Feeds:
Posts
Comments

Archive for November, 2016

long-queue-at-banks_650x400_51479193952

– મહેશ ચૌધરી, અણહીંલપુર

નોટબંધીને લઈ રોડથી શરૂ થયેલ લડાઈ હવે સંસદ સુધી પહોચી ચુકી છે. સાથે જે તેમાં રાજનૈતિક નફા-નુકશાનનુ ગણીત પણ જોડવામાં આવી રહ્યુ છે. નિર્ણયના કેટલાક સકારાત્મક પાસાઓ છે તો સામે કેટલાક નકારાત્મક પાસાઓ પણ. વિપક્ષ પ્રયત્ન કરી રહ્યુ છે કે આ નિર્ણથી લોકોને પડી રહેલ હાલાકીને એટલો મોટો મુદ્દો બનાવી દેવામાં આવે કે ઉત્તર પ્રદેશ અને પંજાબ જ્યારે લોકો વોટ આપવા માટે જાય ત્યારે માત્ર આ તકલીફોને જ યાદ રાખે. તેમજ આ નિર્ણયના ફાયદા ગણાવવાના ભાજપના કોઈ પ્રયત્ન સફળ થઈ શકે નહી. બીજી બાજુ ભાજપ કમર કસી ચુક્યુ છે કે કોઈ પણ ભોગે લોકોને એ યાદ અપાવતા રહેવુ કે કાળાનાણાની સમસ્યાના કાયમી ઉકેલ માટે આ નિર્ણય ખુબ જ જરૂરી હતો. તેમજ સરકાર લોકોને પડતી તકલીફો દુર કરવા માટે દિવસ-રાત પ્રયત્ન કરી રહી છે. જો કે આ વચ્ચે ભાજપના નેતાઓનુ એ પણ માનવુ છે કે હજારો તકલીફો પડવા છતા મોટા ભાગના લોકો આ નિર્ણયને લઈને સરકારની સાથે છે. જેનુ એકમાત્ર કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા છે. ભાજપના નેતાઓનુ કહેવુ છે કે લોકો એવાતને લઈને ખુબ જ પ્રભાવીત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્ણય લે છે અને ત્વરીત લે છે.

ચુંટણીને લઈને ચાલી રહેલ ગરમા-ગરમી વચ્ચે ભાજપને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર તેમની નાવ પાર લાગી શકે છે. જાપાનથી પરત ફરીને ૧૪ નવેમ્બરે ગાજીપુરની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલ ભાષણને ઉત્તર પ્રદેશમાં ભાજપના ચુંટણી અભિયાન માટે દિશાસુચક માનવામાં આવી રહ્યુ છે. આ ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે નોટબંધીના નિર્ણય પાછળ તેમનો ઉદેશ્ય ઈમાનદાર લોકોને નહી, પરંતુ બેઈમાન લોકોને ભીસમાં લેવાનો છે. એટલે કે સમગ્ર મુદ્દો ઈમાનદાર વિરુદ્ધ બેઈમાન લોકોની લડાઈ સમાન બની ચુક્યો છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ આજ બાબતને મુદ્દો બનાવીને આગળ વધ છે તે નક્કી છે. જો કે ભાજપ માટે આ કામ માને છે તેટલુ સરળ પણ નથી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી જે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે તે મુજબ નોટબંધીના કારણે ખેડુતોની તકલીફો દિવસેને દિવસે વધી રહી છે. વાવણી માટે બિયારણ અને ખાતર સહીતની અત્યંત જરૂરી વસ્તુઓ ખરીદવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કંઈક આવીજ સમસ્યા ઘરમાં લગ્નપ્રસંગ આદરીને બેઠેલ લોકોની છે. લગ્નની સિઝન શરૂ થઈ ચુકી છે. ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર લગ્નઆદરીને બેઠેલ લોકોએ નાણાની વ્યવસ્થા કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભાજપ પાસે તેની પણ જવાબી દલીલ છે. પાર્ટીનુ કહેવુ છે કે ખેડુતોને બિયારણ અને ખાતરની વ્યવસ્થા સહકારી બેંકો મારફતે કરવામાં આવશે, આમ પણ વાવેતર માટેની કોઈ નક્કી તારીખ હોતી નથી. એક સમયગાળો હોય છે જેમાં વાવણીની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. તેમાં એકાદ સપ્તાહ આઘો-પાછો થાય તેનાથી કંઈ ફરક પડતો નથી. મોટા ભાગના ખેડુતો દિવાળીની આજુબાજુના સમયમાં પોતાના ચોમાસુ પાક વેચીને તેની આવકમાંથી શિયાળુ પાકનુ વાવતેર કરતા હોય છે. ભાજપનુ કહેવુ છે કે ખેડુતોને એ વાતનો આનંદ છે કે મોદી સરકારે કાળા નાણાને અંકુશમાં લેવા માટે મોટો નિર્ણય કર્યો છે. અહીં વાત એ પણ છે કે સહકારી બેંકોમાં કાળાનાણાની તપાસની કોઈ સુવિધા નથી. જેથી આ બેંકોમાં નોટ બદલવાની અને જુની નોટ જમા કરાવવાની કામગીરી બંધ કરી દેવામાં આવેલી છે. જેનાથી કેટલીક સમસ્યાઓ સર્જાઈ રહી છે. ભાજપના નેતાઓનુ એ પણ કહેવુ છે કે લોકોને પડતી ત્કલીફો દુર થવામાં કેટલોક સમય લાગી શકે છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી ચુક્યા છે કે તકલીફો દુર થવામાં ૫૦ દિવસનો સમય લાગશે. સરકારે લોકોને પડતી તકલીફો દુર કરવા માટે અનેક પગલા લીધા છે. જેની અસર ધીમે ધીમે દેખાવા લાગશે. ખાસ કરીને એવા અંતરીયાળ વિસ્તારો કે જ્યાં બેંકોની સુવિધા નથી ત્યાં નવી નોટોને પહોચાડવાનુ કામ થોડુ મુશ્કેલ છે. પરંતુ ત્યાં મોબાઈલ-વાન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભાજપનુ માનવુ છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચુંટણી નજીક આવે ત્યાં સુધીમાં તો સ્થિતી સાધારણ બની જશે. લોકોને પડતી મુશ્કેલીઓ દુર થઈ જશે.

ભારતીય આર્મીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મિરમાં કરેલ સર્જીકલ સ્ટ્રાઈકને ચુંટણી મુદ્દો બનાવી ચુકી છે. ત્યારે હવે ભાજપનો ઈરાદો કાળા નાણા સામે થયેલ આ સર્જીકલ સ્ટ્રાઈકને લોકો વચ્ચે લઈ જઈને તેને પણ ચુંટણી મુદ્દો બનાવવામાં આવે. માનવામાં આવી રહ્યુ છે કે ભાજપની પરિવર્તન યાત્રાઓ અને વડાપ્રધાનની આગામી સમયમાં યોજાનાર તમામ રેલીઓમાં આ મુદ્દો જોર-શોરથી ઉઠાવવામાં આવશે. ભાજપને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ. ચહેરો અને તેમની પ્રતિષ્ઠાના શહારે ઉત્તર પ્રદેશમાં લોકોને ભાજપના પક્ષમાં મતદાન કરવા માટે રાજી કરી શકાશે.

Advertisements

Read Full Post »

%d bloggers like this: