Feeds:
Posts
Comments

Archive for March, 2012

– Mahesh Chaudhari, Patan

Image

 આજનો દિવસ એ માત્ર દિવસ નથી પણ ભારત ઇતિહાસની ક્રાંતિનો દિવસ છે. ત્રણ વીર પુરુષ શહીદ-એ-આઝમ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવ માત્ર ને માત્ર દેશની જનતામાં ચેતના આવે અને પોતાના અધિકાર માટે લડી શકે તે માટે પોતાના પ્રાણની બલિદાની આપી અને હિન્દુસ્તાનની આઝાદી માટે ફાંસી પસંદ કરીને મૃત્યુને પસંદ કર્યું.

 

તેમાંય ભારતનાં સ્વતંત્રતા આંદોલનનાં ઈતિહાસમાં ક્રાન્તિવીર શહીદ ભગતસિંહનું અગ્રિમ સ્થાન છે. રાષ્ટ્રભાવનાથી પ્રેરિત કુંટુંબમાં તેમનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ.૧૯૦૭ નાં દિવસે લ્યાલપૂર, પંજાબ માં થયો હતો. માત્ર ૨૪- ૨૫ વર્ષની વયે જ હસતા મોંએ ફાંસીના માચડે ચડી ગયેલા ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો.

 

લાલા લજપતરાય લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે એસેમ્બલીમાં બોંબ ફેંક્યો હતો. પકડાયા પછી કેસ ચાલ્યો હતો. ૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારને હતું કે કંઈક નવાજૂની થશે એટલે એક દિવસ પહેલા ૨૩મી માર્ચે સૂરજ આથમી ગયા પછી ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. આ આખીય વાત નિયમો વિરુદ્ધની હતી. અમને ફાંસી નહિ ગોળીએ ઠાર કરો એવું કહી ચૂકેલા ક્રાન્તિવીરોને ફાંસી પછી, ચૂપચાપ ઉતાવળે સતલજ નદીના કિનારે. હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.

 

આ શહીદોની અનેક રોમાંચક કથાઓ છે. ફાંસી દેવાયા પછી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ એક કાવ્ય લખ્યું હતું ઃ ‘વીરા મારા ! પંચ રે સિંધુને સમશાન, રોપાણા ત્રણ રૃખડાં હો… જી… વીરા ! તારાં ફૂલ રે સરીખડાં શરીર ઃ ઇંધણ તો ય ઓછા પડયાં હો જી…!’ આજે રાષ્ટ્રપ્રેમની, રાષ્ટ્રભક્તિની વાતો તો ખૂબ થાય છે પરંતુ જેમની શહીદીના કારણે આજે અનેક રાજકારણીઓને સત્તાનો રાજમાર્ગ સાપડી ગયો છે તેવા એકેય જણ શહીદોને અંજલિ આપતા કાર્યક્રમમાં ડોકાતા સુધ્ધા નથી.

 

બીજી તરફ યુવા પેઢી સામે ભગતસિંહ જ નહી અનેક નામી- અનામી શહીદોની વિગતો પણ રજૂ નથી થતી એટલે સ્થિતિ એવી થઈ છે કે, એ ઘટનાક્રમો, આઝાદીની તમન્ના અને તેના માટેની જાનફેસાની ઈતિહાસના ગ્રંથોના જર્જરિત પાનાંઓમાં સમેટાઈ રહે છે.

Advertisements

Read Full Post »

– Mahesh Chaudhari, Patan

Image

                                 

                                ” ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ,
                                   પછી મલક્યા વિના તે કેમ રહેવાય?.
                                   કામણ કીધા છે અહી કેસુડે એવા કે,
                                   મહેક્યા વિના તે કેમ કરી રહેવાય ??”

 

ઘુળેટીનો તહેવાર આવ્યો અને ગયો… પરંતુ જે કામણ પાથરે છે તે કેસુડૉ તો ખીલ્યોજ નહી.. કોઈ કહે છે કે કેસુડા ઉપર બેવડી ઋતુનો માર પડ્યો, કોઈ કહે છે કે આ તો ગ્લોબલવોર્મીંગની અસર થઈ. ખબર નથી શું હકીકત છે અને શું ગપગોળા?. પરંતુ એક વાત નિચ્ચિત છે કે વસંતઋતુ આગમન થયુ.. શરદઉત્સવ પણ આવ્યો.. પરંતુ હજી સુધી જંગલોમાં ન તો કેસુડૉ ખીલ્યો.. કે ન તેની મહેકતાથી વાતાવરણમાં માદકતા પથરાઈ.. કેટલાક વુક્ષો ઉપરતો હજી મોર પણ નથી મહાલ્યો.. પરિણામ એ આવ્યુ કે કેસુડાની સુંગધ, કેસુડાનાં રંગો વગરજ ધૂળેટી આવી અને ગઈ.. આમ તો આજનાં કેમિકલયુકત રંગોમાં રંગાયેલ અને ચાઈનીઝ પીચકારીઓથી હોળી રમતી પેઢીને વળી આ કેસુડૉ એટલે શું? અને તે ખીલે કે ન ખીલે તેનાંથી શું ફેર પડે??

 

આમ તો વસંતઋતુ આવવાની સાથેજ જંગલો સોળે કળાએ ખીલી ઉઠે.. લાલ, ગુલાબી રંગમાં ચમક્તા કેસુડાનાં વુક્ષો હોય.. તેના ઉપર સુર્યનાં કિરણો પડે ત્યારે જાણે કે પ્રકૂતી નવુ રૂપ ધરી દુલ્હનની જેમ સજ્જથાય છે.. કેસુડાની સુંગદ સાથે પવન હીલોળા લે.. ઉપવનનાં પાન-પાન, ડાળ-ડાળ ઝુમી ઉઠે.. તેની મહેક જયારે માટી સાથે ભળે ને ત્યારે ગમેતેવા ધૈર્યવાનની ધીરજ પણ ડોલી જાય.. આવા અહલાદક માદક વાતાવરણમાં ધુળૅટીનાં તહેવારનું આગમન થાય.. લોકો જંગલનાં ઝડવાઓ ઉપરથી કેસુડાનાં ફુલ તોડી લાવે.. કેસુડાને વાટી તેમાંથી રંગ બનાવે, વળી કેસુડાને જેટલો વધારે વાટૉ એટલો રંગ પણ પાક્કો બને.. પછી તો પૂછવુજ શું?? એ રંગોથી કુદરતનાં સાનિધ્યમાં ધુળેટી રમાય.. પાલવ પલળૅ અને કેસુડાની મહેક ભળે.. સાથે સાથે લીલેરા પાન અને ગીતો ગાતા પવનો સુંગધની લ્હાણી કરતા જાય.. લોકોનાં અંગ ઉપગંની હેલી અર્ધી ભરાઈ જાય.. પછી તે છલક્યા વિના કેમ રહે?? આ કેસુડાની મહેક તો બે દિવસ સુધી પીછૉ ન છોડે હો… પરંતુ આ બધુ ભુતકાળ છે. આ વખતે તો કેસુડો ખિલ્યોજ નથી.. ત્યારે ધૂળેટીની એ મજા.. એ મહેક.. એ માદકતા… ક્યાંથી આવે ? ? ?

 

શહેરોમાં તો કેસુડો, અબીલ, ગુલાલ વગેરેથી રમાતી વગેરેથી રમાતી ધુળેટીનો લુપ્ત થઈ ગઈ છે. પરંતુ ગ્રામ્ય સંસ્કુતીમાં તો આજે પણ અબીલ, ગુલાલ, કેસુડો અને માટીથી ધુળેટી રમાય છે.. પરંતુ આ અખતે તો કેસુડો મહાલ્યો નથી.. તેમાં મહેક આવી નથી.. હજી રંગ પણ જામ્યો નથી.. ત્યારે ધુળેટીનો રંગ કેમ કરી જામે.. જાણે કે કેસુડાનાં રંગની સાથે સાથે ધૂળેટીનો રંગ પણ ફિકો પડી ગયો છે… કેણ જાણે કેમ ધુળૅટી રમવાની મજા આવતી નથી.. વળી કેસુડાની સાથે સાથે આ વર્ષે કેરીનો સ્વાદ પણ મોડો મળે તો નવાઈ ના પામતા… ભાઈ આતો ગ્લોબર્વોમીંગ…

Read Full Post »

– Mahesh Chaudhari, Patan

Image

 

             ” આવ આપણે રમીયે ધુળેટી, ગમ્મતને ગુલાલે એકમેકને રગદોળીએ,
               આંખે ઉગેલ ગુલાબી રંગોમાં, અતીતની ગમતી ફોરમ ભેળવીએ ,
               દુર થોડી દુર કરીને પ્રીત્યુની પીચકરી ભરી એક મેકને પલાળીએ
              અણગમતાની કરી હોળી કાલે, ગમતાની આવ આપણે આજે ધુળેટી રમીએ”

 

આજે રંગોત્સવ એવો ઘુળેટીનો તહેવાર. હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી ફૂલડલોત્સવ એ પોંખોત્સવ પણ કહે છે. યોવન રંગના હિલોળે ચડી ધુળેટીના રંગ પર્વને હર્ષોલ્લાસભેર ઉજવણી કરે. સૌથી નટખટ ને તોફાની કોઈ તહેવાર હોયતો કદાચ ધુળેટીજ છે, જો સામે વાળાની ડગરી ઠેકાણે હોયતો ધુળેટી સંબધોમાં મીઠાસ ભેળવનારી બની રહે.. ક્યારેક નયનોનાં પેચ પણ લડી જાય અને જો ઠેકાણે ના હોય તો ઝ્ગડો પણ કરાવે.. શરીરના હાડકા પણ ભગાવે.. એ તો જેવા જેનાં નશીબ અને તકરારને પણ તકમાં ફેરવી પ્રમમાં ફેરવી નાખવાની આવડત.. એવા ફળ આ ધુળેટી આપે..

 

રંગોનો આ તહેવાર માત્ર રંગવા-રંગાવવાની ઉજવણી લઈને નથી આવતો.. પરંતુ જેમ એક ચહેરામાં અનેક રંગો ભળી જાય છે. તેમ મિત્રો અને પરિચીતો, સગા ને સબંદીઓ… સહુને એક સાથે રહેવાનો શંદેશો આપતો જાય છે… આ ધૂળેટીના તહેવારની સાથે કેટલીક ધાર્મીક માન્યતાઓ પણ જોડાયેલી છે. એક માન્યતા મુજબ સખા અર્જુન સાથે શ્રીકૃષ્ણ એક વખતે રૈવતાચળ ગિરનારમાં ગય હતા. ત્યાં યાદનોને ખુશ કરવાથી યાદવ તાનમાં આવી જઈને કૃષ્ણને રાજી કરવા ફૂલોનો હિંડોળો બનાવીને, અર્જુન-શ્રીકૃષ્ણને હીડોળે બેસાડી પૂજા કરીને પ્રેમથી ઝૂલાવ્યા હતા, ત્યારથી ડોલોત્સવનો શુભારંભ થયો.

 

આ દિવસે રસિયા પણ ગવાય છે. વ્રજમાં તો હોળીના બારેક દિવસ અગાઉથી એટલે કે ફાગળ સુદ બીજથી સમાજ બેસે છે. રસિયાના પદો ગવાય છે. શ્રીજીના વૈષ્ણવ મંદિરોમાં હોળી ઉત્સવ ઉજવાય છે અને લોકો આનંદોત્સવ મનાવે છે. ..   “હોળી આવી આવી આવી રે…. રંગોનો વરસાદ લાવી લાવી રે….”

Read Full Post »

– Mahesh Chaudhari, Patan

&lt

>

ભારતમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરની સગીર વયની યુવતીઓનાં આરોગ્ય મામલે ગંભીર અને ચિંતાજનક ચિત્ર સપાટી પર આવ્યું છે. ૨૦૧૨ વર્લ્ડ ચિલ્ડ્રન રિપોર્ટમાં યુનિસેફે કહ્યું છે કે, આધુનિક ભારતમાં આજે પણ બાળ લગ્નો, કુમળી વયમાં બાળકોને જન્મ આપીને માતૃત્વ ધારણ કરવું અને પતિ તેમજ સાસરિયાં દ્વારા ઘરેલું હિંસાનું દૂષણ પ્રવર્તે છે. યુનિસેફે આંકડામાં જણાવ્યું છે કે, ભારતમાં ૨૨ ટકા મહિલાઓ ૧૮ વર્ષની વય પહેલા જ માતા બની ચૂકી હોય છે.

 

–  ૨૦૧૨ વર્લ્ડ ચિલ્ડ્રન્સ રિપોર્ટમાં યુનિસેફની ચોકાવનારો ઘટસ્ફોટ
­- વિશ્વમાં બાળ લગ્ન પૈકી ૪૦ ટકા બાળ લગ્ન ભારતમાં
– દર વર્ષે ૧ કરોડ યુવતીઓના ૧૮ વર્ષની વય પહેલા થાય છે લગ્ન
­- બાળ લગ્નની સ્થિતિમાં યુવતીઓ બાળકને જન્મ આપવા નથી હોતી સક્ષમ
– તેમ છતાં દેશમાં ૨૨ ટકા મહિલા ૧૮ વર્ષથી ઓછી વયે બનેશે માતા

 

વિશ્વમાં ૪૦ ટકાથી વધુ બાળ લગ્નો ભારતમાં થાય છે અને કાચી અને કુમળી વયે જ ૨૨ ટકા યુવતીઓ માતા બની જતી હોય છે. હાં.. આ વાત છે ૨૧ મી સદિમાં વસતા ભારતની.. અને આ નગ્ન હકીકતનો ઘટસ્ફોટ થયો છે યુનિસેફનાં વર્ષ ૨૦૧૨નાં  વર્લ્ડ ચિલ્ડ્રન્સ રિપોર્ટમાં… રિપોર્ટમાં જાણવા જણાવાયુ છે કે ભારતની હાલ ૨૦થી ૨૪ વર્ષની વય ધરાવતી ૨૨ ટકા મહિલાઓ ૧૮ વર્ષની વય પહેલા જ માતા બની ચૂકી હતી.

 

દર એક હજાર નવજાત શિશુમાં ૪૫ બાળકો એવા હોય છે જેમની માતાએ ૧૫થી ૧૯ વર્ષની વયે જ માતૃત્વ ધારણ કરી લીધું હોય છે. ઉલ્લેખનીય છે કે કાયદિય રીતે ભારતીય બાળ લગ્ન પર પ્રતિબંધ છે. અને મહિલા અને પુરુષ માટે લગ્ન માટેની લઘુતમ વય ક્રમશઃ ૧૮ અને ૨૧ વર્ષ છે.  રિપોર્ટમાં આંચકાજનક હકીકતતો એ સામે આવી છે કે ભારતમાં ૫૭ ટકા પુરુષ તરુણો અને ૫૩ ટકા તરુણીઓ એવું માને છે કે કેટલાક સંજોગોમાં પતિ દ્વારા તેમની પત્નીની કરવામાં આવતી મારપીટ યોગ્ય હોય છે.

 

આ ઉપરાંત રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે શહેરી ભારતમાં આશરે ૩૩ ટકા બાળકો અને ગ્રામીણ વિસ્તારોમાં આશરે ૪૬ ટકા બાળકો ઓછું વજન ધરાવે છે. શહેરી ભારતમાં ચાર લોકો પૈકી બે અને ગ્રામીણ ભારતમાં પાંચ પૈકી એક બાળકને જ સેનિટેશનની સુવિધાઓ મળે છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં નવજાત શિશુનાં મોતની બાબતમાં ભારત ૫૦ સૌથી નિરાશાજનક દેખાવો કરનાર દેશોની યાદીમાં ૪૬માં ક્રમાંકે છે. અહીં પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકોનાં મોતનો આંકડો ખૂબ વધુ છે.

 

અહેવાલ મુજબ ત્રણ નવજાત શિશુ પૈકી એક ઓછા વજન સાથે જન્મે છે. આ ઉપરાંત ૫૦ ટકાથી પણ ઓછા બાળકોને તેમની માતાઓ સ્તનપાન કરાવી શકે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં બાળ લગ્નની ટકાવારી ખૂબ ઊંચી છે. વિશ્વના બાળ લગ્ન પૈકી ૪૦ ટકા બાળ લગ્ન ભારતમાં થાય છે. ૧૮ વર્ષની થાય તે પહેલાં જ યુવતીઓના લગ્ન કરી લેવામાં આવે છે. 

Read Full Post »

%d bloggers like this: