Feeds:
Posts
Comments

Archive for February, 2012

– Mahesh Chaudhari, Patan

 

– ૨૬મી ફેબ્રુ. ૧૪૧૧નાં રોજ થઈ હતી અ’વાદની સ્થાપના
– પાટણનાં પાદશાહ અહમદશાહે કરી હતી અ’વાદની સ્થાપના
– જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને શહર બસાયા

 

નદીની રેતમાં રમતું નગર ફરી મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

હાં …. આ સાબરમતીની રેતીમાં રમતા અમદાવાદનો આજે ૬૦૨માં સ્થાપના દિવસ છે. પાટણનાં પાદશાહ અહમદશાહના કૂતરાઓને સાબરમતીના કિનારે વસતા સસલાઓએ ભગાડ્યા ત્યારથી માંડીને આજ સુધી આ શહેરની ભૂમિ અનેક અદ્ભુત ઘટનાઓની સાક્ષી બની રહી છે.

 

આમ તો અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદી થી વસે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ થી ઓળખાતો હતો. એ વખતે અણહીલવાડ પાટણના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામે શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે.

 

ઈ.સ. ૧૪૧૧ માં પાટણ પર દિલ્હીના શહેનશાહ અલઔદ્દીન ખિલજીના લસ્શ્કરનો વિજય થયો, અને ગુજરાતમાં મુઝદફ્ફરી વંશની સ્થાપના કરી થઈ. આજ વંશનાં પાદશાહ અહેમદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની પાટણ થી સ્થળાંતર કરવા માગતા હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તારમાં અમદાવાદની સ્થાપનાં કરી.

 

ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમૂદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે. ઈ.સ. ૧૫૫૩ માં જ્યારે ગુજરાત ના રાજા બહાદુર શાહ ભાગી ને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુ એ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો. ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકો નો ફરી થી કબજો થયો હતો, અને પછી મુગલ રાજા અકબર એ અમદાવાદ ને પાછુ પોતાનું રાજ્ય બનાવ્યું.

 

મુગલ કાળ દરમ્યાન અમદાવાદ, રાજ્ય નું ધગ-મગતું ઓદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાં થી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાં એ પોતાનો ઘણો સમય અમદાવાદ માં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગ માં આવેલું મોતી શાહી મહાલ બનાવડાવ્યું. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલો નું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું. મરાઠા કાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂના ના પેશ્વા અને બરોડા ના ગાયકવાડ ના મતભેદ નો શિકાર બન્યું.

 

અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલૉને લીધે અમદાવાદ પૂર્વનું ‘માંચેસ્ટર’ પણ કહેવાતું હતું. મે ૧૯૬૦ થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. ઐતિહાસિક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર જે સાબરમતી નદીની પૂર્વ દિશામાં વસેલ છે અને નવું શહેર જે પશ્ચિમ દિશામાં વિકસેલ છે. વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે.

 

અહમદાબાદ શહેર ઈતિહાસમા એક અન્ય કારણે પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ. આગામી વર્ષૉમાં સાબરમતી નદીના પટમાં રીવર ફ્રન્ટ યૉજનાથી શહેરની રૉનક બદલાશે ત્યારે સાબારમતીની રેતની જગ્યારે કોક્રેટમાં રમતા આ શહેરનો નજારો જોવા લાયક હશે.

Advertisements

Read Full Post »

– Mahesh Chaudhari, Patan

1. Established: May 1, 1960
2. First Chief Minister: Dr. Jivraj Mehta
3. Present Chief Minister: Mr. Narendra Modi (from October 7, 2001 to present)
4. First Capital: Ahmedabad
5. Present Capital: Gandhinagar
6. Vidhansabha Seats: 182
7. Loksabha Seats: 26
8. Rajyasabha Seats: 11
9. Total Districts: 26
10. Total Talukas: 225
11. Total Towns: 264
12. Total Villages: 18,192
13. Municipal Corporations (Mahanagar Palika): Total 8 (Ahmedabad, Surat, Rajkot, Jamnagar, Bhavnagar, Vadodara, Junagarh and Gandhinagar)
14. Total Area of Gujarat State: 1,96,024 square kilometer
15. Total Population of Gujarat State: 6,03,83,628 (according to 2011 estimates)
16. Previous statistics: 5,05,96,992 (according to 2001 estimates)
17. Population Density of Gujarat State: 258 per square kilometer
18. Population in Cities: 37.36 %
19. Literacy in Gujarat State: 69.97 %
20. Male: 80.50 %
21. Female: 58.60 %
22. District with highest Literacy: Ahmedabad District (79.89%)
23. District with lowest Literacy: Dahod District (45.65%)
24. District with highest Population: Ahmedabad District (population: 58,08,378)
25. District with lowest population: Dang District (population: 1,86,712)
26. District with highest Population Density: Gandhinagar District
27. District with lowest Population Density: Kutch District
28. Largest District by its Area: Kutch District (Area: 45,652 square kilometer)
29. Smallest District by its Area: Dang District (Area: 1,764 square kilometer)
30. Position of Gujarat State in India as per its area: Seventh (7th)
31. Position of Gujarat State in India as per its population: Tenth (10th)
32. Official Language of Gujarat: Gujarati (Gujarati Language Speaking Population is 89.36%)
33. Other Languages in Gujarat: Kutchi-1.57%, Urdu-2.17%, Hindi-1.26%, Marathi-0.79%, Sindhi-0.76%, Others-4.09%
34. Population of Gujarat by Religion:
35. Hindu- 4,51,43,074
36. Muslim- 45,92,854
37. Jain- 5,25,305
38. Christian- 2,84,092
39. Shikh- 45,587
40. Buddhist- 17,829
41. Others- 28,698

Read Full Post »


– Mahesh Chaudhari, Patan

આજે ગઝલ સમ્રાટ જગજિત સિંહનો ૭૨મો જન્મ દિવસ છે. ગજીત સિંહનો જન્મ રાજસ્થાન શ્રીગંગાનગરમાં આઠ ફેબ્રુઆરી 1941માં થયો હતો. તેમનું નામ જગમોહન હતું. તેમની અસંખ્ય ગઝલો આજે પણ સંગીતના ચાહકોમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. અને આજ કારણે વર્ષ 2003માં જગજીત સિંહને પદ્મવિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આઠ ફેબ્રુઆરી 1941.. આ ભારતનાં ઈતિહાસનો એ દિવસ છે જયારે અવાજને ‘કંઠ’નું ઉપનામ આપવા સાત દાયકા પૂર્વે કુદરતે એક સૂરીલા કંઠની રચના કરી હતી. જેને આપણે ‘જગજિત સિંહનાં નામે ઓળખીયે શીયે. જન્મ સમયે પિતાએ નામ આપ્યું જગમોહન, પરંતુ પોતાના ગુરુની સલાહ પછી નામ ધારણ કરી દીધું જગજિત… જી હા, ‘જગજિત સિંહ’ નામના એક ગઝલ-અધ્યાયના અંતિમચરણનો આજે ૭૨ મો જન્મ દિવસ છે. આ કલાકારના અવાજ વિષે જ્યારે જ્યારે વાત નીકળતી ત્યારે ત્યારે આ અત્યોચિત શબ્દો સહજપણે ઉચ્ચારાઇ જાય.. ‘જો ઇશ્વર ગાતો હોત, તો એનો કંઠ આવો જ હોત!’ આપણું અહોભાગ કે આ દૈવી કંઠ સદેહે ભારતભૂમિ ઉપર અવતર્યો!

આ દિવ્ય કંઠના સ્વર-રાજવીને પણ સંગીતના સતત બદલાતા રૂખના સામા વહેણમાં તરી આમ માણસની જેમ જીવનચક્કીમાં પીસાઇ, ઘુંટાઇ, કચડાઇ પોતાના અસ્તિત્વનો કસ કાઢી લે એવું જીવવું પડ્યું. એકવીસ વર્ષના યુવાન પુત્ર ગુમાવવા જેવી અનેક અગ્નિપરીક્ષાઓ પણ પાસ કરી. ‘નો શોર્ટ-કટ્સ’ની ધજા ફરકાવી માથે પુરુષાર્થનું કેસરી કફન બાંધી ખભે ખુદ્દારીના મુલાયમ પોતની અનન્ય સોનેરી કોરવાળો ખેસ ધારણ કરી ઝઝૂમવા નીકળી પડેલા આ દાઢીવાળા ફકીરે ઘોર સંઘર્ષપથ જ પસંદ કર્યો. બીજો કોઇ આસાન રસ્તો લેવો એને માન્ય પણ નહોતો! આગમાં હેમ તપે એમ આ સૂરીલા શખસે જગતાગ્નિમાં પોતાની સમગ્ર જાતને ઓગાળી એક શુદ્ધ ચોવીસ કેરેટના કલાકારનું સ્વરૂપ ધારણ કર્યું.

આ સ્વરમહારથીએ જગતની અત્યંત ઉત્કૃષ્ટ સિદ્ધિઓથી લઇ જીવનનાં મોંઘાં-અમોલાં દુઃખો ઉપર વિજય પ્રાપ્ત કરી સાચા અર્થમાં ‘જગજિત’ બની પોતાનું નામ સાર્થક કર્યું અને પોતાની એક અલગ કેડી કંડારી બતાવી આપ્યું કે બીજાના લોહીમાં રોટલી બોળીને ખાધા વિના પણ મહાન બની શકાય છે. પોતાની કક્ષાને જાળવી એક જ દિશામાં અવિરત મહેનત અને એક પછી એવા નવાં સોપાનો સર કર્યાં. ગઝલને એની બંધબેસતી વ્યાખ્યાકૃતિમાં મઢવાનું મહાકાર્ય કરી બતાવ્યું અને અંતે ભારતીય ગઝલને એની યોગ્ય ગરિમા પ્રાપ્ત થઇ જે વિશ્વસ્તરે પ્રચલિત થઇ. આ કલાકારને જગત તરફથી જે મળ્યું એનાથી સો ગણું એણે આપ્યું. લોકોના હૃદયમાં આનંદ અને આધ્યાત્મિકતાનો સંચાર કરી આખી દુનિયામાં માત્ર પ્રેમ વેચી અંતે 10 ઓક્ટોબર 2011ના રોજ આ દુનિયામાંથી ચીર વિદાય લીધી.

Read Full Post »

%d bloggers like this: