Feeds:
Posts
Comments

Archive for August, 2013

આજે પારસીઓનો પવિત્ર દિવસ પતેતી.. 

પતેતી એટલે પશ્ચાતાપ કરવો. અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરી શુદ્ધ થવાનું હોય છે. પારસી કોમમાં પતેતીનો તહેવાર દિવાળીની જેમ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે. પારસીઓ એમના નૂતન વર્ષને નવરોઝ મુબારક કહે છે.

જરથોસ્તી ધર્મના છેલ્લા રાજા યઝદઝદ, જે આરબોના આક્રમણને ખાળી ન શક્યો, તેની યાદમાં યદઝર્દી સંવત શરુ થઈ. આજે તેમનું 1383મુ વર્ષ ચાલે છે અને પારસીઓને ભારતમાં વસવાટ કરે 1356 સાલ થયાં. ઈરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવા તેઓ લગભગ 1350 વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. સૌ પ્રથમ તેઓ દીવ બંદરે ઉતર્યા જ્યાં તેમણે 19 વર્ષ ગાળ્યાં ત્યાં પૉર્તુગીઝોના હુમલાથી કંટાળી તેઓ દરિયાઈ માર્ગે સંજાણ બંદરે ઉતર્યા. અહીં જેમ દૂધમાં સાકર ભળે તેમ તેઓ ગુજરાતી સમાજમાં ભળી ગયાં.

પારસીઓ ઈરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તેની ઉદવાડામાં સ્થાપના કરી જે આતશ બહેરામને નામે ઓળખાય છે. પારસીઓનો ધર્મ એટલે જરથોસ્તી ધર્મ જેની સ્થાપના ઈ.સ. 590ની આસપાસ અષો જરથુષ્ટ્રે કરી હતી. ઈશ્વરપ્રાપ્તિ એમનાં જીવનનું એક લક્ષ હતું. નિર્જન પહાડો પર કલાકો ચિંતન કરતા. જ્યારે નિરાશા તેમને ઘેરી વળી ત્યારે અચાનક સંધ્યા ટાણે સૂર્યે એમને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. ઈશ્વર-અહુરમઝદે દર્શન આપ્યાં અને પવિત્રતાની માંગણીથી તેઓ અષો એટલે પવિત્ર જરથુષ્ટ્ર બન્યા. જ્ઞાનપ્રાપ્તિ પછી તેમણે 47 વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે ઈરાનમાં જરથોસ્તી ધર્મની જ્યોત જલાવી રાખી. 77 વર્ષની વયે બંદગી કરતાં તુરાની સૈનિકે પીઠ પાછળ ઘા કર્યો અને તેમનું મૃત્યુ થયું. તેમનો ધર્મગ્રંથ અવેસ્તાને નામે ઓળખાય છે. આ ધર્મ એકેશ્વરવાદમાં માને છે.

Advertisements

Read Full Post »

આજે છે 9મી ઓગસ્ટ 2013.. આજથી ઠીક એક્કોત્તેર વર્ષ પહેલાં આઝાદીના મંડાણ માટે અંગ્રેજો વિરુદ્ધ એક પ્રબળ અને આંદોલનકારી નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. અંગ્રેજો ભારત છોડો આંદોલનન અભિયાન.. જેની આજે એક્કોતોરમી જ્યંતિ છે આ અભિયાન હેઠળ મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ અને અન્ય નેતાઓએ  અંગ્રેજો વિરુદ્ધ બ્યૂગલ ફૂંક્યું હતું. અંગ્રેજોને ભારત છોડી જવા માટે મજબૂર કરવા માટેનું રિતસરનું અભિયાન હતું. જેમાં ઘણાં નેતાઓ જેલવાસ દરમિયાન મોતને ભેટ્યાં હતાં તો કેટલાક અંગ્રેજ સરકારની ગોળીઓથી વીંધાઈને મોતને વ્હાલું કર્યું હતું. આજે આ મહાઅભિયાનને ઈતિહાસમાં ઓગસ્ટ ક્રાંતિને નામે યાદ કરવામાં આવેશે.  બીજા વિશ્વયુદ્ધ પછી મહાત્મા ગાંધીજીએ ભારત છોડો આંદોલનની યોજના બનાવી હતી. આ માટે 9 ઓગસ્ટ 1942ની તારીખ નક્કી કરવામાં આવી. લોકો બ્રિટીશ સરકારના વિરોધમાં માર્ગ પર ઊતરી આવ્યા હતા. તેમને ડિફેંસ ઑફ ઈન્ડિયા એક્ટ અંતર્ગત જેલમાં ધકેલી દેવામાં આવતા.  9 ઓગસ્ટ 1942ના રોજ દિલ્હી અને તેના આજુબાજુના વિસ્તારોમાં ભારે અરાજકતા પથરાઈ હતી. સ્કૂલમાં ભણનાર યુવકો માર્ગ પર આવીને અંગ્રેજો ભારત છોડોનું એલાન કર્યું હતું. હરિયાણામાં હરદોઈ રેલવે સ્ટેશન નજીક માલ ગોડાઉન પર રેલવે ટ્રેકને ઉખાડવાનું શરૂ કર્યું હતું.  અહીં સ્થાનિક રીતે બળવાને દાબી દેવાના ભારે પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તે નિષ્ફળ નિવડ્યાં હતા. આને લીધે આજુબાજુનાં ગામડાઓને ભારે દંડ ફટકારવામાં આવ્યો. આ ઘટનાને બીજા દિવસના સાપ્તાહિકો અને દૈનિક સમાચાર પત્રોમાં આવવાથી ભારે હોબાળો થયો અને આ આંદોલનને નાના ગામડામાં અંગ્રેજો વિરુદ્ધ એક પ્રબળ જ્વાળા સાબિત થઈ. વર્ષ 1942માં 9 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી 600 કરતાં પણ વધુ શહિદ થયાં. 777 કરતાં વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમ છતાં અંગ્રેજ સરકાર આ આંદોલનને દબાવી શકી ન હતી. અને અંતે ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ નાં રોજ ભારત દેશ સ્વતંત્ર થયો હતો….    

Read Full Post »

Image

 

એશિયા સૌથી હરિયાળા શહેરોમાં માનવામાં આવનારું ગાંધીનગર શહેરને 49 વર્ષ પુરા થયા છે. જો કે રાષ્ટ્રપિતાને સમર્પિત આ નગરનું નામ ગાંધીનગર અલગ ગુજરાત રાજ્યની સ્થાપના દોઢ મહિના પૂર્વે 16 માર્ચ, 1960ના રોજ રાખવામાં આવ્યું હતું,  પરંતુ તેની વિધિવત ઇંટ વર્ષ 1965માં 2 ઓગષ્ટના રોજ હાલની જીઇબી કોલોની પાસે રાખવામાં આવી હતી. તે સમયે આ શહેરની વસ્તી મુશ્કેલીથી 14 હજાર હતી. ચારેય તરફ જંગલ હતું અને દૂર-દૂર સુધી વસ્તીનું નામોનિશાન ન હતું. આજે આ શહેર ચારેતરફ વિકસ્યું છે. આ સાથે જ વસ્તી વધીને 3,60,071 થઇ ગઇ છે. ગાંધીનગરની સ્થાપનાની ઇંટ મૂક્યાના પાંચ વર્ષ બાદ 1 મે 1970ના રોજ ગાંધીનગરને રાજધાનીનું ગૌરવ પ્રાપ્ત થયું હતું.

1 મે 1970ના રોજ ગાંધીનગરમાં પ્રથમ સચિવાલય અમદાવાદથી કે, જે અમદાવાદમાં હાલના પોલીટેકનીક મકાન (આંબાવાડી) થી હાલના ડો.જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીના નામથી પરથી બનાવવામાં આવેલી બિલ્ડિંગમાં સ્થળાંતર થયું. તા.11 જુલાઇ, 85ના રોજ સચિવાલય તેનું પોતાનું પૂર્ણ સુવિધાવાળા બ્લોક નં.1થી 14 અને 1થી 9 માળમાં વહેંચાયેલા મંત્રીઓ માટે બ્લોક નં.1માં વિશિષ્ટ સુવિધાઓ સાથેના હાલના બિલ્ડીંગમાં સ્થળાંતરીત થયું અને હાલમાં વહીવટીય પાંખ તે મકાનમાંથી લોકહિતના અને જન કલ્યાણના અંગેના નિર્ણયો લે છે.

આ સચિવાલયનું ખાત મુહુર્ત 1 જાન્યુઆરી, 1978માં કરવામાં આવ્યું હતું. સરકારી કામકાજનું લોકસંપર્ક ધરાવતું ત્રીજું ભવન છે. ઉદ્યોગભવન, જેનું ઉદ્ઘાટન તા.17-1-91ના રોજ કરવામાં આવ્યું છે. જે 19 બ્લોક સાથે એકમાળથી 7 અને 9 માળ ધરાવે છે જ્યાં ઉદ્યોગોને લગતી તમામ કચેરીઓ ઉપરાંત વિવિધ નિગમો એ પોતપોતાની જગ્યા ખરીદી કચેરીઓ બનાવી છે. ઉપરાંત ઇન્કમટેક્ષ કચેરી, સ્ટેટ બેંક, સૌરાષ્ટ્ર બેંક વગેરે કચેરીઓ આવેલી છે. રાજધાની બન્યા બાદ ગાંધીનગર શહેરનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. તેની જવાબદારી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)ને સોંપવામાં આવી. ગુડાનું નિર્માણ 13 જુલાઇ 1970ના રોજ કરવામાં આવ્યું હતું.

Read Full Post »

%d bloggers like this: