Feeds:
Posts
Comments

Archive for October, 2012

 

આજે આસો સુદ – દશમનો દિવસ જેને દશેરાનાં દિવસ તરીકે ઓળખવામાં આવે છે. દશેરા એટલે વીરતાની અને શૌર્યની ઉપાસનાનું પર્વ. આ દશેરાનો તહેવાર અધર્મ પર ધર્મનો, અહંકાર પર સારપનો, અંધકાર પર પ્રકાશનો, અસત્ય પર સત્યના વિજયનો દિવસ છે. દશાનન એટલે દશ માથાવાળો જે રાવણ તેનો આ દિવસે નાશ થયો માટે આ દિવસ દશેરા તરીકે ઓળખાય છે. રાવણવધ કરીને શ્રીરામે આ દિવસે એક મોટા અન્યાયથી સંસારને મુક્ત કરીને ન્યાયની પ્રતિષ્ઠા કરી.રાવણે પોતાના જીવનકાળ દરમિયાન કેટલાક અધર્મો કર્યા હતા. પોતાની પત્ની મંદોદરીને મૂકી પારકી સ્ત્રી સીતાજી ઉપર નજર બગાડી તેમનું અપહરણ કર્યું… અને તેના પરિણામે રામ-રાવણનું યુદ્ધ થયું. રાવણ પાસે અભેધ રથ હતો. રામ જમીન ઉપરથી જ લડતા હતા. વિભીષણે તેમને માટે રથ લાવી આપવા કહેલું, ત્યારે રામે કહ્યું કે, મારી પાસે અદ્રશ્ય રથ છે. જેનું નામ છે ધર્મ રથ! તેને સત્યસભર શૌર્ય અને ભગવન્નિષ્ઠા નિર્ભર ધૈર્યનાં બે પૈંડાં છે, વિવેક, સંયમ, જ્ઞાન અને વૈરાગ્યરૂપી ચાર ઘોડા છે. સદાચાર, આત્મનિષ્ઠા અને નિશ્ચયની ત્રણ લગામ છે. આવી અનેક સંપત્તિ મારી પાસે છે અને અંતે આ સંપત્તિ વડે રામે રાવણનો પરાજય કર્યો. તેના આનંદમાં પ્રજાએ વિજયોત્સવની ઉજવણી કરી જે આપણી સંસ્કતિમાં વિજયાદશમી તરીકે પ્રસિદ્ધ બની છે અને અનેક વર્ષોથી આજે પણ દશેરાના દિવસે ઠેર-ઠેર રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવે છે અને વિજયનો ઉત્સવ ઊજવાય છે. આમતો
વિજયાદશમીએ નવ દિવસના શકિતપર્વની ઉજવણીનું અંતિમ ચરણ છે.શકિતની ઉપાસના કર્યા પછી કશું પણ પરાક્રમ દાખવવું આવશ્યક છે વળી વિજયાદશમીએ વિજયને વરેલો તહેવાર હોવાથી તે દિવસે અસ્ત્ર, શસ્ત્ર, શમી પૂજન, મશીન પૂજન, યંત્રપૂજન કરવામાં આવે છે. આ દિવસે શકિતથી ચાલનારાં તમામ સાધનની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત ઠેર ઠેર રાવણનાં પુતળા સળગાવી આસુરી અને દુરાચારી તત્વોને સળગાવવામાં આવે છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં ફાફડા અને જલેબી આરોગવામાં આવે છે અને ધામ ધુમ પુર્વક દશેરાની ઉજવણી કરવામાં આવે છે

 

Read Full Post »

%d bloggers like this: