Feeds:
Posts
Comments

Archive for the ‘gazal of mahesh’ Category

આઝાદી હજુ અધૂરી છે, સપના પૂરા થવા બાકી છે
શહીદોની શપથ પણ ક્યા પૂરી થઈ છે

જેમની લાશો પર પગ ઘરીને આઝાદી ભારતમાં આવી છે.
તેઓ છે આજ સુધી રઝળતા દુ:ખના કાળા વાદળો છવાયા છે.

ભારતીયના નાતે આઝાદીની હાલત જોઈ આજે શરમ આવે છે
સીમાની બીજી બાજુ જુઓ જ્યા સભ્યતાને કચડવામાં આવે છે

આજ કૌભાંડોના કારનામાં મહી , દેશના નાણાંની ખુવારી છે
પૂછી જુઓ એ નેતાઓને દેશને લુંટવાનો હજી કેતલો બાકી છે.

ભૂખ્યા અને ઉધાડાઓને હથિયાર પહેરાવવામાં આવે છે
સૂખા ગળામાંથી કટ્ટરતાના નારા લગાવવામાં આવે છે

તેથી જ તો કહુ છુ હું ભારતની આઝાદી હજુ અધૂરી છે
કેવી રીતે હું ખુશી મનાવુ થોડા દિવસની મજબૂરી છે

એ દિવસ દૂર નથી જ્યારે પુન: ભારતને અખંડ બનાવીશુ.
ગિલગિટથી ગારો પર્વત સુધી આઝાદીનો ઉત્સવ પછીજ ઉજવીશુ.

-મહેશ ચૌધરી, પાટણ

Advertisements

Read Full Post »

જે જન્મતાં આશિષ હેમચંદ્રનાં પામી
ધન્ય ભાષા વિશ્વ ગુજરાતી રે..

જેને હિચોળ્યા મમતાથી પારણાં
નરસિંહ, મિરા જેવા સંતોએ રે..

નાચી નભંગે ચડી ઉમંગે
અખા કેરા નાદે ચડી રે..

જે આયુષ્ય તણી લાડલી પ્રેમા ભટ્ટની
જે ધનવાન બની કવિ કાન્તના મુખે રે..

અર્ચનાથી નાન્હા,દલપત,નર્મદ કેરા પુત્ર પામ્યા
તે ગુર્જરી ધન્ય બની મેઘાણી થી રે..

ગાંધી મુખે ચડી વિશ્વમાંગલ્યત્રી બની
ભોજા,પાન,જોષીએ પુર્યા નવા ચિર રે..

તે ગુજરાતી ધન્ય ઋતુંભરા
કે તેણે પામ્યા મહાનતમ કવિજન રે..

જ્ય જ્ય ગરવી ગુજરાતી રે..
જ્ય જ્ય ગરવી ગુજરાતી રે..
-મહેશ ચૌધરી

Read Full Post »

એ માટીની મહેક, એ વતની ખુસબુ યાદ આવે છે.
એ મોરલીની ચા, એ જુના ગંજના પકૉડ યાદ આવે છે.
એ દોસીવટની ગલીઓ ફરવુ, એ બસ સ્ટેન્ડની ભીડ દોડવું,
સ્વપ્નમાં પણ દેવડાનો સ્વાદ, પટોળા ભાત યાદ આવે છે.
એ ઐતિયાસીક કિલ્લા પર ગઢની રક્ષા કરવા ની રમત રમતું
એ ધુળમાં ખોવાયેલ મારુ બાળપણ આજે મને આદ આવે છે.
મને યાદ આવે છે મારા વતનની એ દરેક વાત
કે લાગે છે આજ મને મારુ પાટણ બોલાવે છે.
-મહેશ ચૌધરી

Read Full Post »

ક્યારેક સાસણના સિહં બની ગરજતું,
ક્યારેક પાટણની પ્રભુતા બની વરસતું,

ક્યારેક કચ્છની સંસ્કુતી બની ધબકતું,
ક્યારેક ડાંગના જંગલો બની ટહુકતું,

ક્યારેક અમદાવાદનો વિકાસ બની દોડતું,
ક્યારેક ગરવી ધરાનો ગૌરવ બની હસતું.

આ છે અમારુ ગુણવંતુ ગુજરાત
”જય જય ગરવી ગુજરાત”

Read Full Post »

તાર પ્રેમમાં છે કેટલી તાકાત એ હું જાણું છું.
મારા વહેમની છે વળી શી વિસાત એ હું જાણું છું.

પથ્થરિયા દિલમાં હું કચની હોડી લઈને તરતો રહ્યો,
પણ તારા મનમાં મારો ન માર્ગ એ હું જાણું છું.

હસતા ચહેરામાં હું સદંતર લાગણી શોધતો રહ્યો,
પણ સ્મિતનીય હોય નકલી જાત એ હું જાણું છું.

હવે લાગે છે બરછટ આ પ્રેમનો ઘેરો પ્રકાશ,
ક્યારેક કાળ કપટ કરી જાય તે હું જાણું છું.

ન મળ્યો તારો કરમાઈ ગયેલ પ્રેમ એથી શું,
સંબધ તારો છે સુંવાળો આભાસ એ હું જાણું છું.
– મહેશ ચૌધરી

Read Full Post »

મુલાકાત શક્ય થઈ શકી જ નહી ક્યારેય.

જેને ચાહ્યું એ મળી શક્યું જ નહી ક્યારેય.

એને પણ કંઈક સંવેદના હતી પહેલાં,

પછી શું થયું કહી શકી જ નહી ક્યરેય.

જેને ભરોસે હું મંજિલ શોધવા નીકળ્યો,

રસ્તામાં એ મને મળ્યા જ નહી ક્યારેય.

હું એને સમજતો રહ્યો પળે પળ પણ,

એ મને સમજી જ શકી નહી ક્યારેય.

મોતની જે ઈચ્છા  હવે સતાવે છે મને,

જિંદગી પર ભરોસો રાખુ જ ન્હી ક્યારેય.

– મહેશ ચૌધરી

Read Full Post »

કેટલુ બોલીએ આપણે માણસો.
ભેદ ના ખોલીએ આપણે માણસો.

એ જુનાં ને કટાયેલ એ કાટલે,
ફૂલડા તોદીએ આપણે માણસો.

જ્યાં લગી પગતળે રેલો આવે નહી,
બેખબર ડોલીએ આપને માણસો.

ક્યાંક સંબધને ભાળીને બાજુમાં,
કાગ થૈ ડોલીએ આપને માણસો.

હાથ દાણોય નાઆવે છતાં ઠાઠથી,
ફોતરા ફોલીએ આપણે માણસો.

આપણા હોઠ જે જળ ન પામી શકે,
ધૂળમાં ઢોળીએ આપણે માણસો.
– મહેશ ચૌધરી.

Read Full Post »

Older Posts »

%d bloggers like this: