Feeds:
Posts
Comments

Archive for August, 2012

– Mahesh Chaudhari, Patan

Image

સુરતના સાપુતા અને ગુજરાતી અસ્મિતાના અખંડ પહેરીગાર એવા વીર નર્મદ નો જન્મ ૨૪ ઓગષ્ટ ૧૮૩૩ માં સુરતમાં થયો હતો. સાહિત્યકારોના મતે નર્મદાનું વ્યક્તિત્વ એટલું બધુતો વિશાળ હતું કે તેમને એક વ્યાખ્યામાં બાંધી શકાય તેમાં નથી.

પોતાની માતૃભુમી ગુજરાતને પોતાના સોલંકી યુગના સોનેરી વૈભાવને પુનઃ સ્થાપિત કરવાનું સ્વપ્ન આપનાર માં ભોમના આ પનોતા પુત્ર વીર નર્મદાની ૧૭૯ મી જનમ જયતિ ગઈ. એના જન્મને આજે ૧૭૯ વર્ષના વાયરા વાઈ ગયા. અને એના વિનાની ધરતીએ પણ ૧૨૬ દિવાળીઓને વધાવી લીધી. પણ આટલા વર્ષના વાણા વાઈ ગયા હોવા છતાં હજી સુધી આ ધરતી ઉપર એના માપની નજીક પણ પહોચી શકે તેવો કવિ પાક્યો નથી. કવિ તો દુર પણ માં ગુજરાતીનો આવો આરાધક પણ આ ધરતી ઉપર જનમ્યો નથી. અને એટલેજાતો નર્મદ બધા ગુર્જ્જર સંતાનોને આટલો પોતીકો લાગે છે. એવું કહીએતો પણ નવાઈ નહિ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રારંભ કવિ નર્મદથી જ થયો હતો.

મધ્યકાળના ધર્મપારાયણતામાંથી સાહિત્યને સંસારાભીમુખ કરવાનો પ્રયાસ હોયકે સાહિત્ય સમજ અને સાહિત્ય વિષયોમાં આમૂલ પરિવર્તન કરવાનો પુરુષાર્થ હોય બન્નેમાં વીર નર્મદનું પ્રદાન ધન્યવાદને પાત્ર છે. વિવિધ પધ સ્વરૂપો અને ગધ સ્વરૂપોમાં નર્મદે કરેલ પહેલાના કારણેજ તો આજે ગુજરાતી સાહિત્ય પાસે પોતાનો કહી શકાય તેવો વિપુલ ભંડાર છે. અને એટલેજ તો નર્મદ ને અર્વાચીન સાહિત્યકારોના આધપીતામહ અને નવયુગના પ્રહરી તરીકે ઓળખવામાં આવે છે. નર્મદનું પ્રદાન માત્ર સાહિત્ય અને આદર્શ રચનાઓ પુરતુજા સીમિત નથી. પરંતુ તેમણે જે આદર્શો એક સાહિત્યકાર તરીકે પોતાના સાહિત્યમાં વર્ણવ્યા એજ આદર્શોને એક ઉમદા સમાજ સુધારક તરીકે જીવી પણ બતાવ્યા.

તેમણે દાંડીયો નામનું સાપ્તાહિક શરુ કરી સમાજ સુધારણા કાર્યક્રમની આક્રમક શરૂઆત કરી. પરંતુ અંતે તેમનો સુધારણા અંગેનો ભ્રમ ભાગતા અંતે તેમણે ઉત્તર વયે વિચાર પરિવર્તન કરી આર્યધર્મ અને સાંસ્કુતિના પુનરૂત્થાનને સ્વધર્મ ગણાવ્યો. અને પોતાની પ્રતિજ્ઞા ત્યજી ધર્માદા ખાતામાં મંત્રી પદે નોકરી સ્વીકારી.. પરંતુ મનનું સમાધાન ન મળતા ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૬ નાં રોજ આઠ મહિનાની લાંબી માંદગી પોતાનો દેહ ત્યજી દીધો. આ સાથેજ ગુજરાતી ભાષાએ પોતાનો એક પનોતો પુત્ર અને કુળ દીપક ગુમાવી દીધો.

Advertisements

Read Full Post »

– Mahesh Chaudhari, Patan

Date : 11-08-2012

Image

” ફૂલની પાંદડી જેવી કોમલ મત પવનની આંગળીએથી લાવ નદીના પટ ઉપર મારું નામ લખી દઉં.. તવ મેંદીરંગ્યા હાથ લાવને મારું પાના નામ લખી દવું.”

શબ્દોમાં વ્યક્ત થયેલી રુદયની આંકક્ષાઓને પૂરી કરી ગુજરાતી ભાષા અને સાહિત્ય શિરોમણી રૂપ લેખક, કવિ, સંપાદક, સંકલન એવા આદરણીય સુરેશ દલાલનું શુક્રવારે સાંજે ૮૨ વર્ષની જૈફ વયે અવસાન થયું. આ સાથેજ ગુજરાતી ભાષાને સાહિત્યને ગરિમા બક્ષતો તેના પરીઘને સતત વિસ્તરતો એક સુરજ આપણે ગુમાવી બેઠા. ભાગ્યેજ કોઈ એવો ગુજરાતી હશે જે સુરેશ ભાઈના સાહિત્યમાં પ્રદાનથી અજાણ હોય.

સુરેશ પુરશોતમ દાસા દલાલનો જન્મ મુંબઈના થાણમાં ૧૧ ઓક્ટોમ્બર ૧૯૩૦ માં થયો હતો. ૧૯૪૯ માં મેટ્રિકની પરીક્ષા પાસા કરી. ૧૯૫૩ માં ગુજરાતીમાં બી.એ. અને ૧૯૫૫ માં એમ.એ. ની ડીગ્રી મેળવી. ૧૯૫૬મ મુંબઈની કે.બી.સાયન્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. ત્યારબાદ ૧૯૬૦ થી ૧૯૬૪ સુધી એચ.આર.કોલેજ ઓફ કોમર્સમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ૧૯૬૪ થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૌયા કોલેજમાં અને ૧૯૭૩ થી અધ્પર્યાત એસ.એન.ડી.ટી. વિમેન્સ યુની.માં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કામગીરી નિભાવી. સાહિત્યમાં ઉમદા પ્રદર્શન બદલ સુરેશ ભાઈને ૧૯૮૩ માં રણજીતરામ સુવર્ણ ચંદ્રક અને ૨૦૦૫ માં સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરવામાં આવી.

પોતાના અસાધારણ જીવન પ્રવાહ દરમિયાન સુરેશ ભાઈ દલાલે ગુજરાતી ભાષાને અનેક સંપાદન ગ્રંથો, કવિતાઓ, અને વાર્તાઓ, વિવેચન ગ્રંથો ભેટ આપ્યા. ” કવિતા” જેવું દ્રીમાસિક સુરેશભાઈ દલાલે એવી રીતે ચલાવ્યું કે તેનું પ્રત્યેક અંક કલાકૃતિ જેવું બની ગયું. એમના અવસાનથી ગુજરાતી સાહિત્ય જગતમાં એક એવો અવકાશ સર્જાયો છે. કે જે આવનારા કેટલાય વર્ષો સુધી પુરાયા તેમાં નથી. તેમને મુંબઈમાં વધતા જતા અંગ્રેજીના પ્રભાવ વચ્ચે ગુજરાતી ભાષાનો પ્રભાવ ઓછરી ના જાય તે માટે અનેક અદ્રિતીય કાર્યક્રોમોનુંમ આયોજન kari ગુજરાતી ભાષાના પનોતા પુત્ર બની રહ્યા. એક જમાનો હતો જયારે મુંબઈમાં તેમના કાવ્ય પઠન કાર્યક્રમો યોજાતા તેમાં સુરેશભાઈને સંભાળવા માટે મુંબઈમાં વસતા ગુજરાતીઓ ઘેલા બની જતા. એવું કહેવાયા છે કે સુરેશભાઈ દલાલ ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમમાં હતા. અને એટલેજ તો શ્રી કૃષ્ણના જન્મદિવસ એવા જન્માષ્ટમીના દિવસેજ પોતાના વહાલા ને મળવા જગતન બધા બંધનો ફગાવી ઉપાડી ગયા.

Read Full Post »

– Mahesh Chaudhari, Patan

Date : 11-10-2012

Image

શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે ભગવાનની કર્મભૂમિ દ્વારકા નગરી શ્રીકૃષ્ણમય બની ગઈ હતી. રાત્રીના ૧૨ના ટકોરે ભગવાન દ્વારકાધીશના ત્રૈલોકય સુંદર જગતમંદિરમાં દ્વારકાવાસીઓ અને બહારથી મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓએ શ્રીકૃષ્ણ ભગવાનના જન્મોત્સવને ધામધૂમથી ઉજવ્યો હતો.

જન્માષ્ટમીનું પર્વ એ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ ગણાતી દ્વારિકાનગરીમાં સૈકાઓથી વિશિષ્ટ રીતે ઉજવાતુ રહ્યું છે. દ્વારકાધીશ મંદિરે ભગવાન શ્રી કૃષ્ણનો ૪૨૩૮ મો જન્મોત્સવ ભારે ધામધૂમ પૂર્વક પૂર્વક ઉજવણી કરી હતી આજથી બરાબર ૪૨૩૮ વર્ષ પહેલા શ્રાવણ વદ આઠમને બુધવારની મધરાતે બરાબર બારના ટકોરે જ્યારે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હતો એ સમયે માતા દેવકીની કુખે મથુરાના કારાગારમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. જેની યાદમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે ભગવાનની કર્મભૂમિ દ્વારકા નગરી શ્રીકૃષ્ણમય બની ગઈ હતી.

રાત્રીના ૧૨ના ટકોરે ભગવાન દ્વારકાધીશના ત્રૈલોકય સુંદર જગતમંદિરમાં દ્વારકાવાસીઓ અને બહારથી મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓએ શ્રીકૃષ્ણ ભગવાનના જન્મોત્સવને ધામધૂમથી ઉજવ્યો હતો. ભગવાન દ્વારકાધીશના જગતમંદિરના પરીસરને લાઇટિંગ ડેકોરેશનની રોશનીથી ઝળહળતું કરવા ઉપરાંત મંદિરના પ્રવેશદ્વારથી ૨૦૦ મીટર સુધીના રસ્તાઓમાં લાઇટિંગ તેમજ પતાકા લગાડવા અને શહેરના મુખ્ય વિસ્તારોમાં બહારથી આવતા ભાવિકો માટે સ્વૈચ્છીક તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા-નાસ્તા-શરબત માટે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જન્માષ્ટમી ઉત્સવ નિમિતે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ તથા દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા રિલાયન્સ રોડ પર ભકિત સંગીત તથા લોકડાયરાનું ભવ્ય આયોજન રાત્રીના ૯ કલાકે કરવામાં આવ્યું હતું.

દ્વારકામાં સદીઓથી શ્રીકૃષ્ણ ભગવાનના જીવનચરિત્રના મહત્વના દિવસો પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોના કથન મુજબ જીવનની યાત્રા ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન વગર અધુરી ગણાય છે. કદાચ એટલે જ દ્વારકાને મોક્ષપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી ઉજવવા માટે દેશના ખૂણે-ખુણેથી ભાવિકો દ્વારકા આવ્યા હતાં અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી. શ્રી કૃષ્ણનગરી દ્વારકામાં છેલ્લા બે દિવસથી ભાવિકોનો અવિરત પ્રવાહ શરૂ થઈ ગયો હતો. સાતમના દિવસે જ શહેરની તમામ હોટેલો, ધર્મશાળાઓ હાઉસફૂલ થઈ ગઈ હતી. આઠમના દિવસે તો દ્વારકામાં પગ મૂકવાની પણ જગ્યા રહી ન હતી. દ્વારકાના જગતમંદિર ખાતે રાત્રે ૧૨-૦૦ કલાકે ભક્તિભાવપૂર્વક કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

Read Full Post »

%d bloggers like this: