Feeds:
Posts
Comments

Archive for the ‘History’ Category

– Mahesh Chaudhari, Patan

 

– ૨૬મી ફેબ્રુ. ૧૪૧૧નાં રોજ થઈ હતી અ’વાદની સ્થાપના
– પાટણનાં પાદશાહ અહમદશાહે કરી હતી અ’વાદની સ્થાપના
– જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને શહર બસાયા

 

નદીની રેતમાં રમતું નગર ફરી મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

હાં …. આ સાબરમતીની રેતીમાં રમતા અમદાવાદનો આજે ૬૦૨માં સ્થાપના દિવસ છે. પાટણનાં પાદશાહ અહમદશાહના કૂતરાઓને સાબરમતીના કિનારે વસતા સસલાઓએ ભગાડ્યા ત્યારથી માંડીને આજ સુધી આ શહેરની ભૂમિ અનેક અદ્ભુત ઘટનાઓની સાક્ષી બની રહી છે.

 

આમ તો અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદી થી વસે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ થી ઓળખાતો હતો. એ વખતે અણહીલવાડ પાટણના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામે શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે.

 

ઈ.સ. ૧૪૧૧ માં પાટણ પર દિલ્હીના શહેનશાહ અલઔદ્દીન ખિલજીના લસ્શ્કરનો વિજય થયો, અને ગુજરાતમાં મુઝદફ્ફરી વંશની સ્થાપના કરી થઈ. આજ વંશનાં પાદશાહ અહેમદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની પાટણ થી સ્થળાંતર કરવા માગતા હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તારમાં અમદાવાદની સ્થાપનાં કરી.

 

ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમૂદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે. ઈ.સ. ૧૫૫૩ માં જ્યારે ગુજરાત ના રાજા બહાદુર શાહ ભાગી ને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુ એ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો. ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકો નો ફરી થી કબજો થયો હતો, અને પછી મુગલ રાજા અકબર એ અમદાવાદ ને પાછુ પોતાનું રાજ્ય બનાવ્યું.

 

મુગલ કાળ દરમ્યાન અમદાવાદ, રાજ્ય નું ધગ-મગતું ઓદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાં થી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાં એ પોતાનો ઘણો સમય અમદાવાદ માં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગ માં આવેલું મોતી શાહી મહાલ બનાવડાવ્યું. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલો નું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું. મરાઠા કાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂના ના પેશ્વા અને બરોડા ના ગાયકવાડ ના મતભેદ નો શિકાર બન્યું.

 

અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલૉને લીધે અમદાવાદ પૂર્વનું ‘માંચેસ્ટર’ પણ કહેવાતું હતું. મે ૧૯૬૦ થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. ઐતિહાસિક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર જે સાબરમતી નદીની પૂર્વ દિશામાં વસેલ છે અને નવું શહેર જે પશ્ચિમ દિશામાં વિકસેલ છે. વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે.

 

અહમદાબાદ શહેર ઈતિહાસમા એક અન્ય કારણે પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ. આગામી વર્ષૉમાં સાબરમતી નદીના પટમાં રીવર ફ્રન્ટ યૉજનાથી શહેરની રૉનક બદલાશે ત્યારે સાબારમતીની રેતની જગ્યારે કોક્રેટમાં રમતા આ શહેરનો નજારો જોવા લાયક હશે.

Advertisements

Read Full Post »

– Mahesh Chaudhari, Patan

1. Established: May 1, 1960
2. First Chief Minister: Dr. Jivraj Mehta
3. Present Chief Minister: Mr. Narendra Modi (from October 7, 2001 to present)
4. First Capital: Ahmedabad
5. Present Capital: Gandhinagar
6. Vidhansabha Seats: 182
7. Loksabha Seats: 26
8. Rajyasabha Seats: 11
9. Total Districts: 26
10. Total Talukas: 225
11. Total Towns: 264
12. Total Villages: 18,192
13. Municipal Corporations (Mahanagar Palika): Total 8 (Ahmedabad, Surat, Rajkot, Jamnagar, Bhavnagar, Vadodara, Junagarh and Gandhinagar)
14. Total Area of Gujarat State: 1,96,024 square kilometer
15. Total Population of Gujarat State: 6,03,83,628 (according to 2011 estimates)
16. Previous statistics: 5,05,96,992 (according to 2001 estimates)
17. Population Density of Gujarat State: 258 per square kilometer
18. Population in Cities: 37.36 %
19. Literacy in Gujarat State: 69.97 %
20. Male: 80.50 %
21. Female: 58.60 %
22. District with highest Literacy: Ahmedabad District (79.89%)
23. District with lowest Literacy: Dahod District (45.65%)
24. District with highest Population: Ahmedabad District (population: 58,08,378)
25. District with lowest population: Dang District (population: 1,86,712)
26. District with highest Population Density: Gandhinagar District
27. District with lowest Population Density: Kutch District
28. Largest District by its Area: Kutch District (Area: 45,652 square kilometer)
29. Smallest District by its Area: Dang District (Area: 1,764 square kilometer)
30. Position of Gujarat State in India as per its area: Seventh (7th)
31. Position of Gujarat State in India as per its population: Tenth (10th)
32. Official Language of Gujarat: Gujarati (Gujarati Language Speaking Population is 89.36%)
33. Other Languages in Gujarat: Kutchi-1.57%, Urdu-2.17%, Hindi-1.26%, Marathi-0.79%, Sindhi-0.76%, Others-4.09%
34. Population of Gujarat by Religion:
35. Hindu- 4,51,43,074
36. Muslim- 45,92,854
37. Jain- 5,25,305
38. Christian- 2,84,092
39. Shikh- 45,587
40. Buddhist- 17,829
41. Others- 28,698

Read Full Post »

– Mahesh Chaudhari, Patan

ગુજરાત રાજ્યમાં પ્રભાસ પાટણનાં સાગરકાંઠે સોમનાથ મહાદેવનું ઐતિહાસિક મંદિર દેશનાં મુગટ સમુ દિપતુ ઉભુ છે. દેશમાં ભગવાન શિવજીનાં ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગ આવેલા છે. તેમાંનું પ્રથમ અને સૌથી મહ્ત્વ પુર્ણ જ્યુતિર્લિંગ અહીં આવેલ છે. સોમનાથનો ઉલ્લેખ અતિપ્રાચીન ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે આજે પણ સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે.

દંતકથા અનુસાર, સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે લાકડાનું મંદિર બાંધ્યું હતું. ચંદ્રના 24 નક્ષત્રો સાથે તેમના લગ્ન થયા હતા પણ તેમને બે રાણી પ્રિય હતી માટે બીજી રાણીઓ તેનાથી દુઃખી થઇ અને તેના પિતા પાસે ગઇ. દક્ષ રાજાએ ચંદ્રને તેની શક્તિ ક્ષીણ થવાનો શ્રાપ આપ્યો. ત્યારે તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તે બાદ શિવજીની કૃપાથી 15 દિવસ અજવાળુ અને 15 દિવસ અંધરાનો ચંદ્ર થાય છે. માટે તેમણે અહીં ભગવાન શિવે તેમની જ્યોતિ સ્થાપિત કરી તે સોમનાથ નામથી જાણીતું થયું.

સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના આરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પત્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું. ૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલકતની લૂંટ કરી હતી. લૂંટ કર્યા પછી મંદિરના યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો. તેનો બદલો લેતા અણહીલપ્ર પાટણનાં રાજા ભિમદેવ સોલકીએ સેનાં સાથે મહંમદ ગઝની કચ્છનાં રણમાં દફન કરી દિધો હતો. અને સન ૧૦૨૬ સોમનાથનાં મંદિરનું નવ નિર્માણ કરવાનું શરૂ કર્યું. જે સન ૧૦૪૨ માં પુર્ણ થયુ. ત્યારબાદ ગુજરાતનાં નાથ એવા સિધ્ધરાજ જયસિંહનાં સમયમાં મંદિઅરની સમુધ્ધી સોળે કળાએ ખીલી ઉઠી. ૧૨૯૭ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તન અલ્લાઉદ્દીન ખિલજીનાં સેનાપતિ મલેક કાફોરે ગુજરાતનો કબજો કર્યો ત્યારે ફરીથી એકવાર સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. ૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો. ૧૭૦૬ની સાલમાં મોગલ સાશક ઔરંગઝેબે ફરીથી આ મંદિર તોડી પાડ્યું.

ફરીથી આ મંદિરને બનતા ત્રણ સદિઓનાં વાણા વાયા પણ જ્યારે ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી બાદ જુનાગઢનો પ્રવાસ કર્યો. ત્યારે તેમને જૂનાગઢ પ્રવાસ અધૂરો લાગ્યો અને તેઓ સોમનાથ ગયા અને તેમની સાથે ગુજરાતના જ્યોતિર્ધર કનૈયાલાલ મુનશી, કેન્દ્રના બાંઘકામના મંત્રી કાકાસાગહેબ ગાડગીલ, જામસાહેબ આવ્યા અને તેઓ દરિયા પાસે ગયા અને પાણીની અંજલી લઈને મંદિરના પુનરોધ્ધારનો સંકલ્પ જાહેર કર્યો ત્યારે જામ સાહેબે ત્યારે રૂપિયા એક લાખનું દાન આપ્યું. નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. અને પાંચમાં મંદિરના અવશેષોને દૂર કરીને આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર છઠ્ઠી વખત તેનું નિર્માણ થયું. 1948માં સોલંકી શૈલીથી બાંધેલું આજનુ સોમનાથ – “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદીર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. આ મંદિરની ઉંચાઇ 175 ફુટની છે. શિખર પર કળશ અને ધ્વજ એ શિવતત્વની અનુભૂતી થાય છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. 1951માં ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. જેથી 2000 વર્ષોથી શંકરની પૂજાની અતૂટ પરંપરા આ ક્ષેત્રમાં રહી છે . નજીકમાં ઉતુંગ શિખર પર દ્રષ્ટિ રાખીને ઊભેલા સરદારની પ્રતિમા મુકવામાં આવી છે.

સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દ‍ક્ષિણ ધ્રૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલો છે અને કોઈ જમીન નથી. અહીં જ બાજુમાં ભાલકાતીર્થ આવેલું છે, જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ તેના નિજધામ ગયા હતા. અહીં તેમને પારધી દ્વારા તેના પગમાં રહેલા પદ્મને વીંધીને તેમને ઘાયલ કર્યા હતા. આ જ જગ્યાથી ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઇ શ્રી બલરામ પણ અહીંથી પાતાળ લોક ગયા હતા. અહીં પૂનમને રાત્રીએ મંદિરની ટોચ પર હોય છે, તથા દરરોજ સૂરજ રોજ તેમને પ્રકાશીત કરે છે. માટે આ ક્ષેત્રમાં હરિહરનું મિલન અદભૂત થાય છે.

Read Full Post »

– મહેશ ચૌધરી, પાટણ

ગુજરાતના પ્રાચીન નગરોમાં પાટણનુ સ્થાન ચાલુક્યકાલીન ગુજરાતના પાટનગર તરીકે મહત્વનુ છે.આ નગરનુ નિર્માણ કોઈ વિધ્વાન સ્થપતિએ કરેલ જણાઈ આવે છે. પાટણનો વર્તમાન કિલ્લો કોણે બંધાવ્યો તે અંગે જુદા જુદા મંતવ્યો છે. ર.છો.પરીખે ‘ગુજરાતની રાજધની’ માં પાટણમાં ભૂચડે કોટ બંધાવ્યાની વાત નોધી છે. પરંતુ ત્યારબાદ થયેલા પુરાવસ્તુ ઉત્ખનનમાં આ કોટ ૧૬મી કે ૧૭મી સદીમા બંધાયો હોવાનુ જાણવા મળે છે.આ કિલ્લામાં બાર દરવાજા અને તેરમી બારીની લોકવાયકા પ્રચલીત છે. દરવાજાના નામ અનુક્રમે બગવાડો, ગુંગડી, મીરં, કોઠાફઈ, અઘારો, ભઠ્ઠીવડો, ખાન સરોવર, મોતીશાહ, કનસડો, ફાટીપાળ અને છીંડીયો છે. જ્યારે બારમો બારીનો દરવાજો હતો. આમાંથી કેટલાક દરવાજા તોડી નાખવામાં આવ્યા છે. આ દરવાજાઓના નામ કેવી રીતે પડ્યા તે જાણવા કોઈ પૌરાણીક સાધન નથી પરંતુ કેટલીક દંતકથાઓ અને તક્લાનીક પરિસ્થિતીના આધારે આ નામો કેવી રીતે પડયા તેની ચર્ચા આપણે કરીએ.

(૧) ગુંગડી દરવાજો –
પાટણના દરવાજાઓ પૈકી પૂર્વ દિશાના દરવાજાનું નામ ‘ ગુંગડી દરવાજો’ હતુ. જે અત્યારે હાયાત નથી તેમાં ડાબી-જમણી બે બાજુએ ગોખલા હતા. જેમાં ઈ.સ.૧૭૬૦નો ફારસી શિલાલેખ હતો. તેમાં ખડકી બારીના દરવાજાનો જીર્ણોધાર કર્યાની નોધ હતી.  ગુંગડી દરવાજાથી દોઢસો વાર દૂર બારીનો દરવાજો હતો. દરવાજાનુ નામ ગુંગડી નામ તે દરવાજાથી થોડેક દૂર આવેલા ગુંગડી તળાવના નામ ઉપરથી પડ્યુ છે. આ તળાવ પંદર સૌકાથી પણ પ્રાચીન હોવાનુ ડો.ભોગીલાલ સાંડેરાએ જણાવ્યુ છે.ગુંગડી નામનો અર્થ સમજતો નથી. પરંતુ ‘ગુંગ એટલે મુંગો.’કોઈ મુંગા મહાપુરુષના નામ ઉપરથી લોકોએ આ તળાવનુ નામ રાખ્યુ હોવાનુ અનુમાન કરી શકાય.

(૨) ખાનસરોવરનો દરવાજો –
દક્ષિણ દિશાના દરવાજાનુ નામ ‘ખાનસરોવરનો દરવાજો’ છે. અકબરના દૂધાભાઈ ખાન અઝીઝ કોકલતાશ ગુજરાતનો સુબો હતો, ત્યારે તેણે ઈ.સ. ૧૫૮૨ માં આ તળાવ બંધાવ્યુ હોવાનુ બર્જેસે…”આર્કિયોલોજિકલ સર્વે ઓફ નોર્ધન ગુજરાત” માં નોધ્યુ છે. ”મિરાતે સિકંદરી” ના મતે આ તળાવ મુઝફરશાહ ઝફરખાનના સમયમાં હાયાત હતુ. તેનો પૌત્ર અહમડશાહ પાટણથી અસારવાના કોળીઓને કબજે કરવા નીકળ્યો ત્યારે તેણે  ખાનસરોવર ઉપર રાતવાસો કર્યો હતો. જેના ઉપરથી સાબીત થાય છે કે આ તળાવ ૧૪મા સૌકા પહેલા બંધાયેલ હોવુ જોઈયે. જોકે બર્જેસે આ તળાવ કોઈ હિન્દુ રાજાએ બંધાવ્યુ હોવાનો તર્ક કર્યો છે. પરંતુ તેના નામ ઉપરથી કોઈ ખને બંધવ્યુ હોય તેમ લાગે છે. આલ્લઉદ્દીનના સરદાર ‘ઉલ્લુઘખને’ ગુજરાત સર કર્યા બાદ પહેલો સુબો ‘અલપખાન’ થયો. તેને ઈ.સ.૧૩૦૦ થી ૧૩૧૬ માં કેટલાક સ્થાપત્યો સુધરાવ્યાનો ઉલ્લેખ છે. તેથી એવુ અનુમાન થાય કે તેની સુબાગીરીના શાંત સમયમાં આ તળાવનો જીર્ણોધ્ધાર થયો હોવો જોઈએ. તેથી તેનુ જુનુ નામ બદલી ‘ખાનસરોવર’ એવુ નામ આપ્યુ હોય તેવી શક્યતા છે.

(૩) કનસડો દરવાજો –
પાટણની પચ્ચિમ દિશાના દરવાજાનુ નામ ‘કનસડો દરવાજો’ છે. તેના માટે એવુ કહેવાય છે કે.. અલ્લઔદ્દીનના લશ્કરે પાટણ ઉપર ચડાઈ કરીને કર્ણને હરાવ્યો. ત્યારે આ કર્ણદેવ વાઘેલા તેની સ્ત્રી સાથે આ દરવાજાથી સર્યો ગયો. તેથી આ દિશાના દરવાજાને ‘કર્ણસર્યો’ નામ આપ્યુ. સમય જતા કર્ણસર્યોનુ ‘કનસડો’ નામ ઉતરી આવ્યુ. તેના માટે બિજો તર્ક એવો છે કે.. રાજા કર્ણદેવ વાઘેલાએ ‘કર્ણમેરુ પ્રસાદ’ અણહીલપુરમાં બંધાવ્યો હતો. કદાચ કર્ણમેરુ પ્રસાદ જવાનો રસ્તો આ દરવાજાની દિશામાં હોય તેવો તર્ક કરી શકાય. ટૂંકમાં આ દરવાજાનુ નામ કર્ણદેવ સાથે સંકળાયેલ છે.

(૪) મોતીશાહ દરવાજો –
પાટણના નૈઋત્ય ખૂણામાં આવેલ દરવાજાનુ નામ ‘મોતીશાહ દરવાજો’ છે. આ દરવાજાનુ નામ મોતીશાહ નામના પાટણના કોઈ સ્રેષ્ઠીના નામ ઉપરથી પડ્યુ હોવાનો તર્ક કરી શકાય. તેમનુ મકાન દરવાજા પાસે હોય કે તેમણ્રે કોઈ આત્મભોગ આપ્યાની યાદમાં દરવાજાનુ નામ રાખ્યુ હોય તે શક્ય છે. આ ઉપરાંત દરવાજાને અડીને ‘મોતી મજ્જિદ’ હોવાથી દરવાજાનુ નામ મોતીશાહ પડ્યુ હોવનુ સમજાય છે.

(૫) ફાટીપાળ દરવાજો –
પાટણના વાયવ્ય ખૂણા પાસે આવેલા દરવાજાનુ નામ ‘ફાટીપાળ દરવાજો’ છે. આ દરવાજાની કિલ્લાની કોઈ પાળ તૂટી હોવાના કારણે આ નામ પડ્યું હોય તેવુ અનુમાન કરી શકાય. જોકે આ દરવાજા માટે એવુ કારણ દેખાતુ નથી. ખરી રીતે તો તેનો સંબધ અણહિલપુર અને સહસ્ત્રલિંગ સાથે છે. સહસ્ત્રલિંગ સરોવરનો નાશ સરસ્વસ્તિના પ્રવાહથી થયો હતો અને તેની પાળ ટુટેલી, તે વખતે અણહીલપુરને પણ કેટલુક નુકશાન થયેલુ. આ ઘટનાની યાદમાં સહસ્ત્રલિં જવાના માર્ગ ઉપર આવેલા દરવાજાનુ નામ ફાટીપાળ રાખ્યુ હોવાનુ જણાય છે.

(૬) અઘારો દરવાજો  –
ઉત્તર દિશામાં કિલ્લાની મધ્યમાં આવેલ દરવાજાનુ નામ ‘અઘારો દરવાજો’ છે. અઘારાને સંસ્કૂતમાં અગ્રહાર કહે છે. આ શબ્દ ઈ.સ ના સાતમા કે આઠમાં સૌકા જેટલુ પ્રાચીન હોવાનુ ‘તિર્થકલ્ય’ માં ઉલ્લેખ છે. ફોર્બસના મતે તે દરવાજો ‘દિલ્હી’ કે આગ્રાઈ’ દરવાજો કહેવાતો. આ આગ્રાઈનુજ અઘારો નામ થયુ હોવુ જોઈયે. આ દરવાજેથી દિલ્હી તથા આગ્રા જવાનો રાજમાર્ગ પ્રાચીનકાળમાં હશે એવુ અનુમાન થાય. આ દરવાજા ઉપર આનંદરાવ ગાયકવાડના સમયનો એક શિલાલેખ છે. જેમાં તેમના સમયમાં આ દરવાજાનો જીર્ણોધ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ છે.

(૭) કોઠાફઈ દરવાજો –
ઉત્તરના બીજા એક દરવાજાનુ નામ ‘કોઠાફોઈ દરવાજો’ હતુ. જે અત્યારે નથી. પહેલાં આ દર્વાજ પાસે વાવના જેવા કુવા હશે. જેના કારણે આ દરવાજાનુ પડ્યુ હશે.આ દરવાજો પાછળથી બન્યો હોવાનુ તેની બાંધણી ઉપરથી કહેવાતુ. આ દરવાજા ઉપર એક ફારસી શિલાલેખ હતો. તેમાં થયેલ નોધ મુજબ તે ‘નવાબવાલા જનાબ ઉમરખાં સાહેબ’ ના સમયમાં જ્યારે ‘ફતેમહંમદ’ પાટણનો વહીવટ ચલાવતો હતો, ત્યારે ઈ.સ. ૧૭૩૦ થી ૧૭૪૦ સુધીમાં બંધાવ્યો હતો. આથી આ દરવાજો પાછળથી બનાવ્યો હોય કે હુમલાખોરોના હુમલાથી પડી ગયો હશે અને પાછળથી સમરાવ્યો હશે. અત્યારે આ દરવાજો ન હોવાથી અનુમાન જ કરી શકાય.

(૮) છેંડીયો દરવાજો –
પાટણની ઉત્તર દિશામાં ઈશાન ખૂણામાં આવેલ દરવાજાનુ નામ  ‘છેંડીયો દરવાજો’ છે. આ દરવાજો બીજા ડરવાજા કરતા બુલંદ અને બાંધણીની દ્રષ્ટિએ ભવ્ય છે. આ દરવાજો પુરવકાળના અનેક યુધ્ધોના સાક્ષીની જેમ ઊભો છે. આ દરવાજાનુ નામ છીંડીયો હોવા પાછળ એક લોક કથા છે. કુમારપાળ ની એક રાણી ઉદયપુરના રજાની દીકરી હતી. તે હિંદુ ધર્મ પાળતી હોવાથી કુમારપાળે તેને જૈનધર્મ પાળવા દબાણ કર્યુ. આથી તેના છેલ, છબીલા નામના ભાટને મળીને રાણી શહેરમાંથી છીંડુ પાડીને ચલી ગયેલી. જે આ દરવાજેથી ગયેલી તેથી આ દરવાજાનુ નામ છીંડીયો પડેલુ. કુમારપાળના લશ્કરે તેનો પીછો કરેલો. છેલ છબીલો ભાટ તેનો સામનો કરતાં શહીદ થયેલો. તેથી દરવાજાની બહાર તેના નામથી ‘છબિલા હનુમાન’ નુ મંદિર બનાવાયેલ જોઈ શકાય છે. જોકે કુમારપાળના સમયમાં આ પાટણનુ અસ્તિત્વ નહોતુ. એટલે આ લોકકથા પાછળથી ઉપજાવેલ જણાય છે. કદાચકોઈ હુમલાખોરોએ અહીંના કિલ્લમાં છીંડુ પાડ્યુ હોય અને તેના કારણે લોકો ‘છીંડીયા દરવાજા’ થી ઓળતા હોય એમ માની શકાય.

(૯) બગવાડો દરવાજો –
પાટણના પૂર્વના દરવાજાનુ નામ ‘બગવાડો દરવાજો’ છે. બગ કે બક પક્ષીના નામ ઉપરથી આ નામ પડ્યુ હોય એમ લાગે છે. પરંતુ લોકકથા પ્રમાણે તે દરવાજા પાસે ‘બગેસ્વર મહાદેવ ના સ્થાન ઉપર ભીમે વનવાસ દરમ્યાન બક રક્ષસને માર્યો હતો. તેથી મહાદેવનુ નામ ‘બગેસ્વર’ અને દરવાજાનુ નામ ‘બગવાડો’ ઊતરી આવ્યુ. પરંતુ આ દરવાજાના નામ સાથેની બક રાક્ષસની કથા અસંગત લાગે છે. પ્રાચીન પાટણના પચ્ચિમે ‘બકતપુર’ નામનો મહોલ્લો અસ્તિત્વ ધરાવતો હતો. ‘મુલ્કી દફ્તરોમાં’ પણ બકરાતપુરનો ઉલ્લેખ છે. અત્યારના પાટણમાં ગુંગડી રોડ ઉપર બકતપુરની શેરી આવેલી છે. તેના નામ ઉપરથી પૂર્વના દરવાજાનુ નામ બગવાડો એવું રાખી ત્યાં મહાદેવજીનું મંદિર બાંધ્યુ હોય એમ ઉપરોક્ત હકિકતથી માલુમ પડે છે.

(૧૦) મીરાં દરવાજો –
પાટણના દક્ષિણ દિશામાં આવેલ દરવાજાનુ નામ ‘મીરાં દરવાજા’ છે. તે પાટણના અગ્નિ ખૂણા ઉપર આવેલ છે. પહેલાના સમયમાં તે મકલીપુર દરવાજા તરીકે ઓળખવામાં આવતો હતો કારણ કે આ દરવાજાની બાજુમાં મકલીપુર નામે મહોલ્લો હતો. ‘પાટણ ચૈત્યપારીપારીઓ’ માં મક્લીપુરનો ઉલ્લેખ છે. બીજું આ દરવાજેથી મુસલમાનોના ધર્મસ્થન ‘મીરાં’ તરફ માર્ગ જાય છે. તેથી ઍ મીરાં દરવાજા તરીકે ઓળખાય છે.

(૧૧) ભઠ્ઠીવાડાનો દરવાજો –
પાટણની દક્ષિણ દિશામાંજ બિજો એક ‘ભઠ્ઠીવાડાનો દરવાજો’ છે. આ દરવાજા માટે કોઈ પ્રમાણભુત હકીકત નથી. પરંતુ કોઈ સમયે ત્યાં ચૂનો બનાવનાર લોકો ભઠ્ઠીઓ કરતા હોય તેવુ અનુમાન કરવામા આવે છે. બીજુ એક અનુમાન એવુ છે કે પૂર્વકાળમાં આ દરવાજા પાસે ભાટી નામના રજપુતનો મહોલ્લો હોય અને તેના નામ ઉપરથી પણ ભઠ્ઠીવાડો નામ પડ્યુ હોઈ શકે. ગમે તે હોય પણ આ દરવાજા માટે બીજુ કોઈ પ્રમાણ નથી.

પાટણના પાંચ માઈલનો ઘેરાવો ધરાવતા કિલ્લા શિવાય શહેરમાં બીજા પણ કેટલાક દરવાજાઓ છે. નાગરવાડેથી કપાસીવાડા જતા એક બુંલંદ દરવાજો હતો. હિંગળાચાચરમાં ગણપતિની પોળ પાસે એક દરવાજો હતો. રસણીયા વાડા પાસે એક મોટો દરવાજો હતો. તેની બાજુમાં એક ફારસી શિલાલેખ હતો. જેમાં લખ્યુ હતુ કે.. ‘રબિ ઉસ્માની પહેલી તારીખે સન ૧૧૪૭ હીજરીમાં નવાબ મોચીલ્લા અલ્કાબ સર બુલંદખાન બહાદુરની સુબેદારીમાં અને ખન અમીનની ફોજદારીમાં તથા મીરજઆલી ફુલીબેગના સંમયમાં બેલ ચોકીના દારોગા ફકીર દરગાહીના વહીવટથી આ કામ તૈયાર થયુ.’ આ શિલાલેખનુ વાંચન સ્વ.અબુઝફરનદબીએ કર્યુ હતુ. આ શિવાય શહેરની મધ્યમાં ‘ત્રણ દરવાજા’ છે. અમદાવાદના ‘ત્રણ દરવાજા’ પાટણની નકલ છે. એમ કહેવાય છે કે… પાટણના બાદશાહ અહમદશાહે જ્યારે અમદાવાદ વસાવ્યુ ત્યારે પાટણની ગણતરી હિંદના સારા શહેર તરીકે થતી હતી. તેથી અમદાવાદની નગર રચનામાં પાટણની નગરરચના ઉપર ખાસ આધાર રાખવામાં આવ્યો હોય તેમ તેના સ્થળના નામો ઉપરથી લાગે છે.

સંદર્ભ – ડો. લલિત પટેલ.
આચાર્ય, પી.કે.કોટાવાળા આર્ટશ કોલેજ, પાટણ.

Read Full Post »

-મહેશ ચૌધરી, અમદાવાદ .

                અણહિલવાડ પાટણના સમર્થ રાજવી કુમારપાળ સોલન્કી નામ આ પટોળા સાથે જોડાયેલ છે. તેમણે મહારાષ્ટ્રના જાલ પ્રાન્તમાથી સાલવી કુટુમ્બોને અણહિલવાડ પાટણમા લાવી ને વસવ્યા. આ કુટુમ્બો એ આઠ-આઠ સદીઓની લાબી સફર બાદ પટોળા વણાટની કાબીલેતારીફ હસ્તળાને જાળવી રાખી છે.

                પાટણના પટોળા એ તો ગુજરાતના ગરવા લોકજીવનની હરખમઢેલી વારતા…! પોઢી પટોળે ભાત ફાટે પણ ફીટે નહી. અને પેલા લોકગીતનિ મીઠડી વાત… ” છેલાજી રે મારા હાટુ પાટણથી પટોળા મોઘા લાવજો…” જેવા મીઠા મધુર ટહુકા પાટણની વિરલ વિરાસતની વાત માન્ડે છે…!

               આજના દહાડેતો પટોળાની હસ્તકળા સાથે પાટણના માત્ર ચાર સાલવી કુટુમ્બો સન્કળાયેલા છે. પરંતુ એક સમયે તો પાટણના ૫૦૦ સલવી કુટુમ્બો નયન આકર્ષક પટોળા તૈયાર કરતા હતા. સમયની સાથે કસબીઓની સંખ્યા ઘટી છે, પણ ગર્અવો કસબ તો આજને દિવસે પણ એમનો એમ રહ્યો છે.

                પટણના જગ વિખ્યાત પટોળા શુધ્ધ રેસમમાથી તૈયાર થય છે. પટોળાની હસ્તકળા સાથે સંક્ળાયેલા કસબી સ્વ. વિનાયક સાલવીના જણાવ્યા મુજબ પટોળા માટેનુ શૂધ્ધ રેશમ એક સમયે ચિન-જાપાનથી આયાત થતુ હતુ. દેશી હાથશાળ પર આર્કષક ભાતમા તૈયાર થતા પટોળા તેના પ્રભાવક રંગોથી ખરીદનારનુ મન મોહી લે છે.

                પટોળાના વણાટમા ૪૮ પનાની પહોળઈ ધરાવતી શાળનો ઉપયોગ થાય છે. એક પટોળુ તૈયાર થતા આશરે ત્રણથી ચાર મહિના જેટલો સમય લાગે છે. શૂધ્ધ રેશમના વડે વિવિધ ભતો તૈયર કરવામા આવે છે. પછી ગ્રાફ તૌયાર કરી પસંદગીની ભાત મુજબ દોરાને ગાઠ મારવામા આવે છે, અને એટ્લા ભાગને જરૂર મુજબના રંગ માટે અકબંધ રખાય છે.

                પટૉળા વણાટની પ્રક્રિયા સમજાવતા કસબીએ ઉમેર્યુ હતુ કે રેશમની આટી મારી આઠ તારને ભેગા બાન્ધી એક તાર તૈયાર કરાવામા આવે છે. આવા તાર તૈયાર થયા પછી ફરીથી આંટીમા બંધાય છે. રેશમને ગરમ પાણીમા બાદ ટ્રિવસ્ટ કર્વાની પ્રક્રિયા હાથ ધરાય છે. તાર પર ડિઝઈનની ગાઠ મર્યા બાદ જરુર મુજબના જુદા જુદા રંગોમા પલાડવામા આવે છે. આ પ્રારંભીક કામગીરી પુરી કરયા બાદ પટોળા વણાટની પ્રકરીયા હાથ ધરાય છે.

               અત્યંત ખંત અને જહેમત સાથે તૈયાર કરાતુ પટોળુ મનમોહક હોયશે. પટોળાના રંગમા હરડે, બોરડીની લાખ, આમળા, હળદર અને લીલી ગળી જેવા વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરય છે. વિવિધ રંગોના સુભગ સમન્વયથી તૈયાર થતા પટોળામા લાલ, કેસરી અને લીલા રંગના પટોળા લોકપ્રિય બની છે. ક્યારેક કાળા રંગનુ અને ક્યારેક પાલવ વાળુ પટોળુ પણ તૈયર થાય છે. ગ્રાહકની રુચી અને માગણી મુજબ ભાત રંગ વગેરે બદલી શકાય છે.

                પટોળાની ભાતીગળતા તેની વિવિધ ભાતોમા છતી થય છે. નારીકુજ, છાબડી, પાનભાત, માણેકચોર જેવી ભાતોની બોલબાલા છે.પાટણના સાલવીઓ પાસે ૨૦૦ વર્ષ પહેલાના પટોળા પણ છે. પટોળુ મહદ અન્સે મુબંઇ જેવા મહાનગરો કે વિદેશમા વસતા ગુજરાતી કુટુમ્બો દ્રારા ખરીદાતુ હોય છે. વર્ષે-દાહાડે સેકડો વિદેશીઓ પાટણનીઆ કળાને બિરદાવી જાય છે. એટલેતો પટોળાની આ હસ્તકળાને અનેક એવોર્ડ મળ્યા છે. આ એવોર્ડમા ભારત સરકારના હેન્ડીક્રાફ્ટ માટેના એવોર્ડનો પણ સમવેશ થય છે. તેથીતો પટણનુ પટોળુ ગુજરાતના લોકજીવનનુ સજીવડુ સોપાન કહેવાય છે.

                 પાટણના પટોળા એ ગુજરાતનુ ગૈરવ છે. વિશ્વમા સમસ્ત ભારતની, ગુજરાતની વિશેષ ઓળખ સ્થાપિત કરી આપી છે. આ હસ્તકળાએ……… પાટણના પટોળાએ……….!

Read Full Post »

The one name stand out in the Solanki dynasty is Siddhraj Jaysinh (1094-1143) also known as Siddhraj Solanki who was considered as the most prominent Solanki king. Siddhraj is said to have ascended the throne of Patan after the death of his Father Karandev. Patan’s condition was worse in the last days of Karandev. The successors from his grand father Bhimdev’s first wife Bauladevi tried their best to acquire the throne from child Jaysinh. His mother Minaldevi, Maha Mantri Santu and Munjal Mehta initially played a great part to deter the internal revolt and in establishing his rule and stability to Patan in Gujarat. Jaysinh came on throne in 1096. So the years between his father’s death and his actual takeover might have been guarded by his mother and his mantris. In those initial days his mother along with child Jaysinh took shelter in Saurashtra in the guise of yatra to Somnath leaving administration of Patan to Mantri Shantu. Malav king Narvarma attacked Patan in those days. Mantri accepted Narvarma’s Kingship for Jaysinh as Samant of Malva. Jaysinh afterwards strengthened himself getting rid of unwanted involvement of grandma’s maternal side relatives, useless samants as well as mantris. He also weakened the successors from his grand father Bhimdev’s first wife Bauladevi. He was after the life of Kumarpal, then successor of queen Bauladevi and probable candidate for patan’s throne. Kumarpal hid himself from Jaysinh for more than 30 years. Apart from Saurashtra and Kachchh, Siddhraj Jaysinh had also conquered the Malwa defeating king Yashovarma and south Gujarat. The popular conception of Siddhraj mixes greatness and medieval callousness. One of the most prominent legends of the Gujarat bards is woven round the siege of Junagadh by Siddhraj’ Jaysinh. Siddhraj wanted to marry the princess Ranakdevi, but his vassal, Ra Khengar, the Chief of Junagadh, married her before he could do so. An enraged Siddharaj attacked the mountain-fortress of Junagadh. It fell after Ra Khengar’s nephews betrayed him. Ranakdevi refused Siddharaj’s advances for marriage after he had killed her husband and two sons. She was forcibly brought to Wadhwan where she committed the ritual of Sati at this place to protect her honour. It is believed that her curse made Bhogavo, a local river, waterless, forever. Some historians doubt the authenticity of the story. He adorned the title of “Barbarak Jishnu” and also “Siddhraj” after controlling Bhil king Barbarak. He became Chakravarti after acquiring total control of the region under old Gurjar Chakravarti kings. He renovated and widened the lake constructed by Durlabhraj and named it as Sahastraling Lake. He constructed two lakes in the memory of his mother. He also renovated Rudramahal. He also features in the legend of Jasma Odan, a beautiful woman of the tank diggers’ community-oudes, who were digging a new tank in Patan. Already married, she refused Siddhraj’s advances and committed sati to protect her honour. It is believed that her curse made this tank waterless and the king without an heir to the kingdom of Gujarat. During Patan flourished in education, religion and commerce. He gave shelter to many scholars of different religion and castes. Other notable figures of his time included his, Prime Minister Munjal Mehta, Kak and leading Courtier Udayan Mehta. Siddhraj Jaysinh died in 1143. The throne remained without King for 18 days. Thereafter Kumarpal was suddenly declared King of Patan.

Read Full Post »

Rani-Ki Vav.

During the period of the Solanki or Chalukya, the stepwell called the Rani ki vav, or Ran-ki vav (Queen’s step well) was constructed. It is a richly sculptured monument.

It is generally assumed that it was built in the memory of Bhimdev I (A.D. 1022 to 1063) son of Mularaja, the founder of the Solankidynasty of Anahilwada Pattan in about 1050 A.D. by his widowed queen Udayamati.

It was probably completed by Udayamati andKarandev I after his death. A reference to Udayamati building the monument is in the ‘Prabandha Chintamani’ composed by Merunga Suri in 1304 AD.

It was one of the largest and the most sumptuous structures of its type. It became silted up and much of it is not visible now, except for some rows of sculptured panels in the circular part of the well. Among its ruins one pillar still stands which is the proof not only of the elegance of its design, but also excellent example of this period. A part only of the west well is extant from which it appears that the wall had been built of brick and faced with stone. From this wall project vertical bracket in pairs, this supported the different galleries of the well shaft proper. This bracketing is arranged in tires and is richly carved.

There is also a small gate below the last step of the step well which is having a 30 kilometre tunnel built (now its has been blocked by stones and mud) which leads to the town of Sidhpur near Patan. It was used as an escape gateway for king who built the step well in the times of defeat.

Most of the sculpture is in devotion to Vishnu, in the forms of his Avataras (KrishnaRama and others), representing their return to the world.

Around 50–60 years back there used to be ayurvedic plants around this areas which causes the water accumulated in Rani ni vav helpful for viral disease, fever etc.

Read Full Post »

Older Posts »

%d bloggers like this: