– મહેશ ચૌધરી, અણહીલપુર
આ આંકડાઓ વાંચીનેે આપણા વિકાસના દાવાને ધક્કો પહોંચ છે, પણ આ એવી વાસ્તવિક્તા છે જેનો સ્વિકાર કર્યે જ છુટકો છે. વોશિંગ્ટન સ્થિત ઈન્ટરનેશનલ ફુડ પોલીસી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ(આઈએસપીઆરઆઈ) દ્વાર ગ્લોબલ હંગર ઈન્ડેક્સ-૨૦૧૬નાં આંકઅડા જાહેર કરવામાં આવ્યા છે. ૧૧૮ દેશોની આ યાદીમાં ભારત છેક ૯૭માં ક્રમાંકે છે. નવાઈની વાત એ છે કે પોતાના દેશવાસીઓના પેટ ભરી શકવા મામલે આપણે પડોશી દેશ નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા કરતા પણ પાછળ છીએ.
એ વાત સાચી કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ભુખમરો, ગરીબી અને કુપોષણના આંકડાઓમાં કેટલીક હદે સુધારો થયો છે. પરંતુ હજી પણ દેશમાં ૧૫.૨ ટકા લોકોએ એક ટક ભુખ્યા સુવુ પડે છે. જયારે પાંચ વર્ષથી નાની ઉજર ધરાવતા ૩૮.૭ ટકા બાળકો કુપોષણનો ભોગ બનેલા છે. સરકાર ગરીબી રેખા માપવાના માપદંડો બદલીને સુધારો થયો હોય તેવુ ચિત્ર ઉપસાવવા પ્રયત્ન કરે છે. પણ આંકડાઓ સુધારવાથી ભુખ્યા લોકોના પેટમાં અન્નનો કોળી તો પહોંચી જવાનો નથી ને. માન્યુ કે આ આંકડાઓ વિદેશી એજન્સીઓએ રજુ કરેલા છે. તેમને ભારતની વાસ્તવિક સ્થિતી અંગે માહીતી પુરતી ન પણ હોય, પરંતુ ગરીબી, અશિક્ષા અને રોગચાળો આ એવી સમસ્યા છે કે જેના પ્રત્યે માત્ર એટલુ બહાનુ કાઢીને આંખ મીચોમણી કરી શકાય નહી કે વિદેશી એજન્સીઓને ભારત અંગે પુરતી માહીતી નથી!
સ્વિકારો કે ન સ્વિકારો ભુખમરો, કુપોષણ, અજ્ઞાનતા આ બધા શબ્દો આજ ભારતની ધરતીના છે. અનિચ્છાએ પણ એ સ્વિકારવુ પડશે કે દેશના તમામ લોકોને જ્યાં સુધી બે ટક ભરપેટ ભોજન નહી મળે, સ્વાસ્થ્ય અને શિક્ષણ સહીતની મુળભુત સુવિધાઓ નહી મળે ત્યાં સુધી ભારત વૈશ્વિક તાકાત પણ બની શકવાનુ નથી. સત્ય તો એ પણ છે કે આજે સરકારની તમામ નિતીઓ સમાજના એક બહુ નાન વર્ગના હીતોને ધ્યાનમાં આખીને બની રહી છે. આ વર્ગ ઉત્તરોત્તર પ્રગતી કરી રહ્યો છે. જેને જોઈને આપણે ભારત દેશ પ્રગતી કરી રહ્યો હોવાના ભ્રમમાં રાચી રહ્યા છીએ. સત્તાધારી પક્ષ સમાજના સમૃદ્ધ વર્ગનો ભભકો દેખાડીને દુનિયામાં ભારતના વિકાસનો ઢોલ વગાડતો ફરશે. પરંતુ જ્યાં ગરીબી અને અવિકાસનો અંધકાર પથરાયેલો છે તેનુ કોઈ નામ લેનાર પણ નથી.
સરકાર ગરીબી નાબુદી માટે અનેક કાર્યક્રમો ચલાવે છે. આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય ગરીબોને કોઈપણ રીતે જીવતા રાખવાનો હોય તેવુ લાગી રહ્યુ છે. અહીં એ કહેવુ થોડુ કઠોર પણ યથાર્થ છે કે આજ દિવસ સુધી એક પણ સરકારે ગરિબોના સર્વાંગી વિકાસ માટે યોજના બનાવી જ નથી. દેશના ગરીબોનો રોજગારી મળે, તેમનો સર્વાંગી વિકાસ થાય તેવો પ્રયત્ન થયા જ નથી, એટલુ ઓછુ હતુ તેમ હવે સરકાર ગરીબો જીવતા રાખવાના કાર્યક્રમોનુ બજેટ પણ ઘટાડી રહી છે. સાર્વજનીક સસ્તા અનાજની સિસ્ટમનુ જ ઉદાહરણ લઈ લો, કહેવા માટે તો આ સિસ્ટમ ગરીબોને રાહતદરે અનાજ આપવા માટે બનાવવામાં આવી છે. પરંતુ આજે દેશમાં લગભગ બે કરોડથી વધુ નકલી રાશન કાર્ડ કાર્યરત છે. જેની મદદથી રાહતદરનુ અનાજ ગરીબ જરૂરીયાતમંદ લોકો સુધી પહોચાડવાની જગ્યાએ બારોબાર બજારમાં બેચી દેવામાં આવે છે. આ અનાજની બેરોકટોક કાળાબજારી થાય છે. મનરેગા યોજનામાં પણ ભ્રષ્ટાચારના અહેવાલો સામે આવે છે. ત્યારે સરકારે પોતાની સફળતાના ઢોલ વગાડી ભારતને વૈશ્વિક શક્તિ બનાવવા કરતા પહેલા મુળભુત જરૂરીયાતો તરફ ધ્યાન આપવુ જોઈએ.
Leave a Reply