– Mahesh Chaudhari, Patan
એક તબક્કો એવો આવશે કે માણસ એકબીજાને રૂબરૂ મળ્યા વિના પણ એકબીજાની સાથે વાત કરશે. ભારત માટે એ તબક્કો બહુ દૂર નથી…
આ શબ્દો છે.. માતા ઇન્દિરા ગાંધીની શહાદત બાદ નામરજી છતાં વડાપ્રધાન બનવા મજબુર થયેલા રાજીવ ગાંધીનાં.. આ એજ શબ્દો હતા જે તે સમયે આધુનિક ભારતનાં નિર્માણનું સ્વપ્ન સેવી રહેલ દેશનાં હજારો યુવાનો માટે નવીન આશાનું કિરણ બની રહ્યા હતા. રાજીવે સત્તા સંભાળ્યા બાદ તરત જ યોજાયેલી લોકસભાની ચૂંટણી યોજાઈ અને એ ચુંટણીમાં ૫૪૨માંથી ૪૦૦ ઉપરાંત બેઠકો પર વિજય મેળવી રાજીવ ભારતનાં સૌથી યુવા વડાપ્રધાન બન્યા. આ સાથે દેશમાં શરૂ થયો કમ્પ્યુટર ક્રાંતિ, પંચાયત રાજ, યુવાઓને મતાધિકાર, સંદેશાવ્યવહારની ક્રાંતિ અને આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસનો એક એવો યુગ કે જેણે ભારતની તસ્વિર અને તકદીર બન્ને બદલી નાખી.. પરંતુ આ વિકાસની આ યુગ નિર્માણની પરંપરા આગળ વધે.. વધૂ ક્ષિતીજો સુધી વિસ્તર તે પહેલા ભારતનાં આ સુર્યનો અકાળે અસ્ત થઈ ગયો.. ૨૨ વર્ષ પુર્વે આજની જ એ સાંજ હતી.. શ્રીપેરુમ્બુદુરમાં રાજીવ ગાંધી સભાને સંબોધવા જઈ રહ્યા હતા.. તેઓ લોકોની વચ્ચે જઈને તેમને મળી રહ્યાં હતા. ત્યારે એક મહિલા આવી તેણી રાજીવ ગાંધીની નજીક પહોંચી અને તેમના ગળામાં માળા પહેરાવી.. કોઈ કઈ સમજે. વિચારે એ પહેલાતો એ મહીલા રાજીવને પગે લાગવા નમી.. અને આ નમન સાથેજ એક વિસ્ફૉટ થયો.. જેમાં અનેક વ્યક્તિઓ મૂતદેહોમાં ફેરવાઈ ચુક્યા હતા. અને આ મૂતદેહોમાં એક મૂતદેહ હતો રાજીવ ગાંધીનો.. ભારતની સુરક્ષા એજન્સીઓને એ વાત સમજતા વાર ન લાગી હતી કે, આ કામ એલટીટીઈનું હોય શકે છે. જે શ્રીલંકામાં તામિલોના હક્કોના માટે સંઘર્ષ કરતું હતું.
Advertisements
Leave a Reply