Feeds:
Posts
Comments

Archive for June, 2012

– Mahesh Chaudhari, PatanImage

                             ईशावास्यमिदं सर्वम् यत् किंच जगत्याम् जगत्।

                             तेन त्यक्तेन भुंजिथा मा गृध कस्य स्विद्धनम्॥

આજે ગરમી વધુ તીવ્ર બની રહી છે. જંગલો ખતમ થઈ રહ્યાં છે. ધરતીના પેટાળમાં પાણી વધુ નીચે જઇ રહ્યું છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો જોખમ સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. સ્થિતિ સુધરવાને બદલે દિનપ્રતિદિન પડકારરૂપ બની રહી છે. ત્યારે આ બગડતા જતા પર્યાવરણ અંગે લોકોમાં જાગૂતી આવે તે માટે વર્ષ ૧૯૭૨થી સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા વિશ્વભરમાં પાંચ જુનને “વિશ્વ પર્યાવરણ દિન’ તરીકે ઉજવવામાં આવે છે

 આમતો વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ભારતમાં ત્રીજી સદીમાં મૌર્ય સમ્રાટ અશોકે કર્યો હોવાનૂ માનવામાં આવે છે. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં – વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો આજેય તેના શિલાલેખોમાં જોવા મળે છે. પરંતુ આધુનીક સમયમાં ૧૯૭૨માં પમી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામુ બહાર પાડયું. આના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા તા. ૫મી જૂનના દિવસને “”વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું.

 સંયુક્ત રાષ્ટ્રસંધ પર્યાવરણ દિને કાર્યક્રમોના આયોજન માટે વિષયની પસંદગી કરી સુત્ર આપે છે. જેનાં અનુસંધાનમાં વર્ષ ૨૦૧૨નો વિષય છે “હરિત અર્થતંત્ર’. એટલે કે એક એવી અર્થ વ્યવસ્થા જેના ફલ સ્વરૂપે સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ધટાડો થાય. આજનાં સમયમાંપર્યાવરણની સુરક્ષા દરેક દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે.

 ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. પરંતુ આપણે પર્યાવરણ અંગે કેટલા સંવેદનશીલ છીએ ? “”વિશ્વ પર્યાવરણ દિને” સહુ સંકલ્પ લઇએ- અને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા જીવનને ટકાઉ બનાવીએ.

Read Full Post »

%d bloggers like this: