Feeds:
Posts
Comments

Archive for May, 2012

– Mahesh Chaudhari, Patan

મધર્સ ડે છે. અંગ્રેજીમાં એક ઉક્તિ છેઃ ભગવાન બધે જઈ શકતા નહોતા તેથી તેમણે મા બનાવી. કવિએ લખ્યું છેઃ…… ” જે મસ્તી હોય આંખોમાં, તે સુરાલયમાં હોતી નથી, અમીરી કોઈ અંતરની, કદી મહાલયમાં હોતી નથી. શીતળતા પામવાને, માનવી તું દોટ ક્યાં મૂકે, જે હોય છે માની ગોદમાં, તે હિમાલયમાં હોતી નથી.”

મધર ડે એટ્લે કે માતૂ દિન. આમતો આ દિવસ ઉજવવાની પ્રણાલી પચ્ચિમની છે. પરંતુ કોઈ પણ દેશ હોય, પુર્વ કે પચ્ચિમ, દરેક જ્ગ્યાયે માતાનુ મહત્વ અને માતાનું સ્થાન ઉચુ છે. શાસ્ત્રમા પણ માતાનો દરજ્જો ભગવાનથી ઉપર છે. માતા શબ્દ શાભળતાજ મનની અંન્દર એક આદરભાવ જાગે, અને માતા માટે પ્રેમ ઉભરાઈ આવે.

દુનિયામા એક મા જ એવી છે કે જે પોતાના બાળકોને નિસ્વાર્થ પ્રેમ કરે છે. બાળકો માટે પ્રેમ અને કાળજી એજ એનુ જિવન છે. માતાને બે છોકરા હોય કે દશ બધાને માટે સરખો પ્રેમહોય છે. પરદેશમા મા–બાપ અને છોકરાઓ દુર દુર રહેતા હોય અને બધા વ્યસ્ત એટલા હોય છે, ઈચ્છા હોવા છતા પણ વારંવાર મળી શકતા નથી. એટલે આ દિવસે બધા ભેગા થાય છે, અને ઘણીજ ખુશીથી મધર ડે ઉજવે છે.

જ્યારે આપણા દેશમા દરરોજ મધર – ડે હોય. ઘણી જ્ગ્યાયે તો બાળકો દરરોજ ઉઠીને માતાને પગે લાગતા હોય છે, અને આર્શિર્વાદ મેળવતા હોય છે. તો ઘણી વખત કોઈ પણ સારા કામ માટે બહાર જાય તો માતાને પગે લાગીને આર્શિર્વાદ મેળવીને બહાર જાય. સાચેજ ભારતીય પરંપરા સંસ્કારોથી ભરેલી છે. પરંતું પચ્ચિમી સંસ્કુતિથી રંગાયેલા કેટલાક પુત્રો મધર ડે ઉજવેશે પરંતુ કઠણ કાળજાનાં એ પુત્રો પોતાની માતાને વૃદ્ધાશ્રમ મોકલી આવે છે.

બાળકો મોટા થાય અને લગ્ન પછી માતાની પરવા હોય કે ન હોય, પરંન્તુ માતાના પ્રેમમા ક્યારેય ક્મી નથી આવતી. માતાનો પ્રેમ સતત સરિતાની જેમ વહેતોજ રહે છે. બાળકો પ્રેમ આપે કે ન આપે, માતાનુ હ્રદય એટલુ બધુ કોમળ છે હમેશા પ્રેમથી ભરેલુ છે. ત્યારે આજે મધર ડે નાં દિવસે આવો આપડે સાથે મળીને માતાને પ્રેમ આપવાનુ વચન લઈયે.. 

Advertisements

Read Full Post »

%d bloggers like this: