Feeds:
Posts
Comments

Archive for July, 2012

– Mahesh Chaudhari

“‘ ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક તપ નથી અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા શ્રી ગુરુદેવને નમસ્કાર. ”

આજે ગુરુપૂર્ણિમા છે. ગુરુપૂર્ણિમા એટલે કે જ્ઞાનનું પર્વ.ગુરુ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર પહેલાં જેની પૂજા કરવામાં આવે છે તે. એટલે ત્રણેય દેવોનાં એકમાં જ દર્શન થાય તે ગુરુ.ગુરુ અને શિષ્યનાં મિલનનો પાવન અને પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા.

ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ અષાઢ પૂનમનાં દિવસે આવે છે. ગુરુ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમાં. ગુરુ પૂર્ણિમાનાં દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. શાસ્ત્રો, ગ્રંથો અને દેવોએ ગુરુની અજોડ મહિમાનાં ગુણ ગાયા છે. સદગુરુ દેવને દેવો કરતાં પહેલાં પૂજય ગણવામાં આવ્યાં છે. સદગુરુથી વિશેષ ત્રણેય લોકોમાં બીજું કોઈ નથી. ગુરુ દત્તાત્રેયે ૨૪ ગુરુ બનાવ્યા હતા. શ્વાન પાસેથી તેણે વફાદારીનો ગુણ શીખવા મળ્યો એટલે તેને પણ ગુરુ માન્યો હતો. એટલે કે ગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન આપે છે. એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,

હિન્દુ ધર્મમાં સદૈવ ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન પ્રદાન કરે છે. તેમને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે. શિષ્ય સદગુરુની વંદનાં કરીને ભવસાગર પાર કરી શકે છે. ગુરુનું મહાત્મ્ય સમજવા માટે જ દરવર્ષે અષાઢી પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનો પર્વ મનાવવામાં આવે છે. ધર્મ ગ્રંથો પ્રમાણે આ દિવસે જે વ્યક્તિ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તેમનું જીવન સફળ બની જાય છે. કારણ કે એવું માનવામાં આવે છે કે ગુરુની કૃપા વગર ક્યાં પણ સફળતા પ્રાપ્ત થતી નથી.

Advertisements

Read Full Post »

%d bloggers like this: