Feeds:
Posts
Comments

Archive for the ‘gazal of mahesh’ Category

કદી માર્ગમાં આંતરે જિંદગી છે.
અને માનવી થરથરે જિંદગી છે.

પદાવી પદાવીને દમ કાઢી નાખે,
અને પાછી અંચઈ કરે; જિંદગી છે.

કરે સ્મિતની ક્યાંક ખેરાત થોડી,
પછી ચેન સઘળુ હરે; જિંદગી છે.

ગને ત્યારે ‘તલાક’ દઈદે તમને,
કરો શુ? આખરે જિંદગી છે.

મનસ્વી તો ઍવી કે વાતજ ન પૂછો,
ડુબાડી દો તળિયે તોય તરે જિંદગી છે.

બને, જિંદગી પર ચડે ચીડ ઝાઝી,
રખે ફેકી દેતા, અરે જિંદગી છે.
– મહેશ ચૌધરી

Advertisements

Read Full Post »

વર્ષામાં ભીજેલા નીતરતા દેહમાં જોબન તો કોરુ ને કોરુ.
અંધારી રાતડીમાં મિલનન કાંઠડે અજવાળુ તો ઓરુ ને ઓરુ.

પ્રિતડીના પ્યાલામાં બોળેલી ચાંચ તોય પંખીડુ તો તરસ્યુ ને તરસ્યુ.
બંધનમાં બાંધેલા હેત તણા પોટલામાં હૈયુ તો હરખ્યુ ને હરખ્યુ.

પૂનમની રાતડી ને મારી નીંદરડીમાં શમણુ તો તારુ ને તારુ.
યોગ કે વિયોગમાં નીતરતાં નયનોમાં આસુ તો ખારુ ને ખારુ.

વણ ર્સ્પસ્યા તારા આ લીલુડા વિસ્તારમાં જોબનતો ગોરુ ને ગોરુ.
વર્ષામાં ભીજેલા નીતરતા તરુવરમાં ફુલડું તો કોરુ ને કોરુ.
– મહેશ ચૌધરી

Read Full Post »

વરસ્યા ગગનમાંથી જળ ખારાંને ખારાં.

છુટ્યા સંગાથો ને ખૂટ્યા દિલના સહારા.


મઝથારે કરી બંધ છળની રમત પણ,

ડુબેલાને આસરો દેતા નથી આ કિનારા.


વેચાય છે હજુ એના ઘરની સામે વફાઓ,

ભરય છે, આંખોને છલકાય છે, મદિરા.


આ મહેકતુ સ્મિત, લાચાર નયન અને નિર્દય જિંદગી,

આવે છે એની યાદ ને સંભળાય છે ભણકારા.


વાટજોવુ છુ, હજીયે એની ને વગોળ્યા કરુ શુ શબ્દ,

ચાહત હતી જિંદગીની ને પડ્યા છે મોતથી પનારા.

– મહેશ ચૌધરી

Read Full Post »

બની વિહંગ આકાશમાંઊડવાની એક આશા હતી.
બની પતંગીયુ બાગને ચુમવાની એક આશા હતી.

દઃખી વ્યક્તિઓના બની આસુ લાગણી સુધી જવુ,
બની ચકોર ચાંદને પામવાની એક આશા હતી.

બની મૂગ કસ્તૂરી શોધવા નીકળી જવુ,
બની રણ ઝાંઝવુ સ્પર્શવાની એક આશા હતી.

આ જગતની સર્વ વાસ્તવિક્તાઓને જીરવી જવુ.
અંતે પરમાત્મા સુધી પહોચવાની એક આશા હતી.
– મહેશ ચૌધરી

Read Full Post »

હૈયુ હરખાતુ સ્મશાન તણી શાંતિમાં ફેરવાયુ.

જતુ આગળ વહાણ ફરી એજ કિનારે અટવાયુ.


હૈયે એના હેતજ ક્યાં હતુ? હતી હિમશીલા કે?

સત્યથી અથડાઈ ઉર મારુ ફરી ઘવાયુ.


મા કરજો એમ કહી મારી માફી માગી વિના દોષે,

ખંજર બની દોસ્તોની નજરે એ હૈયે ભોકાયુ.


આગ ભરી ભીતર, છતાં નીતરે નયનોના નેહ,

પરખાયુ નહી, એથી તો મોત સારુ કહેવાયુ.


કરુ કસોટી લાવને છેલ્લી એમ વિચાર્યુ તો,

નીતર્યા નેહ, રુદય મારુ કટકે કટકે કપાવાયુ.

– મહેશ ચૌધરી

Read Full Post »

ઊરમાં મીઠી ઊર્મિઓની છે વેલ,
જ્યાં તાતણે બંધાઈ છે સગાઈ.
કેમ કરો છો તમે મારુને તારુ હવે,
એકજ કરવામાં છે ભલાઈ.
શું કરવા છેતરો છો, પ્રિતની એ રીત છે,
એતો જન્મો જનમથી છે વણાઈ.
ક્યારેક તો પૂછો એ નાદાન મનડાને,
કેમરે, તને પ્રિતડી બંધાઈ?

Read Full Post »

જીવતરના આંગણે સ્નેહના સાથીયા,
ભાવનાના રંગથી સજાવી દીધા…

દિલના ઝરુખે ટહયુક્યા છે મોરલા,
હેતના ઉમળકે વધાવી દીધા….

સૂના અંતરમાં કોયલના ટહુકે,
જીવતરના ઓરતા જગાડી દીધા..

ઉજ્જડ થયેલા એક વેરાન વનમાં,
ગુલાબને મોગરા ખિલાવી દીધા…

જગની વાડીમાં અમે ઊગીને લાખ લાખ,
ફોરમના ફૂવારા પ્રસરાવી દીધા…
– મહેશ ચૌધરી

Read Full Post »

« Newer Posts - Older Posts »

%d bloggers like this: