોનો ધુમાડો થાય છે !દેશની સામાન્ય પ્રજા પર હુમલો કરવો શક્ય છે, નેતા પર જોડું ફેંકવું કે તેને લાફો મારી દેવો શક્ય છે પણ કસાબની સલામતીને જોતાં તેનો કોઈ પણ વાળ વાંકો કરી શકે તેમ નથી !

– શું ફાયદો થયો……???

ભારતની આર્થિક રાજધાની મુંબઈ પર થયેલા ૨૬/૧૧ના આતંકવાદી હુમલાને ત્રણ વર્ષ પૂરા થયા છે ત્યારે પ્રજાની સલામતી, નેતાઓનું આતંકવાદી હિંસા પ્રત્યેનું વલણ અને આ મુદ્દે નક્કર પગલા ભરવાની સરકારની ઇચ્છાશક્તિ સહિતના અનેક પ્રશ્નો ઉત્તરની ‘રાહ જોઈને’ બેઠા છે. હુમલામાં પાકિસ્તાનની સંડોવણી છતી થઈ હોવા છતાં આ સત્યને સાબિત કરવા માટેની ભારતની મથામણ હજુ પૂર્ણ થઈ નથી. ખતરનાક આતંકવાદી હૂમલા બાદ આ હુમલાની તલસ્પર્શી તપાસ માટે નિમાયેલી રામપ્રધાન સમિતિએ આપેલા અહેવાલની સારી રીતે અમલ બજવણી કરાઇ છે, એવું રાજ્યની સતાધિશ યુતી કોંગ્રેસ-એન.સી.પી.એ જણાવ્યું હતું. જોકે, આ તપાસ સાથે જોડાયેલાં વરિષ્ઠ આઇ.પી.એસ. અધિકારીઓએ આવા દાવાને ‘પોકળ’ ગણાવ્યો હતો. 

હુમલા બાદ દેશભરના લોકો, હસ્તીઓ, રાજકારણીઓએ આતંકવાદ સામે ઢગલા મોંઢે રોષ ઠાલવ્યો હતો પણ આજે હુમલાનેત્રણ વર્ષ પૂરા થયા છે ત્યારે કદાચ આપણે બધા રાબેતા મુજબ રોજીંદા જીવનમાં ગોઠવાઈ ગયા છીએ. હુમલામાં સ્વજન ગુમાવનારાઓના ‘નિઃસાસા’ અને બચી ગયેલાઓના ‘હાશકારા’ વચ્ચે આતંકવાદનો અંત ખરેખર ક્યારે આવશે તેનો જવાબ કદાચ કોઈ પાસે નથી.

Read Full Post »

– મહેશ ચૌધરી, પાટણ
 તા ઃ ૦૨/૧૧/૨૦૧૧ (બુધવાર)

———–> આજે સંત શિરોમણી જલારામ બાપાની ૨૧૨મી જ્ન્મ જયંતિ છે. સં.૧૮૫૬ના કારતક સુદ સાતમના રોજ જલારામ બાપાનો જન્મ થયો હતો. એટલે કે આ વર્ષે આજે જલરામબાપાની જન્મ જંયતી ઉજવામાં આવી રહી છે. ગુજરાત સહિત દુનિયાભરમાં જલરામબાપાના શ્રદ્ધાળુઓ ખૂબ ધામ ધૂમ પૂર્વક બાપાની જન્મ જયંતિ ઉજવશે અને મંદિરમાં જઇ પૂજા-અર્ચના કરશે.

“રામ નામ મેં લીન હૈ, દેખત સબમેં રામ,
                       તાકે પદ વંદન કરુ, જય જય જય જલારામ”

            જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો’ને જીવનમંત્ર બનાવનાર આજે સંત શિરોમણી પૂ.જલારામ બાપાની ૨૧૨મી જન્મજયંતિ છે. આ દિવસે ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ધેર રાજબાઈમાતાની કૂખે જન્મેલા જલારામના મુખે માત્ર પાંચ વર્ષની ઉંમરે રામરામ સીતારામનો મંત્ર હતો.

                  પિતા વેપારી હતા, ગામમાં એમની નાનકડી હાટડી હતી. વેપારીના દીકરાએ ખપ જોગું ભણવું તો પડે જ એટલે પિતાએ એને ગામઠી નિશાળમાં ભણવા મૂકયો. પણ બાળક જલારામનું ચિત્ત ભણવાગણવા કરતાં સાધુ-સંતો તરફ વધારે. સાધુને જુએ કે એનો હાથ પકડી એ એને ધેર જમવા તેડી લાવે. આમ નાનપણથી જ તેમનાંમાં ભક્તિનાં બીજ રોપાયા હતાં.

              16 વર્ષની ઉંમરે તેમનાં વીરબાઈ સાથે લગ્ન થયાં. નાનપણથી જ ભક્તિમાં મન પરોવાયું હોવાથી તેમનું ધ્યાન વેપાર ધંધામાં લાગતું નહી. દુકાનમાં ચઢી આવેલાં સાધુસંતોને સીધુ-સામગ્રી કાઢી આપના અને જરૂરીયાતની વસ્તુઓ કાઢી આપતાં. જલારામે જીવનમા વ્રત લીધું હતું કે, ભૂખ્યાને ભોજન આપવું અને પ્રભુનું ભજન કરવું. તેમનાં પત્ની પણ તેમનાં આ કાર્યમાં સાથ આપતાં. રાતનાં બાર વાગે પણ પરાયો વ્યક્તિ ભૂખ્યો પાછો ન વળતો..

                 તેમનો ગુરુમંત્ર એ હતો કે ‘જે દે ટુકડો તેને પ્રભુ ઢુકડો !’ તેમનાં ગુરુએ કહ્યુ હતું કે ‘દેનાર ભગવાન છે તો લેનાર પણ ભગવાન છે, આમ માની ને દીધા કરો.’ . એને ગુરુ આજ્ઞા માની જલારામે સં. 1876માં માત્ર વીસ વર્ષની ઉંમરે મહા સુદ બીજના દિવસથી વીરપુરમાં સદાવ્રતની શરૂઆત કરી અને તેમનો આશ્રમ રામધૂનથી રાતદિવસ ગૂંજવા લાગ્યો. અને લોકો તેમને જલારામ ‘બાપા’ તરીકે ઓળખાવા લાગ્યા.

                એકવાર જમાલ નામનાં મુસ્લિમે જલારામબાપાની માનતા માની અને તેનો દીકરો સારો થઈ ગયો. આ જોતાં તે બોલી ઉઠ્યો ‘જલા સો અલ્લા ! જીસકો ન દે અલ્લા, ઉસકો દે જલા’. એકવાર તો સાધુનાં રૂપે જલારામબાપાની કસોટી કરવા ખુદ પ્રભુ આવ્યાં હતાં આમ જલારામબાપાના સદાવ્રતની મહેક ફેલાઈ. આજે પણ જલારામબાપાનું નામ તેમનાં સેવાકાર્યો લીધે દેશ-વિદેશમાં ગૂંજે છે. આજે તેમનાં જન્મદિવસે તેમને ભાવભક્તિથી સ્મરણ અને નમન કરીયે

Read Full Post »

– મહેશ ચૌધરી, પાટણ
 તા ઃ ૦૧/૧૧/૨૦૧૧ (મંગળવાર)

——->  આજે બચ્ચન પરિવારની વહુ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો ૩૮ મો જન્મ દિવસ છે.  ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ પહેલી નવેમ્બર 1973ના રોજ મેંગલોર માં કૃષ્ણરાજ રાય અને વૃંદા રાયના ઘરે ઐશ્વર્યાનો જન્મ થયો હતો. અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરતાં પહેલાં તેણે એક મોડેલ તરીકે કામ કર્યું હતું અને ૧૯૯૪માં મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ અત્યંત લોકપ્રિયતા મેળવી હતી.

                     આજે 1973ના દિવસે જન્મેલી ઐશ્વર્યા રાય બચ્ચન ૩૭ વર્ષથી થઈ રહી છે. તેમનો માસુમ ચહેરો અને તેમની નાજુક કાયાને જોઈને જરા પણ વિશ્વાસ નથી થતો કે એશ ઉંમરના આ પડાવ સુધી પહોચી ગઈ છે. આજે પણ તેમની ચાલ-ઢાલ, ચહેરાનું ભોલાપણું, આંખોની સુંદરતા અને વાત કરવાનો અંદાજ એક ષોડ્શીના અંદાજની જેમ જ દર્શકોના મનને લોભાવે છે. છતાં પણ સત્ય તો આખરે સત્ય જ છે. ઉંમરના આ પડાવામાં વ્યક્તિ શારીરિક અને માનસિક રૂપે પરિપક્વ થવા લાગે છે. એશની સાથે પણ હવે આવુ જ થઈ રહ્યું છે. પડદા પર એક કિશોરીની જગ્યાએ તે એક મોહક, કમનીય મહિલાના રૂપે દેખાવા લાગી છે.

                     એશ પોતે ઈંટરનેશનલ આર્ટિસ્ટ છે. તે ભારતની પહેલી અભિનેત્રી છે જેને કોન ઈંટરનેશનલ ફેસ્ટિવલમાં જુરીની હેસિયતથી આમંત્રિત કરવામાં આવી હતી અને ‘ટાઈમ’ પત્રિકાએ કવર સ્ટોરી પ્રકાશિત કરી હતી. એશની સમકાલીન હીરોઈનોની ચમક પણ આજકાલ ફીકી થઈ ગઈ છે. રાની મુખર્જી અને પ્રીતી ઝીંટાનું બજાર તો લગભગ ખતમ જ થઈ ગયું છે. અભિનેત્રીના રૂપમાં સુષ્મિતા સેન, એશની પ્રતિદ્વંદી ક્યારેય પણ નથી રહી અને તે અત્યારે આઉટ ઓફ ફોકસ છે. નાયિકાઓની દોડમાં અત્યારે કેટરીના કેફ, દિપીકા પાદુકોણ, કરીના કપૂર અને પ્રિયંકા જેવી નાયિકાઓની બોલબાલા છે. આ છતાં પણ ઐશ્વર્યા રાય મીડીયાના લાઈમલાઈટમાં સેંટર-પોઈંટની જેમ છે. ક્યારેક પોતાના સૌંદર્યને લીધે તો ક્યારેય બચ્ચન પરિવારની વહુ હોવાને લીધે. 

                  એટલુજ નહી ઐશ્વર્યા એ હિન્દી,અંગ્રેજી ,તામિલ અને બંગાળીમાં ૪૦ ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેમાંથી કેટલીક  ફિલ્મો વ્યાવસાયિક રીતે સફળ રહી હતી અને તેની ભૂમિકાની સરાહના પણ થઇ હતી. આમ, રાયે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અગ્રણી અભિનેત્રીઓમાં તેનું સ્થાન જમાવ્યું છે.

Read Full Post »

%d bloggers like this: