Feeds:
Posts
Comments

Archive for December, 2011

– Mahesh Chaudhari, Patan

Da : 06/12/2011 (Tuesday) 

———> > > >  6 ડિસેમ્બર, 1992એ જ્યારે અયોધ્યામાં બાબરી મસ્જિદનો ઢાંચો ધ્વસ્ત કરવામાં આવ્યો તે વખતે હજારો વર્ષ જૂની હિંદુ-મુસ્લિમની એકતા પણ ધ્વસ્ત થઈ હતી. હિંદુઓનો એક બહુ મોટો વર્ગ માને છે કે બાબરી મસ્જિદ રામમંદિરનો ધ્વંસ કરીને બનાવાય હતી, જ્યારે મુસ્લિમોનો એક વર્ગ તેનો ઈન્કાર કરી રહ્યો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે મામલો કોર્ટમાં ગયો, કોર્ટ સાથે ફરી દેશમાં તેને લઈને રાજકારણની શરૂઆત થઈ આમતો સરયૂ નદીના તટ પર વસેલી અયોધ્યા નગરીમાં 1528માં બાબરી મસ્જિદના નિર્માણથી આ જગ્યા બંને સમુદાય વચ્ચે વિવાદનું કારણ બની ગઈ હતી. અને તેનો વિવાદનો ઘટનાં ક્ર્મ પણ એટલોજ દિલચસ્પદ છે.

– 1853

પહેલીવાર 1853માં અંગ્રેજોના શાસનકાળમાં આ મુદ્દા પર કોમી હુલ્લડો થયા હતા. ત્યાર બાદ 1859માં બ્રિટિશ સરકારે વિવાદીત જગ્યા પર વાડ લગાવી દીધી હતી અને પરિસરની અંદરના ભાગમાં મુસલમાનો અને બહારના ભાગમાં હિંદુઓને પૂજાપાઠની મંજૂરી આપી હતી.

– 1949

1949માં હિંદુ-મુસ્લિમ સમુદાયોએ આ સ્થાન પર પોતાનો હક દર્શાવતા કેસ કોર્ટમાં દાખલ કર્યા હતા. ફૈઝાબાદ જિલ્લાધીશે આ જગ્યાને વિવાદીત ઘોષિત કરી હતી. સાથે તેને તાળા લગાવાનો આદેશ આપ્યો હતો.

16 જાન્યુઆરી, 1950

16 જાન્યુઆરી, 1950ના રોજ ગોપાલસિંહ વિશારદે ફૈઝાબાદની જિલ્લા કોર્ટમાં હિંદુઓને તેમના ભગવાનના દર્શન અને પૂજાનો અધિકાર આપવા માટેની અરજી દાખલ કરી હતી.

– 21 ફેબ્રુઆરી, 1950

ત્યાર બાદ બાબરી મસ્જિદ પક્ષના લોકોએ 21 ફેબ્રુઆરી, 1950ના રોજ કોર્ટમાં અપીલની માગણી કરી. તેમનું કહેવું હતું કે 1528માં મસ્જિદ બાબરના સેનાપતિ મીર બાંકીએ બનાવી હતી, માટે મસ્જિદ તેમને સોંપી દેવામાં આવે. જેના વિરોધમાં હિંદુ સંગઠનોએ કોર્ટની બહાર ખૂબ પ્રદર્શન કર્યું હતું. 1959માં નિર્મોહી અખાડાએ દાવો દાખલ કરીને ‘રિસીવર’ પાસેથી પ્રભાવ અપાવનો આગ્રહ કર્યો હતો.

– 1984

1984માં વિશ્વ હિંદુ પરિષદે વિવાદીત જગ્યા પર રામમંદિરનું નિર્માણ કરવા માટે એક સમિતિની રચના કરી હતી. ઉમેશચંદ્ર પાંડેની એક અરજી પર ફૈઝાબાદ જિલ્લાના જજ કે.એમ.પાંડેએ 1 ફેબ્રુઆી, 1986ના રોજ વિવાદીત સ્થળનું તાળું ખોલીને પૂજાપાઠ કરવાની અનુમતિ આપી દીધી, તો તેના વિરોધમાં બાબરી મસ્જિદ એકશન કમિટીની રચના થઈ હતી.

– 11 નવેમ્બર 1989
1989 સુધી મામલો બહુચર્ચિત રહ્યો હતો. તે વર્ષે 11 નવેમ્બરે વિશ્વ હિંદુ પરિષદને વિવાદીત સ્થાન પર રામમંદિરનું ખાતમૂહુર્ત કર્યું હતું. આખા દેશમાં રામનામની લહેર દોડી રહી હતી.

– 1990

1990માં તત્કાલીન વડાપ્રધાન ચંદ્રશેખર દ્વારા વાતચીતથી મામલો ઉકેલવાની કોશિશો પણ જ્યારે સફળ ન થઈ ત્યારે દેશભરમાં તણાવનો માહોલ સર્જાયો હતો.

– 6 ડિસેમ્બર, 1992

6 ડિસેમ્બર, 1992ના રોજ હજારો કારસેવકોએ વિવાદીત ઢાંચો ધ્વસ્ત કરી દીધો હતો. તેના કારણે સમગ્ર દેશમાં કોમી હુલ્લડો ફાટી નીકળ્યા હતા. જેમાં ઘણાં લોકો માર્યા ગયા હતા.

– 1994

1994માં સુપ્રિમ કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે અયોધ્યામાં વિવાદીત ઢાંચાની આસપાસની 70 એકર જમીને ફરીથી અધિગૃહીત કરવામાં આવે અને તેના પર ત્યાં સુધી યથાસ્થિતિ બનાવી રખાય કે જ્યાં સુધી કોર્ટ માલિકી હકનો ચુકાદો ન આપે.સર્વોચ્ચ અદાલતનું કહેવું હતું કે માલિકી હકનો ચુકાદો આવતા પહેલા આ જમીનનો અવિવાદીત હિસ્સો પણ કોઈ એક સમુદાયને સોંપવો ‘ધર્મનિરપેક્ષતાની ભાવના’ને અનુકૂળ હશે નહીં.

– 16 ડિસેમ્બર, 1992

આ પ્રકરણની તપાસ માટે 16 ડિસેમ્બર, 1992એ જસ્ટિસ લિબ્રાહનની અધ્યક્ષતામાં લિબ્રાહન પંચની રચના કરવામાં આવી હતી. જેનો કાર્યકાળ કુલ 48 વખત વધારવામાં આવ્યો હતો. આ દેશમાં કોઈ મામલાની તપાસ કરનારું સૌથી લાંબુ અને મોંઘુ પંચ છે.

– 30 જૂન, 2009

લિબ્રાહન પંચે તેમનો રિપોર્ટ 30 જૂન, 2009ના રોજ વડાપ્રધાનને સોંપ્યો હતો.

– 25 જુલાઈ, 2010

બાબરીનાં માલિકી હકના કેસની સુનાવણી 25 જુલાઈ, 2010ના રોજ સમાપ્ત થઈ હતી.

24 સપ્ટેમ્બર ૨૦૧૦
– અયોધ્યાના વિવાદીત પરિસરના માલિકી હક પર 24 સપ્ટેમ્બરે અલ્હાબાદની લખનૌ ખંડપીઠે પોતાનો ચુકાદૉ સંભળાવ્યો અને જમીનને ત્રણ ભાગમાં વિભાજીત કરવાનો નિર્ણય કર્યો.

ત્યાર બાદ અલ્હાબાદ હાઈકોર્ટનાં ચુકાદા સામે સુપ્રિમમાં અરજી કરવામાં આવી છે અને સુપ્રિમે અત્યારે જમીનનાં વિભાજન પર સ્ટે મુકેલ છે. આખરે આ આગ ક્યારે બુઝાશે? તેને લઈને ચિંતન અને કોશિશો ચાલુ છે. આ કોશિશોનું શું પરિણામ નીકળે છે, તે ભવિષ્યના ગર્ભમાં છે.

 

Advertisements

Read Full Post »

– મહેશ ચૌધરી, પાટણ
 તા ઃ ૦૩-૧૨-૨૦૧૧ (શનિવાર)

——– >>> આજે વિશ્વ વિકલાંગ દિવસ. અપંગતા-વિકલાંગતા એ કોઇ મર્યાદા નથી. વિકલાંગ વ્યક્તિને પણ સમાજમાં સ્વાભિમાનભેર જીવવાનો હક છે. અપંગ હોવા છતાં વ્યક્તિ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ વડે સમાજમાં માનભેર જીવી શકે છે. જેથી વિકલાંગોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી તેઓ સમાજમાં માનભેર જીવી શકે તથા સમાજમાં જાગૃતિ આવે તે હેતુસર દર વર્ષે ૨જી ડિસેમ્બરે વિશ્વભરમાં વિકલાંગ દિન ઉજવાય છે.

                     ” આંખ નથી એથી હું આંધળી નથી, આંધળી કહેશો નહી મને,
                                મારા કાન આંખ બની બધુંયે જુવે છે.
                      હજાર છે આંખો નિહાળવા મારે ..આંધળી કહેશો નહી મને.. ”

 આ વેદના છે વિશ્વનાં એ હજારો લોકોની જેને સમાજ વિકલાંગ તરીકે ઓળખે છે. તમને થશે કે આજે વળી વિકલાંગોની યાદ ક્યાથી આવી ? તો તમને જણાવી દઈએ કે આજે છે ૩ ડિસેમ્બર. એટલે કે વિશ્વ વિકલાંગ દિવસ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે ૩ ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. કોઈપણ શારીરિક ખોડખાંપણ ધરાવતી વ્યક્તિઓને દયાભાવથી નહીં પરંતુ સમભાવથી જોવી જોઈએ, એ આ દિવસ ઊજવવા પાછળનો આશય છે. શારિરીક વિકલાંગતા બેશક એક કમનસિબી છે. પરંતુ  વિકલાંગતા એ કોઈ મર્યાદા નથી. સૌ કોઈ પોતપોતાના ક્ષેત્રમાં આગળ હોય છે. તેમ આ બાળકો પણ આગળ છે. કુદરતે માનવીઓને ઘડયા, ત્યારે તેઓમાં કોઈ ઈંદ્રીઓ વિકસીત ન થઈ હોય, પરંતુ બીજી ઈંદ્રીયો વિકસીત છે. કુદરતનો ક્રમ છે, એક દ્વાર બંધકરે તો બીજુ દ્વાર ઉઘાડે છે.

કુદરતે સજેઁલી એ ક્ષતિઓને હસતે મોઢે સ્વીકારી જીવનમાં શ્રેષ્ઠતમ સિિધ્ધઓ મેળવનાર વિરલાઓનો તોટો નથી. હૈયામાં હોમ હોય, સંઘર્ષો સામે ખુલ્લી છાતીએ બાથ ભીડવાની હિંમત હોય, મન મક્કમ અને મજબુત હોય, નિરાશા, હતાશા કે નિષ્ફળતાઓને ખંખેરીને ઉંચુ લક્ષ્ય હાંસલ કરવાની બળુકી માનસિકતા હોય તો એ વિકલાંગતાને અતક્રિમી શકાય છે. અસંખ્ય વિરલાઓ એવા છે જેમણે અમને શારિરીક ક્ષતિઓ વચ્ચે પણ સમાજ દંગ રહી જાય એવી સિદ્ધિઓ પ્રાપ્તકરી છે. એતલે વિકલાંગ વ્યક્તિઓની હાંસી ન ઉડાડવી જોઈએ પરંતુ તેમની ક્ષમતાઓની કદર કરવી જોઈએ. વિશ્વમાં પોતાની શારીરિક ખોડખાંપણને પણ એક ચેલેન્જ તરીકે સ્વીકારીને સફળતા હાંસલ કરનાર પ્રેરણાદાયી વ્યક્તીત્વનો વિકાસ થાય અને અપંગ હોવા છતાં વ્યક્તિ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ વડે સમાજમાં માનભેર જીવી શકે છે.અને વિકલાંગો અંગે સમાજમાં જાગૃતિ આવે તે હેતુસર દર વર્ષે ૨જી ડિસેમ્બરે વિશ્વભરમાં વિકલાંગ દિન ઉજવાય છે.

Read Full Post »

To promote cultural, social, religious, educational, linguistic and economic welfare of all fellow Anjana-Chaudhari members everywhere. Suggest this to other members to help spread awareness. Your support is greatly appreciated.

 Anjana Chaudhari (આંજણા ચૌધરી) are Kshatriya a class native to Rajasthan, North Gujarat and Madhya Pradesh in India, they are an ethnic group, race, tribe and a people.

 As described in Mr. Ramjibhai Desai’s book, “Rajasthanki Jatiya”, there are three types of Jats.

 1) Anjana Jat

 2) Puniya Jat

 3) Godara Jat

 Anjana Jats migrated to Bhinmal, Marvad, Gujarat and Madhya Pradesh from Rajasthan.

 

The Jats are identified by 3 peculiarities

 1) ASI (Sword)

 2) MASIH (Buffalo)

 3) KRUSHI (Agriculture)

 Anjana predominantly inhabit along countryside and preserve their truly rich and original heritage of living up with Asi, Masih, and Krushi. Fair complexion, tall, muscular build, bright eyes, and sensitive by nature are some of the characteristics inherited in the genes of all Anjanas. Also, Anjanas are humorous, often sarcastic, kind hearted, hospitable and hard working human beings.

 During the good old days in India, a class of people who possess arms always identified themseleves with suffix ‘sinh’ (lion) with their first names. Anjanas use ‘sinh’ as suffix to their first names and never hesitated to stand up for their cause and protect themselves and others. Anjanas, by nature, are outspoken.

 Anjanas, traditionally, are known by 3 different last names.

 1) Chaudhari

 This last name is sort of an identity stamp for Anjana community. It is widely

 used in Gujarat, Rajasthan, and Madhya Pradesh states.

 2) Patel, Pateol

 In some regions, particularly Banaskantha and Sabarkantha, Anjanas adopted

 this last name due to the fact that they are farmers by profession.

 3) Desai

 During the colonial era, the ruling prince of Baroda, Maharaja Sayajirao

 Gaekwad, ruled much of the north gujarat region. The ruler often awarded

 the last name ‘Desai’ to the group of people who demonstrated outstanding

 services to their communities. The Anjanas who got ‘Desai’ award retained

 their last name as ‘Desai’.

 Gotras:

 Anjanas are further classified by their gotras. The gotras of Anjana match with the gotras of Jats. There are around 232 different gotras. Some of the gotras to name a few are:

 Mahival,Atos, Aod, Akoliya, Bagla, Bhatol, Bhutadiya, Chauhan, Chavda, Del, Gujjar, Jegoda, Juva, Kaid, Kag, Korat, Kuva, Kodali, Kharsan, Kathroyiya, Katriya, Karen, Loh, Muji, Juva, Loh, Parmar Yadav etc.

 

Customs & Marriages:

 A typical Anjana village is always outfitted with ancient Lord Shiva temple; whereas Lord Rama temple is contemporary built. Based on this observation, Anjanas, traditionally, are worshipers of Lord Shiva.

 Anjana women are bold, beautiful, hardworking, thrifty and happy-go-lucky ladies. They are less educated as compared to their male counterparts; however, the gap in education is slowly evaporating.

 Anjana weddings are kind of a super bowl event in planning and preparation. It’s like a woman’s day to shine. There is a famous proverb that lyrics of wedding songs sung by Anjana ladies are so loud that they can be heard from a mile.

 As per strict Hindu tradition, marriages among the same gotras are prohibited, since people with the same gotras are considered to be siblings. Also, it is a common practice not to approve marriages if there is any direct blood relationship up to 7 generations between bride’s and bridegroom’s families.

 

Traditional attires:

 Women wear colored Sari, blouse and gher valo red/black ghagaro.

 Men wear zabhho, dhoti and safa as a headgear. Safa is a long piece of cloth wrapped round the head. During marriage ceremony, fathers of bride and groom often keep the safa’s tail end loosely hanging.

 

Stories of Bravery and Heroism:

 Anjanas are naturally warlike and aggressive in battle, and possess qualities like courage, loyalty, self sufficiency, physical strength, resiliency, fighting tenacity, and military strategy.

 There are numerous undocumented episodes on bravery of Anjanas. Also, women fought alongside of their men. Land of North Gujarat and Rajasthan is strewn with memorial stones marking the deaths of brave Anjanas. Here are two well known

Read Full Post »

– મહેશ ચૌધરી , પાટણ
તા ઃ ૦૧-૧૨-૨૦૧૧ (ગુરુવાર)

આજે વિશ્વ એડ્સ દિવસ છે. વિશ્વમાં એડસનામનાં મનવ ભક્ષી રોગ વિશે લોકોમાં જાગૂતી ફેલાય અને લોકો તેનાંથી બચી શકે તે માટે દર વર્ષે ૧ ડિસેમ્બરનાં રોજ વિશ્વ એડસ દિવસ તરીકે મનાવવાય છે. જેમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ સામાજિક સંસ્થાઓ, સરકાર અને યુનો દ્રારા વિવિધ કાર્યકેમ યોજી લોકોમાં એડસ વિશે જાગૂતી ફેલાય તેવા પ્રયયત્ન કરવામાં આવશે.

આજે વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. એક તરફ ગરીબ દેશોમાં આ રોગનો ઉચિત ઉપચાર નથી અને બીજી તરફ કોઈ પ્રભાવી રસી શોધવામાં આવી શકી નથી. અમેરિકામાં ૧૯૮૧માં એડ્સની શરૂવાત થઈ ત્યારે આપણે માનતાં હતાં કે આવા રોગ ત્યાં જ થાય અહીં આપણને ચિંતા કરવાની કોઇ જરુર નથી. જો ચેન્નઈમાં એડ્સનો રોગ ધરાવતો પહેલો દર્દી જણાયો તો એક સાધારણ નાની ઘટના માની તેના માટે કાળજી કરવાની કઈ જરુર નથી? એવું લોકોને લાગ્યું જો આજે ભારત સૌથી વધુ એડ્સના દર્દીઓ ધરાવતો દેશ છે. જ્યારે આખી દુનિયામાં 33.4 મિલિયન લોકો એડ્સથી પીડિત છે અને દરેક વર્ષે 27 લાખ લોકો આનો ભોગ બની જાય છે. નેશનલ એડ્સ કંટ્રોલ ઓગ્રેનાઈઝેશનના મુજબ 2.5 મિલિયન એચઆઈવી પોઝિટીવ લોકોમાં 80,000 એ છે, જેમની વય 15 વર્ષથી પણ ઓછી છે.

9 વર્ષનો દાનિશ ભલે એંજિનિયર બનવા માંગતો હોય, પરંતુ એડ્સ નામની ઉધઈ તેના શરીરને અંદરથી ખોખલું બનાવી રહી છે. એક દિવસ એવો આવશે જ્યારે બીમારીથી હારેલુ તેનુ શરીર શ્વાસ લેવાનુ બંધ કરી દેશે. વાત કડવી છે પણ હકીકત છે. એચઆઈવી પોઝીટીવનો મતલબ છે મોતની રાહ જોવી. જ્યારે આ વાત સર્વ જાણે છે તો પછી જાણીજોઈને આમા કેમ ફસાય રહ્યા છે. સમાજના હિતેચ્છુઓ અને સરકારને આ વિચારવાની જરૂર છે કે નિમ્ન જાતિના અને મધ્યમ વર્ગના લોકો રોજગાર માટે બહાર નીકળે છે અને ઘરે લઈને આવે છે એક એવી બીમારી જેનો કોઈ ઈલાજ નથી.

Read Full Post »

%d bloggers like this: